Home /News /career /

GPSSB Recruitment 2022: ગ્રામ સેવકની 1571 અને મુખ્ય સેવિકાની 225 જગ્યા માટે ભરતી, અહીંથી કરો અરજી

GPSSB Recruitment 2022: ગ્રામ સેવકની 1571 અને મુખ્ય સેવિકાની 225 જગ્યા માટે ભરતી, અહીંથી કરો અરજી

GPSSB Recruitment : ગુજરાત પંચાયત સેવા પસંદગી મંડળની ભરતી, અહીંથી કરો અરજી

GPSSB Recruitment 2022: ગુજરાત પંચાયત સેવા પસંદગી મંડળ (GPSSB) દ્વારા ગ્રામ સેવક (Gram Sevak) અને મુખ્ય સેવિકા (Mukhya Sevika)ની ભરતીનું નોટિફીકેશન બહાર પાડવામાં આવ્યું છે. ઉમેદવારો અહીંયા આપવામાં આવેલી લિંક દ્વારા અરજી કરી શકે છે.

વધુ જુઓ ...
    GPSSB Recruitment 2022:ગુજરાત પંચાયત સેવા પસંદગી મંડળ (GPSSB) દ્વારા વધુ એક બમ્બર ભરતી બહાર પાડવામાં આવી છે. પંચાયત સેવા પસંદગી મંડળ દ્વારા ગ્રામ સેવકની (Gram Sevak) વર્ગ-3ની 1571 જગ્યા અને મુખ્ય સેવિકાની (Mukhya Sevika) વર્ગ-3ની 225 જગ્યાઓ માટે ભરતીનું નોટિફીકેશન (GPSSB Recruitment 2022) બહાર પાડવામાં આવ્યું છે. આ ભરતી માટે ઓનલાઇન અરજી કરવાની શરૂઆત 30-3-2022ના રોજ બપોરે 13.00 વાગ્યાથી થશે. મુખ્ય સેવિકાની ભરતી માટે ઉમેદવારો આાગમી 15-4-4-2022 સુધી આ ભરતીઓની ઓનલાઇન એપ્લિકેશન કરી શકે છે. જ્યારે કે ગ્રામ સેવકની ભરતી માટે ઉમેદવારો 19-4-2022 સુધી અરજી કરી શકે છે.

    GPSSB Recruitment 2022 મુખ્ય સેવિકાની ખાલી જગ્યા

    રાજ્યમાં મુખ્ય સેવિકાની 225 ખાલી જગ્યાઓ છે જે પૈકીની અમદાવાદમાં 03, અમરેલીમાં 10, આણંગમાં 19, અરવલ્લીમાં 06, બનાસકાંઠામાં 25, ભરૂચમાં 06, ભાવનગરમાં 15, બોટાદમાં 02, છોટાઉદેપુરમાં 02, દાહોદમાં 18, દેવભૂમિ દ્વારકામાં 03, ડાંગમાં 09, ગાંધીનગરમાં 00, ગીરસોમનાથમાં 03, જામનગરમાં 07, જૂનાગઢમાં 06, કચ્છમાં 13, ખેડામાં 07, મહેસાણામાં 01, મોરબીમાં 01. નર્મદામાં 06, નવસારીમાં 06, પંચમહાલમાં 05, પોરબંદરમાં 02, રાજકોટમાં 09, સાબરકાંઠામાં 05, સુરતમાં 09, સુરેન્દ્રનગરમાં 08, તાપીમાં 07, વડોદરામાં 03, વલસાડમાં 08 જગ્યા ખાલી છે. કુલ 225 જગ્યા પર ભરતી છે.

    આ પણ વાંચો :   ESIC Recruitment : ESICમાં 93 SSOની ભરતી, 1.42 લાખ સુધી મળશે પગાર, અહીંથી કરો અરજી

    GPSSB Recruitment 2022 ગ્રામ સેવકની 1571 જગ્યાઓ

    ગ્રામ સેવકની અમદાવાદમાં 69, અમરેલીમાં 45, આણંદમાં 80, અરવલ્લીમાં 47, બનાસકાંઠામાં 86, ભરૂચમાં 66, ભાવનગરમાં 14, બોટાદમાં 10, છોટાઉદેપુરમાં 34, દાહોદમાં 50, દેવભૂમિ દ્વારકામાં 14, ડાંગમાં 11, ગાંધીનગરમાં 50, ગીર સોમનાથમાં 38, જામનગરમાં 16, જૂનાગઢમાં 37, કચ્છમાં 83, ખેડામાં 87, મહીસાગરમા 27, મહેસાણામાં 44, મોરબીમાં 27, નર્મદામાં 19, નવસારીમાં 80, પંચમહાલમાં 39, પાટણમાં 69, પોરબંદરમાં 17, રાજકોટમાં 52, સાબરકાંઠામાં 37, સુરતમાં 85, સુરેન્દ્રનગરમાં 55, તાપીમાં 63, વડોદરામાં 58, વલસાડમાં 82 મળીને કુલ 1571 જગ્યા ખાલી છે.

    GPSSB Recruitment 2022 મુખ્ય સેવિકાની શૈક્ષણિક લાયકાત

    મુખ્ય સેવિકાની ભરતી માટે મહિલા ઉમેદવારો જેમની પાસે હોમ સાયન્સ, ચાઇલ્ડ ડેવલપમેન્ટ અથવા ન્યૂટ્રીશિયનમાં અથવા સોશિયલોજીમાં બેચલર્સ અથવા માસ્ટર્સની ડિગ્રી હોય તે અરજી કરી શકે છે.

    નોકરીની ટૂંકી વિગતો







































    જગ્યા1571+225
    શૈક્ષણિક લાયકાતબંને પોસ્ટ માટે અલગ અલગ
    પસંદગી પ્રક્રિયા સ્પર્ધાત્મક પરીક્ષા દ્વારા
    અરજી ફી100 રૂપિયા
    ગ્રામ સેવકની ભરતી માટે અરજી કરવાની અંમિત તારીખ19-4-2022
    મુખ્ય સેવિકાની ભરતી માટે અરજી કરવાની અંતિમ તારીખ15-4-2022
    ગ્રામ સેવકની ભરતીની જાહેરાત જોવા માટેઅહીંયા ક્લિક કરો
    મુખ્ય સેવિકાની ભરતીની જાહેરાત જોવા માટેઅહીંયા ક્લિક કરો
    ઓનલાઇન અરજી કરવા માટેઅહીંયા ક્લિક કરો

    GPSSB Recruitment 2022 ગ્રામ સેવક શૈક્ષણિક લાયકાત

    ગ્રામ સેવક માટે બેચલર ઓફ રૂરલ સ્ટડીઝ, બી.એસ.સી હોર્ટિકલ્ચર, ડિપ્લોમાં ઇન એગ્રીકલ્ચર, હોર્ટિકલ્ચર અથવા એગ્રીકલ્ચર એન્જિનિયરીંગ કરેલું હોવું અનિવાર્ય છે.

    GPSSB Recruitment 2022 પસંદગી પ્રક્રિયા

    આ નોકરીઓ માટે ઉમેદવારોની પસંદગી સ્પર્ધાત્મક પરીક્ષાના આધારે પસંદગી કરવામાં આવશે. ઉમેદવારો આના માટે બંને ભરતીના નોટિફીકેશન વાંચવાના રહેશે.

    આ પણ વાંચો : Navy Recruitment : નેવીમાં SSRની 2500 જગ્યા માટે ભરતી, અહીંથી સીધા કરો અરજી

    GPSSB Recruitment 2022 અરજી ફી

    ઉમેદવારોઅ અહીંયા આપવામાં આવેલી લિંકના માધ્યમથી ઓજસ પરથી 100 રૂપિયા ફી ભરી અને ઓનલાઇન અરજી કરવાની રહેશે. અરજી કરવા માટે ઓનલાઇન બેન્કિંગ અથવા ચલણનો ઉપયોગ કરી શકાશે.
    Published by:Jay Mishra
    First published:

    Tags: GPSSB, Jobs and Career, Sarkari Naukri, કેરિયર

    આગામી સમાચાર