Home /News /career /GPSSB Recruitment 2022 : પંચાયત સેવા પસંદગી મંડળની 3137 જગ્યાની ભરતી, આજથી ફોર્મ ભરાવવાની શરૂઆત, અહીંથી કરો અરજી

GPSSB Recruitment 2022 : પંચાયત સેવા પસંદગી મંડળની 3137 જગ્યાની ભરતી, આજથી ફોર્મ ભરાવવાની શરૂઆત, અહીંથી કરો અરજી

GPSSB Recruitment 2022 : ગુજરાત પંચાયત સેવા પસંદગી મંડળની ભરતી, અહીંથી કરો અરજી

GPSSB Recruitment 2022 : ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ (GPSSB) દ્વારા 3137 ફિમેલ હેલ્થ વર્કરની ભરતીનું નોટિફીકેશન (Female Health Worker) બહાર પાડ્યું હતું. આજથી આ નોકરીના ફોર્મ ભરાવવાની શરૂઆત થઈ છે.

    GPSSB Recruitment 2022: રાજ્યમાં ગુજરાત પંચાયત સેવા પસંદગી મંડળ (GPSSSB) દ્વારા વધુ એક ભરતી બહાર પાડવામાં આવી છે. પંચાયત સેવા પસંદગી સેવા મંડળ દ્વારા વર્ગ- સંવર્ગની ફિમેલ હેલ્થ વર્કરની ખાલી (GPSSB Female Health worker Recruitment) 3137 જગ્યા માટે ભરતી બહાર પાડવામાં આવી છે. આ ભરતીનું નોટિફીકેશન પંચાયત સેવા પસંદગી મંડળની વેબસાઈટ પર અપલોડ કરી દેવામાં આવ્યું છે. આજે 26મી એપ્રિલથી આ નોકરીઓ માટે ઓનલાઈન અરજી કરવાની શરૂઆત થઈ છે, રસ ધરાવતા ઉમેદવારો અહીંયા આપવામાં આવેલી લિંક દ્વારા અરજી કરી શકો છો.

    રસ ધરાવતા ઉમેદવારો અહીંયા આપવામાં આવેલી લિંક દ્વારા (GPSSB Female Health worker Recruitment Online Application) ઓનલાઈન એપ્લિકેશન કરી શકે છે. ઓનલાઈન એપ્લિકેશન કરવાની અંતિમ તારીખ 10-5-2022 છે. આ નોકરી માટે અરજી કરતા પહેલાં લાયકાત અને શૈક્ષણિક ધારાધોરણો ખાસ ચકાસવા

    GPSSB Recruitment 2022: ખાલી જગ્યા

    આ ભરતીની 3137 ખાલી જગ્યાઓ પૈકીની અમદાવાદમાં 96, અમરેલીમાં 84, આણંદમાં 82, અરવ્લીમાં 68, બનાસકાંઠઆમાં 276, ભરૂચમાં 86, ભાવનગરમાં 97, બોટાદમાં 44, છોટાઉદેપુરમાં 93, દાહોદમાં 256, દેવભૂમિ દ્વારકામાં 71, ડાંગમાં 21, ગાંધીનગરમાં 41, ગીર સોમનાથમાં 56, જામનગરમાં 80, જૂનાગઢમાં 77, કચ્છમાં 153, ખેડામાં 106, મહીસાગરમાં 54

    મોરબીમીમાં 96, મહેસાણામાં 90, નર્મદામાં 50, નવસારીમાં 90, પંચમહાલમાં 92, પાટણમાં 133, પોરબંદરમાં 21, રાજકોટમાં 129, સાબરકાંઠામાં 84, સુરતમાં 97, સુરેન્દ્રનગરમાં 126, તાપીમાં 100, વડોદરામાં 80, વલસાડમાં 110 છે.

    આ પણ વાંચો : BSF Recruitment 2022: BSFમાં ગ્રુપ બીની 90 જગ્યા માટે ભરતી, 1,40,000 સુધી મળશે પગાર, અહીંથી કરો અરજી

    GPSSB Recruitment 2022: શૈક્ષણિક લાયકાત

    ફિમેલ હેલ્થ વર્કરની ભરતી માટે 18-41 વર્ષની ઉમેદવારો (અનામતની છૂટ સાથે) ફિમેલ હેલ્થ વર્કરનો સર્ટિફિકેટ બેઝિક કોર્સ સરકારી માન્ય સંસ્થામાંથી કરેલો હોવો જોઈએ. અથવા તો માન્યતા પ્રાપ્ત સંસ્થામાંથી મીડવાઈફનો કોર્સ કર્યો હોવો જોઈએ. આ ઉપરાંત સીસીસી અને ડે ડીઓઈએસીસીનો કોર્સ કર્યો હોવો જોઈએ.

    નોકરીની ટૂંકી વિગતો
    જગ્યા3137
    શૈક્ષણિક લાયકાતફિમેલ હેલ્થ વર્કરનો સર્ટિફિકેટ બેઝિક કોર્સ સરકારી માન્ય સંસ્થામાંથી કરેલો હોવો જોઈએ. અથવા તો માન્યતા પ્રાપ્ત સંસ્થામાંથી મીડવાઈફનો કોર્સ
    પસંદગી પ્રક્રિયાસ્પર્ધાત્મક પરીક્ષા દ્વારા
    અરજી ફી100 રૂપિયા
    અરજી કરવાની અંતિમ તારીખ10-5-2022
    ભરતીની જાહેરાત જોવા માટેઅહીંયા ક્લિક કરો
    ઓનલાઈન અરજી કરવા માટેઅહીંયા ક્લિકલ કરો



    GPSSB Recruitment 2022: પગાર ધોરણ

    આ નોકરીમાં પસંદ થનારી ઉમેદવારોને પ્રથમ પાંચ વર્ષ ફિક્સ પગારમાં નોકરી કરવાની રહેશે. પ્રથમ પાંચ વર્ષ માટે આ નોકરીનો ફિક્સ પગાર 19,950 રૂપિયા મળવા પાત્ર થશે.
    " isDesktop="true" id="1203086" >

    GPSSB Recruitment 2022: પસંદગી પ્રક્રિયા

    આ નોકરીની પસંદગી લેખિત પરીક્ષા દ્વારા થશે. આ લેખિત પરીક્ષામાં હેતુલક્ષણી પ્રશ્નો પૂછાશે. જેમાં જનરલ નોલેજ અને જનલર અવેરનેસના 20 માર્ક્સના પ્રશ્નો, ગુજરાત ભાષા અને ગ્રામરના 15 માર્ક્સના પ્રશ્નો, ઈન્ગલિશ ગ્રામરના 15 માર્ક્સના પ્રશ્નો, વિષયને લગતા 50 માર્ક્સના પ્રશઅનો પૂછાશે. 100 માર્ક્સનું પેપર 60 મિનિટમાં સમાપ્ત કરવાનું રહેશે.

    આ પણ વાંચો : BARC Recruitment 2022: ભાભા એટોમીક રિસર્ચ સેન્ટરમાં 266 જગ્યાની ભરતી, અહીંથી કરો અરજી

    GPSSB Recruitment 2022: અરજી ફી

    આ નોકરી માટે અરજી ફી 100 રૂપિયા રાખવામાં આવી છે. ઉમેદાવરો અહીંયાથી અથવા તો ઓજસ પર જઈને 26-4-2022થી બપોરે 1.00 વાગ્યાથી 10-5-2022 સુધી અરજી કરી શકશે.
    Published by:Jay Mishra
    First published:

    Tags: Jobs and Career, Jobs Exams, Sarkari Naukri, કેરિયર

    विज्ञापन

    ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

    વધુ વાંચો
    विज्ञापन
    विज्ञापन
    विज्ञापन