Home /News /career /

GPSSB Recruitment 2022: પંચાયત સેવા મંડળની 1181 જુનિયર ક્લાર્કની ભરતી, રૂ. 19,950 પગાર મળશે

GPSSB Recruitment 2022: પંચાયત સેવા મંડળની 1181 જુનિયર ક્લાર્કની ભરતી, રૂ. 19,950 પગાર મળશે

GPSSB Junior Clerk Recruitment 2022 : ગુજરાત પચાયત સેવા પસંદગી મંડળ દ્વારા જુનિયર ક્લાર્કની ભરતી, અહીંયા આપવામાં આવેલી લિંક પરથી કરો અરજી

GPSSB Recruitment 2022: ગુજરાત પંચાયત સેવા મંડળ દ્વારા રાજ્યમાં જુનિયર ક્લાર્ક (GPSSB Junior Clerk)ની ભરતી બહાર પાડવામાં આવી છે. યોગ્યતા ધરાવતા ઉમેદવારો અહીંયા આપવામા આવેલી એપ્લિકેશનના આધારે સીધા અરજી કરી શકે છે.

    GPSSB Recruitment 2022: ગુજરાત પંચાયત સેવા પસંદગી મંડળ ગાંધીનગર દ્વારા પંચાયત સેવાની જુનિયર કલાર્ક (વહિવટ/હિસાબ) (વર્ગ-3) સંવર્ગની ખાલી જગ્યાઓ પર ભરતી બહાર પાડવામાં આવી છે. રાજ્યના વિવિધ જિલ્લામાં કુલ 1181 જુનિયર ક્લાર્કની જગ્યા આ ભરતી દ્વારા ભરવામાં આવશે. જુનિયર ક્લાર્કની ભરતી માટે સરકારે કાલે નોટિફીકેશન બહાર પાડ્યું છે (GPSSB Recruitment 2022 Junior clerk Notification). આ ભરતી માટે ઉમેદવારો વેબસાઇટ પર 18-02-2022થી 8 માર્ચ 2022ના રોજ સુધી કરી શકાશે (GPSSB Recruitment 2022 Junior clerk online Application). ઉમેદવારો ઓનલાઇન એપ્લિકેશ કરી અને 10-3-2022 સુધી અહીંયા આપવામાં આવેલી લિંકના માધ્યમથી ઓનલાઇન ફી ભરી શકે છે.

    GPSSB Recruitment 2022: ખાલી જગ્યા

    આ ભરતી પ્રક્રિયામાં અમદાવાદ જિલ્લામાં 40, અમરેલીમાં 58, આણંદમાં 30, અરવલ્લીમાં 24, બનાસકાંઠામાં 51, ભરૂચમાં 53, ભાવનગરમાં 47, બોટાદમાં 18, છોટાઉદેપુરમાં 24, દાહોદમાં 41, દેવભૂમિ દ્વારકામાં 24, ડાંગમાં 14, ગાંધીનગરમાં 21, ગીરસોમનાથમાં 21, જામનગગરમાં 33, દૂનાગઢમાં 47, કચ્છમાં 59, ખેડામાં 38, મહીસાગરમાં 24, મહેસાણામાં 61,
    મોરબીમાં 24, મહેસાણામાં 61, મોરબીમાં 24, નર્મદામાં 22, નવસારીમાં 28, પંચમહાલમાં 38પાટણમાં 36, પોરબંદરમાં 17, રાજકોટમાં 52, સાબરકાંઠામાં 38, સુરતમાં 39, સુરેન્દ્રનગરમાં 50, તાપીમાં 30, વડોદરામાં 36, વલસાડમાં 43, કુલ 1181 જગ્યા પર ભરતી બહાર પાડવામાં આવી છે.

    આ પણ વાંચો : સરકારી નોકરી : RBIમાં આસિસ્ટન્ટની 950 જગ્યાઓ પર થશે ભરતી, જાણો કેવી રીતે થશે અરજી

    GPSSB Recruitment 2022: શૈક્ષણિક લાયકાત

    જુનિયર ક્લાર્ક/એકાઉન્ટ વિભાગની ભરતી માટે ઉમેદવારની ઉંમર 36 વર્ષથી વધુ ન હોવી જોઈએ જ્યારે કે તેણે ધો.12 પાસ માન્યતા પ્રાપ્ બોર્ડમાંથી ગણિત અથવા એકાઉન્ટ વિષય સાથે પાસ કર્યુ હોવું જોઈએ. ઉંમરની મર્યાદામાં છૂટછાટ સરકારના અનામતના નિયમો મુજબ લાગુ પડશે.

    નોકરીની ટૂંકી વિગતો































    જગ્યા1181
    શૈક્ષણિક લાયકાતગણિત અથવા એકાઉન્ટ વિષય સાથે ધો.12 પાસ
    પસંદગી પ્રક્રિયાસ્પર્ધાત્મક પરીક્ષા દ્વારા
    અરજી કરવાની અંતિમ તારીખ8-3-2022
    અરજી ફી100 રૂપિયા
    ભરતીની જાહેરાત જોવા માટેઅહીંયા ક્લિક કરો
    ઓનલાઇન અરજી કરવા માટેઅહીંયા ક્લિક કરો



    GPSSB Recruitment 2022: પસંદગી પ્રક્રિયા

    આ નોકરી માટે ઉમેદવારો પસંદગી હેતુલક્ષી પ્રશ્નપત્ર આધારિત ફક્ત એક પરીક્ષઆના આધારે કરવામાં આવશે. જમાં કુલ 100 માર્ક્સના પ્રશ્નો પૂછાશે અને આ પ્રશ્નો 60 મીનીટના પેપરમાં પૂછવામાં આવશે. નોકરી માટે પરીક્ષામાં 50 માર્કનું જનરલ અવેરનેસ અને જનરલ નોલેજ, ગુજરાત લેંગ્વેજ અને ગ્રામર, ઇંગ્લિશન લેંગ્વેજ ગ્રામર, જનરલ મેથેમેટિક્સ એમ કુલ 100 માર્કસના પેપર પૂછવામાં આવશે. આ પ્રશ્ન પત્રમાં દર્શાવેલા પેપરનું સ્વરૂપ ઓ.એમ.આર. આધારિત રહેશે. દરેક ખોટા ગુણદીઠ માઇનસ 0.33 માર્ક્સ રાખવામાં આવશે.

    આ પણ વાંચો : GPSSB Recruitment 2022: પંચાયત સેવા મંડળની 254 જુનિયર ફાર્માસિસ્ટની ભરતી, 31340 રૂ. મળશે પગાર

    GPSSB Recruitment 2022 અરજી ફી

    આ નોકરી માટે ઉમેદવારોએ 100 રૂપિયા અરજી ફી ઓનલાઇન અરજી કર્યા બાદ ભરવાની રહેશે. અરજી કરવા માટે OJAS પરથી સીધી અરજી કરી શકાશે.
    Published by:Jay Mishra
    First published:

    Tags: Career and Jobs, GPSSB, Sarkari Naukri, કેરિયર

    આગામી સમાચાર