GPSSB Recruitment 2022: ગુજરાત પંચાયત સેવા પસંદગી બોર્ડ (GPSSB) એ હેલ્થ વર્કરની (Health workers) જગ્યાઓ પર ભરતી માટે જાહેરનામું બહાર પાડ્યું છે. આ ભરતી પ્રક્રિયા દ્વારા મલ્ટીપર્પઝ હેલ્થ વર્કર (પુરુષ)ની કુલ 1,866 જગ્યાઓ ભરવામાં આવશે. ઉમેદવારો આ પોસ્ટ્સ માટે સત્તાવાર વેબસાઇટ ojas.gujarat.gov.in પર 16 મે 2022થી ઓનલાઇન અરજી કરી શકે છે.
GPSSB ભરતી 2022: મહત્વની તારીખો અરજીની શરૂઆત - 16 મે 2022 અરજી કરવાની છેલ્લી તારીખ - 31 મે 2022
GPSSB ભરતી 2022: શૈક્ષણિક લાયકાત
મલ્ટીપર્પઝ હેલ્થ વર્કરની પોસ્ટ માટે અરજી કરનારા ઉમેદવારો પાસે સરકાર દ્વારા માન્યતા પ્રાપ્ત શૈક્ષણિક સંસ્થામાંથી એક વર્ષનું બહુહેતુક આરોગ્ય કાર્યકર વેસિક કોર્સનું પ્રમાણપત્ર હોવું જોઈએ. આ સાથે ઉમેદવારોને ગુજરાતી અથવા હિન્દી અથવા બંનેનું પૂરતું જ્ઞાન હોવું જોઈએ. શૈક્ષણિક લાયકાત સંબંધિત વધુ વિગતો માટે ઉમેદવારો સત્તાવાર સૂચના જોઈ શકે છે.
મલ્ટીપર્પઝ હેલ્થ વર્કર (પુરુષ)
કુલ 1,866 જગ્યાઓ
અરજીની શરૂઆત
16 મે 2022
અરજી કરવાની છેલ્લી તારીખ
31 મે 2022
શૈક્ષણિક લાયકાત
સરકાર દ્વારા માન્યતા પ્રાપ્ત શૈક્ષણિક સંસ્થામાંથી એક વર્ષનું બહુહેતુક આરોગ્ય કાર્યકર વેસિક કોર્સનું પ્રમાણપત્ર હોવું જોઈએ. આ સાથે ઉમેદવારોને ગુજરાતી અથવા હિન્દી અથવા બંનેનું પૂરતું જ્ઞાન હોવું જોઈએ.
વય મર્યાદા
અરજી કરનાર ઉમેદવારોની લઘુત્તમ વય 18 વર્ષ અને મહત્તમ વય 34 વર્ષ હોવી જોઈએ.
પસંદગી પ્રક્રિયા?
GPSSB ભરતી 2022 માટે ઉમેદવારોની પસંદગી 100 ગુણની પરીક્ષાના આધારે કરવામાં આવશે.
કેવી રીતે અરજી કરવી?
ઉમેદવારો OJAS ની અધિકૃત વેબસાઇટ https://ojas.gujarat.gov.in પર જઈને અરજી કરી શકે છે. તે પછી આ ભરતી સંબંધિત લિંક પર ક્લિક કરો. મલ્ટીપર્પઝ હેલ્થ વર્કર પોસ્ટ માટે તમારી નોંધણી કરો અને તમારું અરજી ફોર્મ ભરો. અરજીપત્રક ભર્યા બાદ તેની પ્રિન્ટ આઉટ લો.
GPSSB ભરતી 2022: કેવી રીતે અરજી કરવી?
પાત્ર અને રસ ધરાવતા ઉમેદવારો OJAS ની અધિકૃત વેબસાઇટ https://ojas.gujarat.gov.in પર જઈને અરજી કરી શકે છે. તે પછી આ ભરતી સંબંધિત લિંક પર ક્લિક કરો. મલ્ટીપર્પઝ હેલ્થ વર્કર પોસ્ટ માટે તમારી નોંધણી કરો અને તમારું અરજી ફોર્મ ભરો. અરજીપત્રક ભર્યા બાદ તેની પ્રિન્ટ આઉટ લો.
Published by:ankit patel
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર