GSC બેંકમાં 76 જગ્યાઓ ભરવાની છે, અહીંયા જુઓ તમામ વિગતો

પ્રતીકાત્મક તસવીર: Shutterstock

GSC bank recruitment 2021 : જીએસસી બેંકમાં નોકરી કરવાની સૂવર્ણ તક છે. જીએસસી બેંકમાં 76 જગ્યા ભરવાની જાહેરાત આપવામાં આવી છે.

  • Share this:
    અમદાવાદ: ધ ગુજરાત સ્ટેટ કો-ઓપરેટીવ બેંક લિમીટેડ (The Gujarat state c0-op. Bank Ltd)- જીએસસી બેંકમાં (GSc bank) નોકરી કરવાની સૂવર્ણ તક છે. જીએસસી બેંકમાં 76 જગ્યા ભરવાની જાહેરાત આપવામાં આવી છે. જેના માટે બેંકે જણાવ્યા પ્રમાણે, યુવાન, ઉત્સાહી વ્યક્તિઓની જરૂર છે.

    ભરતી માટે જગ્યાની સંપૂર્ણ માહિતી



















































    જગ્યાની વિગત સંખ્યા
    જનરલ મેનેજર 1
    જનરલ મેનેજર (આઈટી) 1
    ડે. જનરલ મેનેજર 3
    આસિસ્ટન્ટ જનરલ મેનેજર 2
    આસિસ્ટન્ટ જનરલ મેનેજર (આઈટી) 1
    મેનેજર 13
    મેનેજર (આઈટી) 5
    આસિસ્ટન્ટ મેનેજર 6

    આસિસ્ટન્ટ મેનેજર (આઈટી)
    4
    સિનિયર ઓફિસર 30
    સિનિયર ઓફિસર (આઈટી) 10

    મહત્વપૂર્ણ તારીખ

    ઉપરોક્ત પોસ્ટ માટે અરજી કરવાની છેલ્લી તારીખ 18 સપ્ટેમ્બર 2021 છે. તમામ વિગતો અહીં જુઓ

    પોસ્ટ માટેની લાયકાત અહીં જુઓ


    જો તમે GSC બેંકની પોસ્ટ માટે અરજી કરવા માંગો છો, તો આ અંગેની વધારે જાણકારી બેંકની અધિકૃત વેબસાઇટ https://gscbank.co.in/ પરથી મેળવી શકો છો.

    વય મર્યાદા

    • જનરલ મેનેજર અને ડે. જનરલ મેનેજર - વય મર્યાદા 50 વર્ષથી વધુ નહીં.

    • આસિસ્ટન્ટ જનરલ મેનેજર - 45 વર્ષથી વધુ નહીં

    • મેનેજર અને આસિસ્ટન્ટ મેનજર - વય મર્યાદા 40 વર્ષથી વધુ નહી.

    • સિનિયર ઓફિસર - વય મર્યાદા 40થી વધુ નહીં


    પસંદગી કેવી રીતે થશે (Selection process)

    • આ તમામ પોસ્ટ માટે કોમ્પ્યુટરનું બેઝિક જ્ઞાન હોવું જરૂરી છે.

    •  સારા ક્વોલિફાઇડ અને અનુભવવાળા ઉમેદવારોને છૂટ આપવામાં આવી શકે છે. MBA, CA, CAIIBની ડિગ્રી ધરાવતા ઉમેદવારોને પહેલા પ્રાથમિકતા આપવામાં આવશે.

    • આ માટે યોગ્ય ઉમેદવારોએ આ અંગેના ફોર્મ અને જરૂરી માહિતી ભરવાની રહેશે.

    • એકથી પાંચની પોસ્ટ માટે ઉમેદવારોએ ઇન્ટરવ્યૂ આપવાનો રહેશે.

    • છથી 11ની પોસ્ટ માટે યોગ્ય ઉમેદવારોએ લેખિક પરીક્ષા અને ઇન્ટરવ્યૂ બંને આપવાના રહેશે.

    • પસંદગી કરાયેલા ઉમેદવારોને અલગથી જાણ કરવામાં આવશે.


    અરજી કરવાનું સરનામું


    અહીં કરો અરજી

    18 સપ્ટેમ્બર સુધીમાં આ સરનામા પર તમારા બાયોડેટા સાથે અરજી કરરવાની રહેશે.

    The Chief Executive Officer,
    The Gujarat state c0-op. Bank Ltd,
    SARDAR VALLABHBHAI PATEL SAHAKAR BHAVAN
    NR. Shastrinagar BRTS Bus Stop,
    Ankur road, Naranpura,
    Ahmedabad – 380013

    એડીસી બેંકમાં 114 પદો માટે ભરતી

    અમદાવાદ ડિસ્ટ્રિક્ટ કો ઓપરેટીવ બેંકમાં (Ahmedabad District Co Operative Bank ltd recruitment 2021) અલગ અલગ જગ્યાઓ પર 114 પદો પર ભરતી કરવાની જાહેરાત બહાર પાડવામાં આવી છે. આ અંગેની વધુ માહિતી અહીં ક્લિક કરીને મેળવો. અરજી કરવાની છેલ્લી તારીખ 18 સપ્ટેમ્બર 2021 છે.
    Published by:Kaushal Pancholi
    First published: