Home /News /career /GPSC recruitment 2022 : ગુજરાત જાહેર સેવા આયોગે પશુચિકિત્સા અધિકારી વર્ગ-2ની ભરતી બહાર પાડી, અહીં વાંચો સંપૂર્ણ વિગત
GPSC recruitment 2022 : ગુજરાત જાહેર સેવા આયોગે પશુચિકિત્સા અધિકારી વર્ગ-2ની ભરતી બહાર પાડી, અહીં વાંચો સંપૂર્ણ વિગત
પશુચિકિત્સા અધિકારી વર્ગ-2ની ભરતી
GPSC recruitment 2022 : આયોગ દ્વારા પશુચિકિત્સા અધિકારી વર્ગ-2 (veterinary officer class-2) ના કુલ 130 પદો માટે ભરતી કરવામાં આવી રહી છે. ઓનલાઇન અરજી 15 જુલાઈથી શરૂ કરવામાં આવી છે.
Jobs and career : છેલ્લા થોડા સમયથી સરકારી ભરતી અંગે ઉમેદવારોમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે. હાલમાં જ ગુજરાત સરકાર (GPSC recruitment 2022) દ્વારા નવી ભરતી અંગેની જાહેરાત કરવામાં આવી છે. સરકાર પશુચિકિત્સા અધિકારી વર્ગ-2 (veterinary officer class-2) માટે કુલ 130 પદો પર ભરતી અંગે ઓનલાઇન અરજીઓ મંગાવી રહી છે. અરજી કરવાની છેલ્લી તારીખ 30 જુલાઈ 2022 છે.
ઉમેદવારોએ ભરતી અંગે સંપૂર્ણ વિગત જાણવા માટે સત્તાવાર વેબસાઈટ https://gpsc.gujarat.gov.in/અને https://gpsc-ojas.gujarat.gov.in/ ની મુલાકાત લેવી.
ઉમેદવાર દ્વારા કરવામાં આવેલ અરજી જાહેરાતના છેલ્લા સમય સુધી editable છે. આથી જો અરજી કરતા સમયે કોઈ ભૂલ થઇ હોય તો એડિટ ઓપ્શન વડે અરજીમાં સુધારો કરી શકાશે. પરંતુ કોઈએ નવી અરજી કરવી નહિ.
ગુજરાત જાહેર સેવા આયોગ 2022-23 (GPSC Recruitment 2022) દ્વારા ગુજરાત સરકારના વન અને પર્યાવરણ વિભાગ હસ્તક મદદનીશ વન સંરક્ષક વર્ગ-2માં ભરતી (GPSC Recruitment) માટે લાયક, ઈરછુક ઉમેદવાર પાસેથી 15-07-2022 થી 30-07-2022 દરમ્યાન ઓનલાઇન અરજીઓ મંગાવામાં આવી છે. (Government job) ઉમેદરવાર ફક્ત https://gpsc-ojas.gujarat.gov.in પર જઇ ઓનલાઇન અરજી જ કરી શકે છે.
જરાત સરકારના ગુજરાત જાહેર સેવા આયોગ (GPSC Recruitment 2022) દ્વારા પણ વર્ગ - 2 અને વર્ગ- 3ના વિવિધ પદો માટે ભરતી બહાર પાડી છે. આયોગ દ્વારા, નાયબ સેક્શન અધિકારી/નાયબ મામલતાર વર્ગ 3, નાયબ સેક્શન અધિકારી વર્ગ -3 (સચિવાલય), ચીફ ઓફિસર વર્ગ-3, મદદનીશ વન સંરક્ષણ, વર્ગ-2, પશુચિકિત્સા અધિકારી વર્ગ-2, મ્યુનિશિપલ એકાઉન્ટ ઓફિસર વર્ગ-2 મળીને કુલ 260 જગ્યાઓ માટે અરજીઓ મંગાવી છે. અરજદારો 30 જુલાઈ 2022 સુધી ઓનલાઈન અરજી કરી શકશે. વધુ વિગત વાંચવા અહીં ક્લિક કરો
Published by:ankit patel
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર