Home /News /career /જુનિયર ક્લાર્ક અને તલાટીની પરીક્ષાની સંભવિત તારીખ કરાઇ જાહેર, IPS હસમુખ પટેલે આપી માહિતી

જુનિયર ક્લાર્ક અને તલાટીની પરીક્ષાની સંભવિત તારીખ કરાઇ જાહેર, IPS હસમુખ પટેલે આપી માહિતી

એપ્રિલની આ તારીખોમાં યોજાઈ શકે છે જુનિયર ક્લાર્ક અને તલાટીની પરીક્ષા

Gujarat Panchayat Seva Selection Board: ગુજરાતમાં રદ્દ કરાયેલી પરીક્ષા ફેર લેવા અંગે સંભવિત તારીખ જાહેર કરવામાં આવી છે. જેમાં જુનિયર ક્લાર્કની 9 એપ્રિલે જ્યારે તલાટીની પરીક્ષાનું આયોજન 23 એપ્રિલના રોજ કરવામાં આવી શકે છે. આ તારીખો માટે પૂરતા કેન્દ્રોની ઉપલબ્ધી અંગે વિગતો મંગાવવામાં આવી હોવાનું IPS અને એડિશનલ ડીજીપી હસમુખ પટેલ દ્વારા જણાવવામાં આવ્યું છે.

વધુ જુઓ ...
  • News18 Gujarati
  • Last Updated :
  • Ahmadabad (Ahmedabad) [Ahmedabad], India
અમદાવાદઃ રાજ્યમાં પેપર ફૂટવાના કાંડની ઘટનાને લઈને સરકાર દ્વારા ભવિષ્યમાં આવી ઘટનાઓને રોકવા માટે મજબૂત વિધેયક બનાવવામાં આવશે. આ સાથે જે જુનિયર ક્લાર્કની લેખિત પરીક્ષા લેવાની છે તેની તથા તલાટીની લેખિત પરીક્ષાની સંભવિત તારીખ નક્કી કરવામાં આવી છે. IPS હસમુખ પટેલ કે જેઓ એડિશનલ ડીજીપી છે તેમના દ્વારા આ અંગે મહત્વનું ટ્વિટ કરવામાં આવ્યું છે. જુનિયર ક્લાર્કની પરીક્ષાનું પેપર ફૂટવાની ઘટના બાદ LRD ભરતી બોર્ડના અધ્યક્ષ હસમુખ પટેલને પંચાયત સેવા મંડળની જવાબદારી સોંપવામાં આવી હતી.

IPS હસમુખ પટેલે ગુરુવારે બે ટ્વિટ કરીને વિગતો જણાવી હતી જેમાં 9 એપ્રિલે પંચાયત સેવા પસંદગી બોર્ડ જુનિયર ક્લાર્કની લેખિત પરીક્ષા અને 23 એપ્રિલે પંચાયત સેવા પસંદહી બોર્ડ તલાટીની લેખિત પરીક્ષા યોજવા અંગેની સંભવિત તૈયારી બતાવી છે. તેમણે આ અંગે ટ્વિટ કરીને જણાવ્યું છે કે, પંચાયત સેવા પસંદગી બોર્ડ જુનિયર ક્લાર્કની લેખિત પરીક્ષા 9 એપ્રિલના રોજ લેવા માંગે છે. ત્યારે પૂરતા પરીક્ષા કેન્દ્રો ઉપલબ્ધ છે કે કેમ તેની વિગતો જિલ્લાઓ પાસેથી મંગાવવામાં આવેલ છે. વિગતો ઉપલબ્ધ થયા બાદ તારીખ જાહેર કરવામાં આવશે.


આ સાથે તેમણે પંચાયત સેવા પસંદગી બોર્ડ તલાટીની લેખિત પરીક્ષા અંગે ટ્વિટ કરીને જણાવ્યું છે કે, પંચાયત સેવા પસંદગી બોર્ડ તલાટીની લેખિત પરીક્ષા 23 એપ્રિલના રોજ લેવા માંગે છે. ત્યારે પૂરતા પરીક્ષા કેન્દ્રો ઉપલબ્ધ છે કે કેમ તેની વિગતો જિલ્લાઓ પાસેથી મંગાવવામાં આવેલ છે. વિગતો ઉપલબ્ધ થયા બાદ તારીખ જાહેર કરવામાં આવશે.


29મી જાન્યુઆરીએ રાજ્યના વિવિધ સેન્ટરો પર 9.53 લાખ ઉમેદવારો પરીક્ષા આપવાના હતા પરંતુ પેપર ફૂટવાની ઘટના સામે આવતા અંતિમ ક્ષણે પરીક્ષા રદ્દ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો. આ ભરતી પરીક્ષા કુલ 1181 જગ્યાઓ માટે યોજવામાં આવી રહી છે. ભરતી પરીક્ષા રદ્દ કરાયા બાદ 100 દિવસમાં ફરી પરીક્ષાનું આયોજન કરવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો.

જો હવે રાજ્યમાં 9મી એપ્રિલના રોજ પરીક્ષા કેન્દ્રોની ઉપલબ્ધી અંગે વિગતો મંગાવવામાં આવી છે અને આ વિગતો મળ્યા બાદ જુનિયર ક્લાર્કની લેખિત પરીક્ષાની ફાઈલન તારીખ જાહેરાત કરવામાં આવશે. આ જ પ્રમાણે 23 એપ્રિલના રોજ તલાટીની પરીક્ષાના સંભવિત આયોજન અંગે બોર્ડ દ્વારા કેન્દ્રોની ઉપલબ્ધી અંગે વિગતો મંગાવવામાં આવી છે.
First published:

Tags: Career and Jobs, Govt Jobs, Paper leak, તલાટી, પેપર લીક