Home /News /career /GPSC Recruitment 2022: ગુજરાત જાહેર સેવા આયોગે વર્ગ-2 અને વર્ગ-3ની ભરતી બહાર પાડી, અહીં વાંચો સંપૂર્ણ વિગત

GPSC Recruitment 2022: ગુજરાત જાહેર સેવા આયોગે વર્ગ-2 અને વર્ગ-3ની ભરતી બહાર પાડી, અહીં વાંચો સંપૂર્ણ વિગત

જીપીએસસીમાં ભરતી

GPSC Recruitment 2022: આયોગ દ્વારા, નાયબ સેક્શન અધિકારી/નાયબ મામલતાર વર્ગ 3, નાયબ સેક્શન અધિકારી વર્ગ -3 (સચિવાલય), ચીફ ઓફિસર વર્ગ-3, મદદનીશ વન સંરક્ષણ, વર્ગ-2, પશુચિકિત્સા અધિકારી વર્ગ-2, મ્યુનિશિપલ એકાઉન્ટ ઓફિસર વર્ગ-2 મળીને કુલ 260 જગ્યાઓ માટે અરજીઓ મંગાવી છે.

વધુ જુઓ ...
    Jobs And Career: અત્યારે સરકારી નોકરીઓ (Government jobs) માટે ચારે બાજુથી ભરતી ચાલી રહી છે ત્યારે ગુજરાત સરકારના ગુજરાત જાહેર સેવા આયોગ (GPSC Recruitment 2022) દ્વારા પણ વર્ગ - 2 અને વર્ગ- 3ના વિવિધ પદો માટે ભરતી બહાર પાડી છે. આયોગ દ્વારા, નાયબ સેક્શન અધિકારી/નાયબ મામલતાર વર્ગ 3, નાયબ સેક્શન અધિકારી વર્ગ -3 (સચિવાલય), ચીફ ઓફિસર વર્ગ-3, મદદનીશ વન સંરક્ષણ, વર્ગ-2, પશુચિકિત્સા અધિકારી વર્ગ-2, મ્યુનિશિપલ એકાઉન્ટ ઓફિસર વર્ગ-2 મળીને કુલ 260 જગ્યાઓ માટે અરજીઓ મંગાવી છે. અરજદારો 30 જુલાઈ 2022 સુધી ઓનલાઈન અરજી કરી શકશે.

    ઉમેદવારોએ ભરતી અંગે સંપૂર્ણ વિગત જાણવા માટે સત્તાવાર વેબસાઈટ https://gpsc.gujarat.gov.in/ અને https://gpsc-ojas.gujarat.gov.in/ની મુલાકાત લેવી. આ ઉપરાંત ઉમેદવારોએ https://gpsc-ojas.gujarat.gov.in/ વેબસાઈટ ઉપર ઓનલાઈન અરજી કરવી. જેની અંતિમ તારીખ 30 જુલાઈ 2022 બપોરના એક વાગ્યા સુધી છે.

    ભરતી અંગે મહત્વની વિગતો
    સંસ્થાગુજરાત જાહેર સેવા આયોગ
    વર્ગ-2 અને વર્ગ 3ની કુલ જગ્યાઓ260
    અરજી કરવાની શરુઆતની તારીખ15 જુલાઈ 2022
    અરજી કરવાની અંતિમ તારીખ30 જુલાઈ 2022
    શૈક્ષણિક લાયકાતસ્નાતક
    વય મર્યાદા21થી 35 વર્ષ
    નોટિફિકેશનનોટિફિકેશન જોવા માટે અહીં ક્લિક કરો
    સત્તાવાર વેબસાઈટસત્તવાર વેબસાઈટ અને અરજી કરવા અહીં ક્લિક કરો

    ધ્યાન રાખવા જેવી બાબત
    ઉમેદવારો માટે ખાસ નોંધ એ છે કે ઉમેદવારો દ્વારા કરવામાં આવતી ઓનલાઈન અરજી જાહેરાતના આખરી સમય સુધી Editable છે. આથી ઉમેદવારોએ એક જાહેરાતમાં એક જ અરજી કરવી.. ઓનલાીન કરેલી અરજીમમાં વિગત-માહિતી ભરતવામાં કોઈ ભૂલ થાય તો Edit વિકલ્પમાં જઈ વિગત સુધારી લેવી. નવી અરજી ન કરવી. નવી અરજી કરતી વખતે અને ત્યારબાદ ઉમેદવારે પોતાની સહી ફોટો અને અન્ય વિગતો ચકાસી તેની ખરાઈ કરવી. જો ભૂલ હોય તો સુધારો કરી લેવો.

    ભરતી અંગે સંપૂર્ણ વિગતો જાણવા નીચેની પીડીએપ જુઓ



    મહત્વની વિગતો
    ઉમેદવારોની સંખ્યાને ધ્યાનમાં રાખીને પ્રાથમિક કસોટી OMR - CBRT (Computer Based Recruitment Test માધ્યમથી લેવામાં આવશે.

    આ પણ વાંચોઃ-ONGC recruitments 2022 : ONGCમાં જુનિયર કન્સલ્ન્ટની ભરતી, 480000 સુધીનો પગાર

    પસંગી પ્રક્રિયા
    ઉમેદવારોની આખરી પસંદી મુખ્ય લેખિત પરીક્ષામાં મેળવેલા ગુણોના આધારે કરવામાં આવશે. પ્રાથમિક કસોટીમાં 300 ગુણમાંથી જે ગુણ મેળવેલા હશે તેના 50 ટકા ગુણભાર અને રૂબરૂ મુલાકાતના 100 ગુણમાંથી મેળવાલા ગુણના 50 ટાક ગુણભારના પ્રમાણસહ ગણતરી કરીને કુલ ગુણના આધારે કરવામાં આવશે.

    આ પણ વાંચોઃ-Career tips: ટોપ કંપનીઓ કઈ રીતે ઉમેદવારની પસંદગી કરે છે અને કંપનીમાં હાયર કરે છે?

    એટલે કે પ્રાથમિક કસોટી અને રૂબરૂ મુલાકાતના અનુક્રમે ગુણ 300 અને 100માંથી મેળવેલા ગુણનું 50-50 ટકા વેઈટેજ આપવામાં આવશે. પ્રાથમિક કસોટીમાં 100 ગુણના 100 પ્રશનો સામાન્ય અભ્યાસના તથા 200 ગુણના 200 પ્રશ્નો સંબંધિત વિષયના રહેશે.
    Published by:ankit patel
    First published:

    विज्ञापन
    विज्ञापन