GPSSB Recruitment 2022: ગ્રામ સેવકની 1571 અને મુખ્ય સેવિકાની 225 જગ્યા માટે ભરતી, અહીંથી કરો અરજી
GPSSB Recruitment 2022: ગ્રામ સેવકની 1571 અને મુખ્ય સેવિકાની 225 જગ્યા માટે ભરતી, અહીંથી કરો અરજી
GPSSB Recruitment : ગુજરાત પંચાયત સેવા પસંદગી મંડળની ભરતી, 1571 ગ્રામ સેવક અને 225 મુખ્ય સેવિકાની ભરતી
GPSSB Recruitment 2022 : ગુજરાત પંચાયત સેવા પસંદગી મંડળ (GPSSB) દ્વારા મુખ્ય સેવિકાની 225 અને ગ્રામ સેવકની 1571 જગ્યા પર ભરતી બહાર પાડવામાં આવી હતી. આ નોકરી માટે ઓનલાઈન અરજી કરવાની આજે અંતિમ તારીખ છે. રસ ધરાવતા ઉમેદવારો અહીંથી અરજી કરી શકે છે.
GPSSB Recruitment 2022:ગુજરાત પંચાયત સેવા પસંદગી મંડળ (GPSSB) દ્વારા વધુ એક બમ્બર ભરતી બહાર પાડવામાં આવી છે. પંચાયત સેવા પસંદગી મંડળ દ્વારા ગ્રામ સેવકની (Gram Sevak) વર્ગ-3ની 1571 જગ્યા અને મુખ્ય સેવિકાની (Mukhya Sevika) વર્ગ-3ની 225 જગ્યાઓ માટે ભરતીનું નોટિફીકેશન (GPSSB Recruitment 2022) બહાર પાડવામાં આવ્યું છે. આ ભરતી માટે ઓનલાઇન અરજી કરવાની આજે અંતિમ તારીખ છે. ઉમેદવારો અહીંયા આપવામાં આવેલી લિંકના માધ્યમથી ઓનલાઇન અરજી કરી શકે છે. આ બંને નોકરી માટે ફી ભરવાની અંતિમ તારીખ 19-4-2022 છે.
GPSSB Recruitment 2022 મુખ્ય સેવિકાની શૈક્ષણિક લાયકાત
મુખ્ય સેવિકાની ભરતી માટે મહિલા ઉમેદવારો જેમની પાસે હોમ સાયન્સ, ચાઇલ્ડ ડેવલપમેન્ટ અથવા ન્યૂટ્રીશિયનમાં અથવા સોશિયલોજીમાં બેચલર્સ અથવા માસ્ટર્સની ડિગ્રી હોય તે અરજી કરી શકે છે.
ગ્રામ સેવક માટે બેચલર ઓફ રૂરલ સ્ટડીઝ, બી.એસ.સી હોર્ટિકલ્ચર, ડિપ્લોમાં ઇન એગ્રીકલ્ચર, હોર્ટિકલ્ચર અથવા એગ્રીકલ્ચર એન્જિનિયરીંગ કરેલું હોવું અનિવાર્ય છે.
નોકરીની ટૂંકી વિગતો
જગ્યા
225
શૈક્ષણિક લાયકાત
સાયન્સ, ચાઇલ્ડ ડેવલપમેન્ટ અથવા ન્યૂટ્રીશિયનમાં અથવા સોશિયલોજીમાં બેચલર્સ અથવા માસ્ટર્સની ડિગ્રી
ઉમેદવારોઅ અહીંયા આપવામાં આવેલી લિંકના માધ્યમથી ઓજસ પરથી 100 રૂપિયા ફી ભરી અને ઓનલાઇન અરજી કરવાની રહેશે. અરજી કરવા માટે ઓનલાઇન બેન્કિંગ અથવા ચલણનો ઉપયોગ કરી શકાશે.
GPSSB Recruitment મુખ્ય સેવિકાની પરીક્ષા
મુખ્ય સેવિકાની પરીક્ષામાં 150 માર્ક્સની પરીક્ષા લેવાશે. આ પરીક્ષામાં 35 માર્ક્સનું જનરલ નોલેજ, 20 માર્ક્સનું ગુજરાતી ગ્રામર અને ગુજરાતી ભાષા, 20 માર્ક્સનું અંગ્રેજી ગ્રામર અને ભાષા, 75 માર્ક્સના વિષયને લગતા સવાલો પૂછાશે. આ પેપર 90 મિનિટનું રહેશે અને હેતુલક્ષી પ્રશ્નપત્રો એમાં પૂછાશે.
Published by:Jay Mishra
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર