Home /News /career /

GSEB HSC Result: ધો.12 સાયન્સ પછીના એવરગ્રીન કેરિયર ઓપ્શન, ઓછું રિઝલ્ટ આવે તો પણ મળશે તક

GSEB HSC Result: ધો.12 સાયન્સ પછીના એવરગ્રીન કેરિયર ઓપ્શન, ઓછું રિઝલ્ટ આવે તો પણ મળશે તક

GSEB HSC 12th Science Result : ધો.12 પછીના કેરિયર ઓપ્શન

GSEB 12 Science-GUJCET Result: ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ (GSEB) દ્વારા લેવાયેલી ધો. 12 વિજ્ઞાન પ્રવાહ અને ગુજકેટ (GUJCET)ની પરીક્ષાના પરિણામની તારીખ જાહેર આ કોર્સ કરી અને ચમકાવી શકો છો કેરિયર



    GSEB HSC Result: રાજ્યમાં કોરોનાકાળ બાદ પહેલીવાર ગુજરાત માધ્યમિક અને ઉચ્ચચર માધ્યમિક શિક્ષણ બોર્ડ (GSEB) લેવાયેલી ધો.12 સાયન્સ (GSEB 12 Science Result) બોર્ડની પરીક્ષાના પરિણામ (Gujarat Board Exma Result) કાલે જાહેર થવાના છે. આ પરીક્ષાના પરિણામ બાદ તમે ઓછું રિઝલ્ટ આવે તો પણ ચિંતામા ન મૂકાઈ જતા. ધો. 12 સાયન્સની પરીક્ષાના પરિણામો આવતીકાલે સવારે 10.00 વાગ્યાથી બોર્ડની વેબસાઈટ gseb.org પરથી જાહેર થશે. અહીંયા કેટલાક કેરિયર ઓપ્શન આપવામાં આવ્યા છે (Career after precise 12th class) જે ધો. 12 પછી અપનાવી શકાય છે. આમામ ઓછા ટકાએ પણ પરિણામ મળી શકે છે.

    GSEB HSC Result 2022 કેરિયર ઓપ્શન

    અહીંયા કેટલાક એવા વિકલ્પો આપવામાં આવ્યા છે જેમાં ઓછી ટકાવારીએ પણ પ્રવેશ મળી શકે છે અથવા તેના વિશે પૃચ્છા કરી શકાય છે. તો આવો જોઈએ એન્જિનિયરીંગ અને મેડિકલ સિવાયના પણ કેટલાક જૂના જાણીતા અને નવા કોર્સ વિશે.

    GSEB HSC Result 2022: એન્જિનિયરીંગ

    ધો. 12 પછી સામાન્ય મોટા ભાગના વિદ્યાર્થીઓ એન્જિનિયરીંગમાં પ્રવેશ મેળવે છે. જેના માટે રાજ્યમાં JEE અને અન્ય સમકક્ષ પરીક્ષાઓ GUJCET દ્વારા પ્રવેશ મળે છે. વિવિધ વિષયોમાં BE. અને B.techના કોર્સના ઓપ્શન હંમેશા ઉપલબ્ધ છે. જેમાં મેરીટ મુજબ અને રસ પ્રમાણે એડમિશન લઈ શકાય છે.

    GSEB HSC Result 2022: ડિપ્લોમાં (Diploma) એન્જિનિયરીંગ

    રાજ્યમાં ધોરણ 10-ના પરિણામોના બેઝ પર ડિપ્લોમામાં પ્રવેશ મળે છે. જો તમને એવું લાગે કે આ વર્ષે ધોરણ 12નું પરિણામ ધાર્યુ નથી પણ કરવું તો એન્જિનિયરીંગ જ છે તો તમે ડિપ્લોમા એન્જિનિયરીંગમાં પ્રવેશનું વિચારી શકો છો. પરંતુ તેના માટે તમારું ધોરણ -10નુ પરિણા સારું હોવું જરૂરી છે બાકી પછી ખાનગી કૉલેજ પર નિર્ભર રહેવું પડશે.

    GSEB HSC Result 2022: મેડિકલ- હોમિયોપેથ-આયુર્વેદ અને ફાર્મસી

    ધો. 12 સાયન્સ પછી મેડિકલના અભ્યાસક્રમ માટે અનેક ઓપ્શન છે. જેમાં MBBS ડૉક્ટરીનો અભ્યાસક્રમ સૌથી વધુ લોકપ્રિય છે. આ ઉપરાંત આર્યુર્વેદનો અભ્યાસ કરીને ડોક્ટર થવા માટે બેચલર ઓફ આયુર્વેદ મેડિસીનનો BAMS કોર્સ કરી શકાય છે. ફાર્મા ક્ષેત્રમાં કેરિયરના અનેક સ્કોપ છે જેના માટે બેચલર ઓફ ફાર્મસી બીફાર્મનો B.pharm કોર્સ કરી શકાય છે. આ ઉપરાંત હોમિયોપેથિક ડૉક્ટર બનવા માટે બીએચએમસનો BHMS ઓપ્શન ઉપલબ્ધ છે. અને ફિઝિયોથેરાપીનો અભ્યાસ કરવા માટે બીપીટીનો BPT કોર્સ કરી શકાય છે.

    આ પણ વાંચો : GSEB 12th Science Result: ધો.12 સાયન્સ અને GUJCETના પરિણામની તારીખ જાહેર, આવી રીતે જાણી શકાશે રિઝલ્ટ

    GSEB HSC Result 2022 બીએસસી (BSC) :

    બેચલર ઓફ સાયન્સ, મિત્રો સાયન્સ ગ્રેજ્યુએટ માટે અપાર તકો રહેલી છે. ગ્રુપ-એ હોય કે બી તમે બીએસસીની ડિગ્રી બાદ શૈક્ષણિક, ખાનગી અને સરકારી ક્ષેત્રમાં નોકરી કરી શકો છો. સાથે જ નેટ અને સ્લેટની પરીક્ષા આપીને લેક્ચરરર બની શકો છો. બીએસસી બાદ બીએડ કરીને ઉચ્ચતર માધ્યમિક અને માધ્મમિક શાળામાં શિક્ષક બની શકો છો.

    GSEB HSC Result 2022 બીએસી (BSC+) (અલગ વિષયો સાથે)

    ઉપર જેમ બીએસસીની વાત કરી તેમાં મેથ્સ, સાયન્સ જેવા વિષયો ઉપરાંત બીએસસી ઈન ડાયલિસીસ ટેકનૉલૉજી, બીએસસી ઇન વેટરનરી, બીએસસી ઇન કાર્ડિયો ટેકનોલોજી, બીએસસી ઇન ઑપરેશન થિયેટર ટેકનૉલૉજી વગેરે આ કરો્સ કરી શકાય છે. આ ઉપરાંત બીએસસી રેડિયોલોજી, કરી શકાય છે.

    GSEB HSC Result 2022 ઇન્ટિગ્રેટેડ બીએસસી બીએડ (BSC+BED)

    મિત્રો ઇન્ટિગ્રેટેડ અભ્યાસક્રમમાં તમારે બીએસસી બાદ બીએડમાં અલગથી પ્રવેશ લેવાની જરૂર નથી. આ ઇન્ટિગ્રેટેડ કોર્સ ગુજરાત ટીચર્સ યુનિવર્સિટી ગાંધીનગર, કાર્લેક્ષ યુનિવર્સિટી ગ્રીનવુડ અમદાવાદ, નવરચના યુનિવર્સિટી વડોદરા, નેશનલ કાઉન્સિલ ઑફ એજ્યુકેશનલ રિસર્ચ એન્ડ ટ્રેનિંગ ભોપાલમાં આ કોર્સ થઈ શકે છે.

    GSEB HSC Result 2022 નર્સિંગ ડિપ્લોમાં (Nursing) :

    બહેનો માટે નર્સિગ ડિપ્લોમાંનો ઓપ્શન ખુલ્લો છે. આ કોર્સ પછી દેશમાં ઉપરાંત વિદેશમાં પણ અપાર તકો રહેલી છે. નર્સની માંગ વિદેશમાં ખૂબ હોવાથી આ કોર્સ હંમેશા સારો ઓપ્શન છે.

    GSEB HSC Result 2022 બી ગ્રુપ માટે કેલાટ ઓપ્શન (B Group) 

    બી ગ્રુપના વિદ્યાર્થીઓ માટે કેટલાક અલગ કોર્સ છે. આ કોર્સમાં ડિપ્લોમા ઇન મેડિકલ લેબોરેટરી ટેકનૉલૉજી, ઓક્યુપેશનલ થેરાપી, બીએસસી મેડિકલ લેબ ટેકનૉલૉજી, બીએસસી રેડિયોલોજીના કોર્સ કરી શકાય છે. નર્સિંગ ડિપ્લોમાં (Nursing) : બહેનો માટે નર્સિગ ડિપ્લોમાંનો ઓપ્શન ખુલ્લો છે. આ કોર્સ પછી દેશમાં ઉપરાંત વિદેશમાં પણ અપાર તકો રહેલી છે. નર્સની માંગ વિદેશમાં ખૂબ હોવાથી આ કોર્સ હંમેશા સારો ઓપ્શન છે.

    આ પણ વાંચો : GSEB HSC Result: કાલે જાહેર થશે 12 સાયન્સનું પરિણામ, જાણો કેવી રીતે કરશો માર્કશીટ ડાઉનલોડ

    GSEB HSC Result 2022 બી ગ્રુપ માટે કેલાટ ઓપ્શન (B Group)

    બી ગ્રુપના વિદ્યાર્થીઓ માટે કેટલાક અલગ કોર્સ છે. આ કોર્સમાં ડિપ્લોમા ઇન મેડિકલ લેબોરેટરી ટેકનૉલૉજી, ઓક્યુપેશનલ થેરાપી, બીએસસી મેડિકલ લેબ ટેકનૉલૉજી, બીએસસી રેડિયોલોજીના કોર્સ કરી શકાય છે.

    GSEB HSC Result 2022 PTC

    ધોરણ 12 પછી પીટીસીનો અભ્યાસક્રમ એવરગ્રીન છે. આ કોર્સ કરી અને TAT પાસ કરી ધોરણ 5-8ના વિદ્યાર્થીઓ માટે વિજ્ઞાન-ગણિતના શિક્ષક બનવાની તક છે. આના વિશે વધુ માહિતી Www.ptcgujarat.org, www.gujarateducation.gov.in પરથી મળશે.
    Published by:Jay Mishra
    First published:

    Tags: GSEB, GSEB Results 2022, Gujarat Board Results

    આગામી સમાચાર