Home /News /career /

GSEB HSC Result: કાલે જાહેર થશે 12 સાયન્સનું પરિણામ, જાણો કેવી રીતે કરશો માર્કશીટ ડાઉનલોડ

GSEB HSC Result: કાલે જાહેર થશે 12 સાયન્સનું પરિણામ, જાણો કેવી રીતે કરશો માર્કશીટ ડાઉનલોડ

GSEB HSC 12th Science Result : જીએસઈબી ધો. 12. સાયન્સનું પરિણામ કાલે જાહેર થશે.

GSEB 12th Science Exam and GUJCET Result: ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ (GSEB) દ્વારા લેવાયેલી ધો. 12 વિજ્ઞાન પ્રવાહ (12th Science) અને ગુજકેટની પરીક્ષાના પરિણામની તારીખ શિક્ષણ મંત્રી જીતુ વાઘાણીએ જાહેર કરી છે. અહીંથી જાણો કેવી રીતે ડાઉનલોડ કરશો માર્કશીટ

વધુ જુઓ ...


    GSEB HSC Result: ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા લેવાયેલી (The Gujarat Secondary and Higher Secondary Education Board GSEB) ધો. 12 સાયન્સની (12th Sciece Exam)નું પરિણામ આવતીકાલે જાહેર થશે. રાજ્યના શિક્ષણ મંત્રી જીતુ વાઘાણીએ આ અંગે જાહેરાત કરી છે. રાજ્યમાં ધો.12 સાયન્સનું પરિણામ બોર્ડની વેબસાઈટ gseb.org. પર સવારે મૂકી દેવામાં આવશે.

    રાજ્યના શિક્ષણ મંત્રી જીતુ વાઘાણી (Jitu Vaghani)એ જાહેર કર્યુ કે આવતીકાલે ધો.12 સાયન્સનું પરિણામ જાહેર થશે. આ સાથે જ ગુજકેટ (GUJCET)નું પરિણામ પણ જાહેર થશે. પરિણામ બોર્ડની વેબસાઈટ પર સવારે 10.00 વાગ્યાથી ચેક કરી શકાશે. રાજ્યમાં ગત 28મી માર્ચથી લઈને 12મી એપ્રિલ સુધીમાં 1,08,000 વિદ્યાર્થીઓએ ધો. 12 સાયન્સની પરીક્ષા આપી હતી. આ પરીક્ષાના પરિણાને કાલે નિહાળી શકાશે.

    GSEB HSC Result: પરિણામ કેવી રીતે કરશો ચેક

    ધો. 12. સાયન્સનું પરિણામ ચેક કરવા માટે વિદ્યાર્થીઓએ પોતાનો રોલ નંબર, અને જન્મ તારીખ નાખવાની રહેશે. આ જન્મ તારીખ અને રોલ નંબર દ્વારા વિદ્યાર્થીઓ બોર્ડનું પરિણામ ચેક કરી શકાશે.

    GSEB HSC Result: ગુજકેટનું રિઝલ્ટ પણ જાહેર થશે

    ગુજરાત રાજ્ય માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા ગુજરાત કોમન એન્ટ્રન્સ ટેસ્ટ (ગુજકેટ 2022)ની પ્રથમ પરીક્ષાનું પરિણામ પણ કાલે જાહેર થશે. આ પરીક્ષાના પ્રથમ સેશનમાં ફિઝિક્સમાં 107694, પૈકી કુલ 102913 વિદ્યાર્થીઓ હાજર રહ્યા હતા. બીજા સેશનમાં બાયોલોજીમાં 67,934 પૈકીના 64965 વિદ્યાર્થીઓ હાજર રહ્યા હતા. જ્યારે ત્રીજા પેપરમાં મેથ્સમાં 4007

    આ પણ વાંચો : GSEB 12th Science Result: ધો.12 સાયન્સ અને GUJCETના પરિણામની તારીખ જાહેર, આવી રીતે જાણી શકાશે રિઝલ્ટ

    GSEB HSC Result: રિઝલ્ટ ચેક કરવા માટે

    સૌ પ્રથમ https://www.gseb.org/ પર જાઓ.

    જ બાદ Board Website પર ક્લિક કરો
    ત્યારબાદ 12 વિજ્ઞાન પ્રવાહના પરિણામની લિંક પર ક્લિક કરો
    અહીંયા માંગવામાં આવેલી માહિતી, રોલ નંબર અને જન્મ તારીખ એન્ટર કરો
    પરિણામ પર ક્લિક કરો
    પરિણામ ખુલી ત્યારબાદ પ્રિન્ટ મેળવી લો.

    GSEB HSC Result: GUJCETનું પરિણામ ચેક કરવા માટે

    સૌ પ્રથમ https://www.gseb.org/ પર જાવ.
    જે બાદ Board Website પર ક્લિક કરો

    જેમાં તમને GUJCET-2022 પરિણામ જોવા મળશે.

    જેના પર ક્લિક કરી રોલ નંબર એન્ટર કરો અને તમારૂ પરિણામ નિહાળો.
    Published by:Jay Mishra
    First published:

    Tags: GSEB, GSEB Results 2022, Gujarat Board Results, કેરિયર

    આગામી સમાચાર