GPSC Nursing Officer Recruitment 2022 Job Notification: ગુજરાત સરકારમાં નોકરીની સારી તક આવી ગઈ છે. ગુજરાત પબ્લિક સર્વિસ કમિશન (GPSC Recruitment 2022 Job) એ પોતાની અધિકૃત વેબસાઈટ પર નોટિફિકેશન જાહેર કર્યું છે. જે મુજબ આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ હેઠળ નર્સિંગ ઓફિસર, પ્રિન્સિપલ, ગુજરાત નર્સિંગ સર્વિસ, ક્લાસ 2ની પોસ્ટ પર ભરતી કરવામાં આવશે. ઈચ્છુક અને પાત્રતા ધરાવનાર ઉમેદવારોએ 30 જૂન 2022 સુધીમાં ઓનલાઈન (Online application for Nursing) અરજી કરવાની રહેશે.
નર્સિંગ ઓફિસર ક્લાસ 2- આ પોસ્ટ પસંદગી પામેલ ઉમેદવારોને પે મેટ્રિક્સ લેવલ-9 (Pay Matrix) રૂ.53,100થી રૂ.1,67,800 અને ગ્રેડ પે (Grade Pay) રૂ.5,400 આપવામાં આવશે.
ઉમેદવારે માન્યતા પ્રાપ્ત યુનિવર્સિટીમાંથી M.Sc (નર્સિંગ) ની ડિગ્રી અથવા પોસ્ટ બેઝિક B.Sc. (નર્સિંગ) અથવા બેઝિક B.sc (નર્સિંગ) મેળવેલી હોવી જોઈએ.
પદ
નર્સિંગ ઓફિસર ક્લાસ 2
જગ્યા
34
લાયકાત
ઉમેદવારે માન્યતા પ્રાપ્ત યુનિવર્સિટીમાંથી M.Sc (નર્સિંગ) ની ડિગ્રી અથવા પોસ્ટ બેઝિક B.Sc. (નર્સિંગ) અથવા બેઝિક B.sc (નર્સિંગ) મેળવેલી હોવી જોઈએ.
વય મર્યાદા
આ પોસ્ટ માટે અરજી કરનાર ઉમેદવારની ઉંમર 18 થી 45 વર્ષ હોવી જોઈએ
કાર્યસ્થળ
આ પોસ્ટ માટે પસંદગી પામેલ ઉમેદવારોએ ગાંધીનગરમાં કામ કરવાનું રહેશે
આ પોસ્ટ માટે અરજી કરવા માગતા ઉમેદવાર પાસે માન્યતા પ્રાપ્ત યુનિવર્સિટીની M.Sc (નર્સિંગ)ની, પોસ્ટ બેઝિક B.Sc. (નર્સિંગ) અથવા બેઝિક B.Sc. (નર્સિંગ)ની ડિગ્રી હોવી જોઈએ. યુનિવર્સિટી ગ્રાન્ટ કમિશન એક્ટ, 1956ની ધારા 3 હેઠળ શૈક્ષણિક સંસ્થાનને યુનિવર્સિટી જાહેર કરવામાં આવેલ હોય અથવા ઈન્ડિયન નર્સિંગ કાઉન્સિલ (Indian Nursing Council) તરફથી માન્યતા પ્રાપ્ત થયેલી હોવી જોઈએ.
કાર્યસ્થળ
આ પોસ્ટ માટે પસંદગી પામેલ ઉમેદવારોએ ગાંધીનગરમાં કામ કરવાનું રહેશે.
વયમર્યાદા
આ પોસ્ટ માટે અરજી કરનાર ઉમેદવારની ઉંમર 18 થી 45 વર્ષ હોવી જોઈએ.
ઉમેદવારોને કેટેગરીના આધાર પર સરકારી માપદંડોને ધ્યાનમાં રાખીને વયમર્યાદામાં છૂટછાટ આપવામાં આવશે.
ઈચ્છુક અને પાત્રતા ધરાવનાર ઉમેદવારોએ 30 જૂન 2022 પહેલા આ પોસ્ટ માટે અરજી કરવાની રહેશે. ઉમેદવારોએ આ પોસ્ટ માટે ઓનલાઈન અરજી કરવાની રહેશે. અધિકૃત વેબસાઈટ https://gpsc.gujarat.gov.in/ પરથી ઓનલાઈન અરજી કર્યા બાદ ઉમેદવારોએ તે અરજી ફોર્મની પ્રિન્ટ આઉટ કાઢીને પોતાની પાસે રેફરન્સ માટે રાખવી.
Published by:ankit patel
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર