Home /News /career /GSEB Time Table 2023: 14 માર્ચથી શરૂ થશે ધોરણ-10 અને ધોરણ-12ની પરીક્ષા, જાણો સંપૂર્ણ સમયપત્રક

GSEB Time Table 2023: 14 માર્ચથી શરૂ થશે ધોરણ-10 અને ધોરણ-12ની પરીક્ષા, જાણો સંપૂર્ણ સમયપત્રક

પ્રતિકાત્મક ફોટો

GSEB Class 10, Class 12 Time Table 2023: ધો-10 અને ધો-12ની પરીક્ષાનું સંપૂર્ણ ટાઇમ ટેબલ (GSEB Time Table 2023) બોર્ડની સત્તાવાર વેબસાઇટ: gsebeservice.com અથવા gseb.org પર જઇને પણ જોઇ શકાય છે. ગુજરાત SSC અને ગુજરાત HSC શેડ્યૂલ 2023 માં દરેક વિષયની પરીક્ષાની તારીખ અને સમયની માહિતી છે.

વધુ જુઓ ...
  • News18 Gujarati
  • Last Updated :
  • Ahmadabad (Ahmedabad) [Ahmedabad], India
    ગાંધીનગર:  ગુજરાતમાં GSEB એટલે કે ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ તરફથી ધોરણ-10 અને ધોરણ-12ની પરીક્ષાનું સમયપત્રક જાહેર કરી દેવામાં આવ્યું છે. જે પ્રમાણે આગામી 14 માર્ચથી બોર્ડની પરીક્ષાનો પ્રારંભ થશે. વિદ્યાર્થીઓ સારી રીતે તૈયારી કરી શકે તે માટે બોર્ડ તરફથી વહેલા જ સમયપત્રક જાહેર કરી દેવામાં આવે છે. બોર્ડ તરફથી આપેલી માહિતી પ્રમાણે પરીક્ષા (Board Exams)ઓ 14 માર્ચથી શરૂ થશે અને 31 માર્ચ, 2023 ના રોજ સમાપ્ત થશે.

    ગુજરાત બોર્ડ ડિસેમ્બર 2022 માં વિજ્ઞાન, સામાન્ય અને વ્યાવસાયિક પ્રવાહો માટે વિગતવાર સમયપત્રક (time table for science, general, and vocational streams) બહાર પાડશે. સંપૂર્ણ જીએસઇબી ટાઇમ ટેબલ 2023 (GSEB Time Table 2023) બોર્ડની સત્તાવાર વેબસાઇટ: gsebeservice.com અથવા gseb.org પર જઇને પણ જોઇ શકાય છે. ગુજરાત SSC અને ગુજરાત HSC શેડ્યૂલ 2023 માં દરેક વિષયની પરીક્ષાની તારીખ અને સમયની માહિતી છે.

    આ પણ વાંચો: ધો 8 પાસ માટે સરકારી ભરતી, જામનગર કસ્ટમ વિભાગમાં વિવિધ ખાલી જગ્યાઓ, 14 નવેમ્બર છેલ્લી તારીખ

    રિપીટર, પ્રાઇવેટ એપ્લિકેન્ટ્સ અને અલગ અલગ ઉમેદવારો માટે ગુજરાત બોર્ડનું ટાઈમ ટેબલ ડિસેમ્બર 2022માં જાહેર કરવામાં આવશે. અહીં એસ.એસ.સી. અને એચ.એસ.સી. વર્ગો માટેના ગુજરાત બોર્ડ 2023ના ટાઇમ ટેબલ આપેલ છે.

    આપને જણાવી દઇએ કે, ગુજરાત બોર્ડ gseb.org જીએસઇબી એસએસસી ટાઇમ ટેબલને પીડીએફ ફોર્મેટમાં પબ્લિશ કરશે. પરીક્ષા માટે અભ્યાસ કરવા માટે, વિદ્યાર્થીઓ અહીંથી જીએસઇબી એસએસસી ટાઇમ ટેબલ 2023 જાણી શકે છે.

    ગુજરાત બોર્ડ ધોરણ 10 ની પરીક્ષાનું ટાઈમ ટેબલ 2023


    પરીક્ષાની તારીખવિષય
    14 માર્ચ, 2023પ્રથમ ભાષા - ગુજરાતી/હિન્દી/મરાઠી/અંગ્રેજી/ઉર્દૂ/સિંધી/તમિલ/તેલુગુ/ઓડિયા
    17 માર્ચ, 2023બેઝીક મેથ્સ
    19 માર્ચ, 2023સ્ટાન્ડર્ડ મેથ્સ
    22 માર્ચ, 2023સાયન્સ એન્ડ ટેક્નોલોજી
    25 માર્ચ, 2023સામાજીક વિજ્ઞાન
    27 માર્ચ, 2023ગુજરાતી (દ્વિતીય ભાષા)
    29 માર્ચ, 2023અંગ્રેજી (દ્વિતીય ભાષા)
    31 માર્ચ, 2023દ્વિતીય ભાષા - હિંદી/સિંધી/સંસ્કૃત/ફારસી/અરેબિક/ઉર્દૂ), હેલ્થકેર, બ્યુટી એન્ડ વેલનેસ, ટ્રાવેલ ટૂરિઝમ, રિટેલ્સ

    ગુજરાત બોર્ડ ધોરણ 12 ની પરીક્ષાનું ટાઈમ ટેબલ 2023


    પરીક્ષાની તારીખવિષય (પરીક્ષાનો સમય - સવારે 10 વાગ્યાથી બપોરે 1.45 સુધી)વિષય (પરીક્ષાનો સમય- બપોરે 2.30થી સાંજે 6.15 સુધી)
    14 માર્ચ, 2023સહકાર પંચાયતનામાનાં મૂળતત્વો
    માર્ચ, 2023ઇતિહાસઆંકડાશાસ્ત્ર0
    માર્ચ, 2023કૃષિ શિક્ષણ, હોમ સાયન્સ, ટેક્સટાઇલ સાયન્સ, પોલ્ટ્રી અને ડેરી સાયન્સ, વન ઔષધિફિલોસોફી
    માર્ચ, 2023-અર્થશાસ્ત્ર
    માર્ચ, 2023સેક્રેટરીયલ પ્રેક્ટિસ એન્ડ કોમર્સજીયોગ્રાફી
    માર્ચ, 2023સામાજીક વિજ્ઞાનબિઝનેસ એડમિનિસ્ટ્રેશન
    માર્ચ, 2023મ્યુઝીક થીએરીગુજરાતી (દ્વિતીય ભાષા) /અંગ્રેજી (દ્વિતીય ભાષા)
    માર્ચ, 2023-સાયકોલોજી
    માર્ચ, 2023-પ્રથમ ભાષા - ગુજરાતી/હિન્દી/મરાઠી/ઉર્દૂ/સિંધી/અંગ્રેજી/તમિલ
    માર્ચ, 2023-હિન્દી - દ્વિતીય ભાષા
    માર્ચ, 2023ચિત્રકામ (થિયોરેટિકલ)રંગકામ (પ્રેક્ટિકલ)હેલ્થકેર (ટી)રિટેલ્સ (ટી)બ્યુટી એન્ડ વેલનેસટ્રાવેલ એન્ડ ટૂરીઝમકમ્પ્યુટર ઇન્ટ્રોડક્શન
    માર્ચ, 2023-સંસ્કૃત/ફારસી/અરાબી/પ્રાકૃત
    31 માર્ચ, 2023રાજ્યશાસ્ત્રસોશ્યોલોજી

    ગુજરાત બોર્ડ ધોરણ 12 સાયન્સની પરીક્ષાનું ટાઈમ ટેબલ 2023


    સંભવિત તારીખવિષય (સમય બપોરે 3.00થી 6.30 સુધી)
    14 માર્ચ, 2023ફિઝીક્સ
    માર્ચ, 2023કેમેસ્ટ્રી
    માર્ચ, 2023બાયોલોજી
    માર્ચ, 2023ગણિત
    માર્ચ, 2023અંગ્રેજી - પ્રથમ ભાષા, દ્વિતીય ભાષા
    31 માર્ચ, 2023પ્રથમ ભાષા (ગુજરાતી/હિન્દી/મરાઠી/ઉર્દૂ/સિંધી/તમિલ), દ્વિતીય ભાષા (ગુજરાતી/હિન્દી), સંસ્કૃત, ફારસી, અરાબી, પ્રાકૃત, કમ્પ્યુટર એપ્લિકેશન (થિયરી)

    GSEB 2023 Time Table: આ રીતે ડાઉનલોડ કરી શકો છો ટાઇમટેબલ 



    • ગુજરાત બોર્ડ ધોરણ 10 અને 12 ટાઈમ ટેબલ 2023 માત્ર બોર્ડની સત્તાવાર વેબસાઈટ પર ઓનલાઈન મૂકવામાં આવશે.

    • gseb.org કે gsebeservice.com પર ગુજરાત બોર્ડના સત્તાવાર વેબપેજ પર જાઓ.

    • "એચએસસી ટાઇમ ટેબલ 2023" અથવા "એસએસસી ટાઇમ ટેબલ 2023" લિંક પર ક્લિક કરો. જે મેઇન સ્ક્રીન પર હશે.

    • "ડાઉનલોડ" બટન પર ક્લિક કરો અને સમય પત્રકને પીડીએફ ફાઇલ તરીકે સેવ કરો.

    • ભવિષ્યના સંદર્ભ માટે પીડીએફ ફાઇલને સેવ કરો.

    • પરીક્ષાની બધી તારીખો તપાસો અને તે મુજબ તમારું વાંચવા અને તૈયારી કરો.

    Published by:Rahul Vegda
    First published:

    Tags: Career and Jobs, Education News

    विज्ञापन

    ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

    વધુ વાંચો
    विज्ञापन
    विज्ञापन
    विज्ञापन