GPSC Recruitment 2022: નર્મદા જળસંપત્તિ પાણી પુરવઠા અને કલ્પસર વિભાગની મદદનીશ ઈજનેર (સિવિલ), વર્ગ 2ની કુલ 100 જગ્યા માટે ઉમેદવાર પસંદ (GPSC Recruitment 2022) કરવા માટે તા.15-6-2022થી તા.30-6-2022 સુધીમાં ઓનલાઈન અરજીઓ મંગાવવામાં આવી છે.
Jobs and Career: ગુજરાત રાજ્યના (Gujarat state) નર્મદા વિભાગમાં (Narmada Department) સરકારી નોકરી માટે (sarkari Naukri) સારી તક આવી ગઈ છે. નર્મદા જળસંપત્તિ પાણી પુરવઠા અને કલ્પસર વિભાગની મદદનીશ ઈજનેર (સિવિલ), વર્ગ 2ની કુલ 100 જગ્યા માટે ઉમેદવાર પસંદ (GPSC Recruitment 2022) કરવા માટે તા.15-6-2022થી તા.30-6-2022 સુધીમાં ઓનલાઈન અરજીઓ મંગાવવામાં આવી છે.
આ જાહેરાત અન્વયે ઓનલાઈન અરજી કરતા પહેલા જાહેરાતની સામાન્ય જોગવાઈઓ અને ઓનલાઈન અરજી કરવાની રીત તેમજ અરજી ફી ભરવાની રીત અંગેની સૂચનાઓ આયોગના નોટીસબોર્ડ ઉપર તથા આયોગની બેસસાઈટ https://gpsc-ojas.gujarat.gov.in/ ઉપર જોવા વિનંતી છે. ત્યારબાદ ઉમેદવારે અરજી કરવાની રહેશે.
પરીક્ષા અંગે મહત્વની વિગતો પ્રાથમિક કસોટીની સૂચિત તા.18.9.2022 પ્રાથમિક કસોટીના પરિણામનો સૂચિત મહિનો ડિસેમ્બર 2022 રૂબર મુલાકાતનો સૂચિત મહિનોઃ માર્ચ 2023 આખરી પરિણામઃ- રુબરૂ મુલાકાત પૂર્ણ થયાના 10 કામકાજના દિવસો દરમિયાન પ્રસિદ્ધ કરવામાં આવશે.
વય મર્યાદાઃ- 36 વર્ષથી વધુ નહીં. ઉંમર અંગે વધુ માહિતી માટે અહીં ક્લિક કરો
ઓનલાઈન અરજી કરવાની રીત
ઓનલાઈન અરજી કરવાની રીતઃ- આ જાહેરાત સંદર્ભમાં આયોગ દ્વારા ઓનલાઈન જ અરજી સ્વીકારવામાં આવશે. ઉમેદવાર તા. 15 જૂન 2022, બપોરે એક વાગ્યાથી 30 જૂન 2022, બપોરે 1 વાગ્યા સુધી https://gpsc-ojas.gujarat.gov.in/ ઉપર ઓનલાઈન અરજી કરી શકે છે. ઓનલાઈન અરજી કરવાની સંપૂર્ણ રીત વિશે જાણવા માટે માટે અહીં ક્લિક કરો.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર