Home /News /career /

GPSSB Recruitment 2022: તલાટીની ભરતી માટે આવેદન અરજી કરવાની અંતિમ તક, અહીંથી ભરી શકાશે ફોર્મ

GPSSB Recruitment 2022: તલાટીની ભરતી માટે આવેદન અરજી કરવાની અંતિમ તક, અહીંથી ભરી શકાશે ફોર્મ

Talati cum Mantri Bharati 2022 : ગુજરાત પંચાયત સેવા પસંદગી મંડળની તલાટી કમ મંત્રીની ભરતીમાં 10 લાખથી વધુ ફોર્મ ભરાયા છે.

GPSSB Recruitment 2022: ગુજરાત પંચાયત સેવા પસંદગી મંડળ દ્વારા ગ્રામ પંચાયત સેક્રેટરી (Talati cum Mantri recruitment 2022)ની 3437 જગ્યા માટે ભરતી બહાર પાડવામાં આવી છે. આજે ફોર્મ ભરવાની અંતિમ તારીખ છે.

    GPSSB Recruitment 2022: ગુજરાત પંચાયત સેવા પસંદગી મંડળ દ્વારા ગ્રામ પંચાયત સેક્રેટરી (Talati cum Mantri recruitment 2022)ની 3437 જગ્યા માટે ભરતી બહાર પાડવામાં આવી છે. આ જગ્યા માટે   ફોર્મ ભરાવાનો આજે અંતિમ દિવસ છે.. ઉમેદવારો અહીંયા આપવામાં આવેલી લિંકના માધ્યમથી  17-2-2022ના રોજ રાત્રિના 23:59 કલાક સુધીમાં એટલે કે આજે રાત્રિ સુધી ઓનલાઇન અરજી (Talati Cum Mantri Online Application) કરી શકશે. આ સાથે આ ભરતી માટે ઓનલાઇન ફી ભરવાની 21-2-2022 છે.

    અગાઉ આ નોકરી માટે ભરતીની અરજી કરવાની અંતિમ તારીખ 15-2-2022 હતી પરંતુ હવે અરજી કરવાની અંતિમ તારીખ 17-2-2022 કરવામાં આવી છે જ્યારે અગાઉ ફી ભરવાની અંતિમ તારીખ 17-2-2022 હતી જે લંબાવી અને 21-2-2022 કરવામાં આવી છે.

    GPSSB Recruitment 2022 ખાલી જગ્યા: આ ભરતી માટે ખાલી કુલ 3437 જગ્યાઓ દરેક જિલ્લા મુજબ છે. જેમાં અમદાવાદમાં 105, અમરેલીમાં 205, આણંદમાં 125, અરવલ્લીમાં 41, બનાસકાંઠામાં 120, ભરૂચમાં 164, ભાવનગરમાં 208, બોટાદમાં 44, છોટાઉદેપુરમાં 85, દાહોદમાં 68, દેવભૂમિ દ્વારકામાં 75, ડાંગમાં 18, ગાંધીનગરમાં 23, ગીરસોમનાથ 93, જામનગરમાં 161, જૂનાગઢ 191, કચ્છણાં 159, ખેડામાં 126, મહીસાગરમા 48, મહેસાણામાં 152 જગ્યા

    મોરબીમાં 56, નર્મદામાં 96, નવસારીમાં 64, પંચમહાલમાં 99, પાટણમાં 118, પોરબંદરમાં 44, રાજકોટમાં 188, સાબરકાંઠામાં 42, સુરતમાં 90, સુરેન્દ્રનગરમાં 137, તાપીમાં61, વડોદરામાં 141, વલસાડમાં 90 જગ્યા મળી 3437 જગ્યા માટે ભરતી બહાર પડી છે.

    આ પણ વાંચો :  VMC Recruitment 2022 : વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશનમાં 1116 પોસ્ટ આવી ભરતી, આ રીતે કરો અરજી

    GPSSB Recruitment 2022: શૈક્ષણિક લાયકાત

    આ નોકરી માટે માન્યતા પ્રાપ્ત સંસ્થામાંથી સ્નાતક થયેલા ઉમેદવારો અરજી કરી શકે છે. ઓનલાઇન અરજી કરવા સમયે શૈક્ષણિક લાયકાત વગેરે ચેક કરી લેવી, અરજી કરવાની સાથે ઉમેદવારોએ પોતાની લાયકાત પણ ચકાસવી અરજી કરવાની ઉંમર અને મહત્તમ લાયકાતની ઉંમર 36 વર્ષ છે.

    નોકરીની ટૂંકી વિગતો



































    જગ્યા3437
    શૈક્ષણિક લાયકાતસ્નાતક
    પસંદગી પ્રક્રિયાસ્પર્ધાત્મક પરીક્ષા દ્વારા
    અરજી કરવાની ફી100 રૂપિયા
    અરજી કરવાની અંતિમ તારીખ17-2-2022
    ઓનલાઇન ફી ભરવાની અંતિમ તારીખ21-2-2022
    ભરતીની જાહેરાત જોવા માટેઅહીંયા ક્લિક કરો
    ઓનલાઇન અરજી કરવા માટેઅહીંયા ક્લિક કરો



    GPSSB Recruitment 2022: પગાર ધોરણ

    પસંદગી પામેલા ઉમેદવારોને પ્રથણ પાંચ વર્ષ માટે સરકારની જોગવાઈ મુજબ ફિક્સ 19950 રૂપિયા પ્રતિમાસ ફિક્સ પગાર આપવામાં આવશે. તેમજ અન્ય લાભો મળવા પાત્ર થશે.

    આ પણ વાંચો :  NEEPCO Recruitment 2022 : એપ્રેન્ટિસની 56 જગ્યા માટે ભરતી, રૂ.14877 મળશે સ્ટાઇપેન્ડ

    GPSSB Recruitment 2022: પસંદગી પ્રક્રિયા

    આ ભરતીમાં ઉમેદવારોની ભરતી લેખિત અને સ્પર્ધાત્મક પરીક્ષા પદ્ધતિથી કરવામાં આવશે જેમાં મેરિટના આધારે ઉમેદવારોની પસંદગી કરવામાં આવશે.

    GPSSB Recruitment 2022: ફી

    ઉમેદવારોએ અહીંયા આપવામાં આવેલી ઓજસની લિંક પરથી ફોર્મ અને ફી ભરવાની રહેશે. અરજી ફી રૂપિયા 100 રાખવામાં આવી છે.
    Published by:Jay Mishra
    First published:

    Tags: Jobs and Career, Sarkari Naukri, કેરિયર, તલાટી

    આગામી સમાચાર