GPSSB Recruitment 2022: જુનિયર ક્લાર્કની 1181 જગ્યા માટે ભરતી, અરજી કરવાની અંતિમ તારીખ નજીક
GPSSB Recruitment 2022: જુનિયર ક્લાર્કની 1181 જગ્યા માટે ભરતી, અરજી કરવાની અંતિમ તારીખ નજીક
ગુજરાત પંચાયત સેવા પસંદગી મંડળની 1181 જુનિયર ક્લાર્કની ભરતી, અહીંયા આપવામાં આવેલી લિંકથી કરો અરજી
GPSSB Recruitment 2022: ગુજરાતમાં સરકારી નોકરીની મોસમ ખીલી છે. ખાસ કરીને પંચાયત સેવા પસંદગી મંડળ દ્વારા એક પછી એક નોકરીની જાહેરાતો બહાર પાડવામાં આવી રહી છે ત્યારે આ ભરતીમાં અરજી કરવા માંગતા ઉમેદવારો માટે અહીયા સુવર્ણ તક છે
GPSSB Recruitment 2022: ગુજરાત પંચાયત સેવા પસંદગી મંડળ ગાંધીનગર દ્વારા પંચાયત સેવાની જુનિયર કલાર્ક (વહિવટ/હિસાબ) (વર્ગ-3) સંવર્ગની ખાલી જગ્યાઓ પર ભરતી બહાર પાડવામાં આવી છે. રાજ્યના વિવિધ જિલ્લામાં કુલ 1181 જુનિયર ક્લાર્કની જગ્યા આ ભરતી દ્વારા ભરવામાં આવશે. જુનિયર ક્લાર્કની ભરતી માટે સરકારે કાલે નોટિફીકેશન બહાર પાડ્યું છે (GPSSB Recruitment 2022 Junior clerk Notification). આ ભરતી માટે ઉમેદવારો 8 માર્ચ 2022 સુધી ઓનલાઇન અરજી કરી શકશે. (GPSSB Recruitment 2022 Junior clerk online Application). ઉમેદવારો ઓનલાઇન એપ્લિકેશ કરી અને 10-3-2022 સુધી અહીંયા આપવામાં આવેલી લિંકના માધ્યમથી ઓનલાઇન ફી ભરી શકે છે. ઓનલાઇન અરજી કરવા માટે હવે એક સપ્તાહનો સમય બચ્યો છે.
ધોરણ. 12માં ગણિત અથવા કો એકાઉન્ટ વિષય સાથે પાસ થનારા વિદ્યાર્થીઓ માટે આ હિસાબી ક્લાર્કની ભરતી બહાર પાડવામાં આવી છે. ઉમેદવારો અહીંયા નીચે ટેબલ પર આપવામાં આવેલી માહિતીના આધારે અરજી કરી શકે છે.
GPSSB Recruitment 2022: ક્યા જિલ્લામાં કેટલી જગ્યા છે ખાલી
જુનિયર ક્લાર્ક/એકાઉન્ટ વિભાગની ભરતી માટે ઉમેદવારની ઉંમર 36 વર્ષથી વધુ ન હોવી જોઈએ જ્યારે કે તેણે ધો.12 પાસ માન્યતા પ્રાપ્ બોર્ડમાંથી ગણિત અથવા એકાઉન્ટ વિષય સાથે પાસ કર્યુ હોવું જોઈએ. ઉંમરની મર્યાદામાં છૂટછાટ સરકારના અનામતના નિયમો મુજબ લાગુ પડશે.
આ નોકરી માટે ઉમેદવારો પસંદગી હેતુલક્ષી પ્રશ્નપત્ર આધારિત ફક્ત એક પરીક્ષઆના આધારે કરવામાં આવશે. જમાં કુલ 100 માર્ક્સના પ્રશ્નો પૂછાશે અને આ પ્રશ્નો 60 મીનીટના પેપરમાં પૂછવામાં આવશે. નોકરી માટે પરીક્ષામાં 50 માર્કનું જનરલ અવેરનેસ અને જનરલ નોલેજ, ગુજરાત લેંગ્વેજ અને ગ્રામર, ઇંગ્લિશન લેંગ્વેજ ગ્રામર, જનરલ મેથેમેટિક્સ એમ કુલ 100 માર્કસના પેપર પૂછવામાં આવશે. આ પ્રશ્ન પત્રમાં દર્શાવેલા પેપરનું સ્વરૂપ ઓ.એમ.આર. આધારિત રહેશે. દરેક ખોટા ગુણદીઠ માઇનસ 0.33 માર્ક્સ રાખવામાં આવશે.