Home /News /career /GPSC Recruitment 2022: ગુજરાત જાહેર સેવા આયોગે ચીફ ઓફિસર વર્ગ -3ની ભરતી બહાર પાડી, વાંચો સંપૂર્ણ વિગત
GPSC Recruitment 2022: ગુજરાત જાહેર સેવા આયોગે ચીફ ઓફિસર વર્ગ -3ની ભરતી બહાર પાડી, વાંચો સંપૂર્ણ વિગત
જીપીએસી મુખ્ય અધિકારી વર્ગ-3ની ભરતી
GPSC class 3 chief officer recruitment: ગુજરાત સરકારના (Gujarat Government) શહેરી વિકાસ અને શહેરી ગૃહનિર્માણ વિભાગ હસ્તક મુખ્ય અધિકારી વર્ગ 3 (chief officer class-3) (ગુજરાત રાજ્ય નગરપાલિકાના મુખ્ય અધિકારીની સેવા)ની કુલ 8 જગ્યાઓ પર ઉમેદવારો પસંદ કરવા માટે ઓનલાઈન અરજીઓ (Online application) મંગાવવામાં આવી છે.
Jobs and Career: ગુજરાત સહીત દેશમાં સરકારી નોકરીઓની (sarkari naukri) ભરતીઓ ચાલી રહી છે ત્યારે ગુજરાત સરકારના (Gujarat Government) શહેરી વિકાસ અને શહેરી ગૃહનિર્માણ વિભાગ હસ્તક મુખ્ય અધિકારી વર્ગ 3 (chief officer class-3) (ગુજરાત રાજ્ય નગરપાલિકાના મુખ્ય અધિકારીની સેવા)ની કુલ 8 જગ્યાઓ પર ઉમેદવારો પસંદ કરવા માટે ઓનલાઈન અરજીઓ (Online application) મંગાવવામાં આવી છે. આ માટે ઉમેદવારો https://gpsc-ojas.gujarat.gov.in/ ઉપર 15/07/2022થી 30/07/2022 સુધીમાં અરજી કરવાની રહેશે.. પસંદગીની પ્રક્રિયા માટે સ્પર્ધાત્મક પરીક્ષા યોજવામાં આવશે.
1- આ જગ્યાઓ માટે screening test (પ્રાથમિક કસોટી) સંભવતઃ 18/09/2022ના રોજ યોજવામાં આવશે. 2- screening testનું પરિણામ સંભવતઃ નવેમ્બર -2022માં પ્રસિદ્ધ કરવામાં આવશે. 3- મુખ્ય લેખિત પરીક્ષા સંભવતઃ 19/02/2023 અને તા.26/02/2023ના રોજ યોજવામાં આવશે 4- મુખ્ય લેખિત પરીક્ષાનું પરિણામ સંભવત જૂન-2023માં પ્રસિદ્ધ કરવામાં આવશે...
કોણ અરજી કરી શકશે? - ઉમેદવાર ભારતનો નાગરિક હોવો જોઈએ - ઉમેદવાર નેપાળનો પ્રજાજન - ભૂતાનનો પ્રજાજન હોવો જોઈએ - તિબેટનો નિર્વાસિત જે ભારતમાં કાયમી વરસાવટ કરવાના ઈરાદાથી 1 જુલાઈ 1962 પહેલાં ભારતમાં આવેલરા હોવા જોઈએ - મૂળ ભારતીય વ્યક્તિ કે જે ભારતમાં કાયમી વરસવાટ કરવાના ઈરાદાથી પાકિસ્તાન, પૂર્વ પાકિસ્તાન (બાંગ્લાદેશ), બર્મા, શ્રીલંકા, કેન્યા, યુગાન્ડા જેવા પૂર્વ આફ્રિકાના દેશો, સંયુક્ત પ્રજાસત્તાક તાન્ઝાનીયા, ઝાંબિયા, મલાવી, ઝૈરા, ઈથોપિયા અથવા વિયેટનામથી સ્થલાંત કરીને આવેલા હોવા જોઈએ
ખાસ નોંધ જે ઉમેદવારના કિસ્સામાં પાત્રતા પ્રમાણપત્ર જરૂરી હોય તેવા ઉમેદવારનું અરજીપત્રક આયોગ વિચારણામાં લેશે અને જો નિમણૂક માટે તેમના નામની ભલામણ કરવામાં આવશે તો રાજ્ય સરકાર તેમના કિસ્સામાં પાત્રતા પ્રમાણપત્ર આપવાની શરતે કામચલાઉ નિમણૂક આપશે.
વય મર્યાદા 1- અરજી કરવાની છેલ્લી તારીખ 30/07/2022ના રોજ ઉમેદવારે 20 વર્ષ પૂર્ણ કરેલા હોવા જોઈએ અને 35 વર્ષ + અથવા 36 વર્ષ પૂર્ણ કરેલા ન હોવા જોઈએ. 2- ઉંમર અરજી કરવાની છેલ્લી તારીખના રોજ ગણવામાં આવશે 3- ઉપલી વયમર્યાદામાં કેટલીક છૂટછાટ આપવામાં આવી છે જે વિગતે જાણવા માટે અહીં ક્લિક કરો...
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર