Home /News /career /

GPSC Recruitment 2022: GPSCએ ફરી પાડી વર્ગ-1-2ના 245 પદો માટે ભરતી

GPSC Recruitment 2022: GPSCએ ફરી પાડી વર્ગ-1-2ના 245 પદો માટે ભરતી

GPSCની ભરતી

GPSC recruitment 2022 : ગુજરાત જાહેર સેવા આયોગ (GPSC Recruitment 2022) દ્વારા ફરીથી વર્ગ 1 અને વર્ગ 2ના કુલ 245 પદો માટે ભરતી માટે નોટિફિકેશન બહાર પાડ્યું છે.

    Jobs And Career: અત્યારે ગુજરાત સરકારના (Gujarat Government) વિવિધ વિભાગોમાં સરકારી નોકરીઓની બમ્પર (sarkari naukri) ભરતી નીકળી છે ત્યારે ગુજરાત જાહેર સેવા આયોગ (GPSC Recruitment 2022) દ્વારા ફરીથી વર્ગ 1 અને વર્ગ 2ના કુલ 245 પદો માટે ભરતી માટે નોટિફિકેશન બહાર પાડ્યું છે. જીપીએસીએ ચીફ ઓફિસર, આસિસ્ટન્ટ એન્જિનિયર (સિવિલ), સ્ટેટ ટેક્સ ઓફિસર, આસિસ્ટન્ટ ટેક્સ ઓફિસર, ચીફ ઓફિસર, આસિસ્ટન્ટ કમિશનર જેવી વિવિધ 245 પદો માટે ભરતી બહાર પાડી છે. પાત્રતા ધરાવતા ઉમેદવારો 09/09/2022 પહેલા ઓનલાઈન અરજી કરવાની રેહશે.

    વર્ગ-1 અને વર્ગ - 2ના કયા પદો માટે ભરતી


    જીપીએસસી દ્વારા જાહેર કરેલા નોટિફિકેશન પ્રમાણે ગુજરાત પબ્લિક સર્વિસ કમિશનમાં ચીફ ઓફિસર, આસિસ્ટન્ટ એન્જિનિયર (સિવિલ), સ્ટેટ ટેક્સ ઓફિસર, આસિસ્ટન્ટ ટેક્સ ઓફિસર, ચીફ ઓફિસર, આસિસ્ટન્ટ કમિશનરની નોકરીઓ શોધી રહેલા તમામ રસ ધરાવતા ઉમેદવારો માટે આ એક સારી તક છે.







































    સંસ્થાગુજરાત જાહેર સેવા આયોગ
    કુલ ખાલી જગ્યા245
    પોસ્ટવર્ગ-1 અને વર્ગ -2
    એપ્લિકેશન મોડઓનલાઈન
    અરજી કરવાની શરુઆતની તારીખ25/08/2022
    અરજી કરવાની છેલ્લી તારીખ09/09/2022
    શૈક્ષણિક લાયકાતશૈક્ષણિક લાયકાત અંગે સંપૂર્ણ વિગત જાણવા અહીં ક્લિક કરો
    નોટિફઇકેશનનોટિફિકેશન જોવા અહીં ક્લિક કરો
    સત્તાવાર વેબસાઇટgpsc.gujarat.gov.in

    પોસ્ટ મુજબની વિગતો


    અગત્યની નોંધ: અરજી કરતા પહેલા કૃપા કરીને ઇચ્છનીય લાયકાત, અનુભવ, ઉંમરમાં છૂટછાટ, જોબ પ્રોફાઇલ અથવા અન્ય નિયમો અને શરતો માટે અધિકૃત જાહેરાત વાંચો.

    પોસ્ટ મુજબની વિગતો


    નોટિફિકેશનનું ટેબલ

    કેવી રીતે અરજી કરવી?


    રસ ધરાવતા ઉમેદવારો સત્તાવાર વેબસાઈટ દ્વારા ઓનલાઈન અરજી કરી શકે છે

    અરજી કરવાની છેલ્લી તારીખ શું છે?


    છેલ્લી તારીખ 09/09/2022 છે


    પસંદગી પ્રક્રિયા શું છે?


    ઉમેદવારોની પસંદગી પ્રિલિમ/મેન્સ/ઇન્ટરવ્યૂ (GPSC નિયમો મુજબ)ના આધારે કરવામાં આવશે. પ્રાથમિક કસોટીમાં 300 ગુણમાંથી જે ગુણ મેળવેલા હશે તેના 50 ટકા ગુણભાર અને રૂબરૂ મુલાકાતના 100 ગુણમાંથી મેળવેલા ગુણના 50 ટકા ગુણભારના પ્રમાણસહ ગણતરી કરીને કુલ ગુણના આધારે કરવામાં આવેશે એટલે કે પ્રાથમિક કસોટી અને રૂબરૂ મુલાકાતના અનુક્રમે ગુણ 300 અને 100માંથી મેળવેલા ગુણનું 50-50 ટકા વેઈટેજ આપવામાં આવશે. પ્રાથમિક કસોટીમાં 100 ગુણના 100 પ્રશ્નો સામાન્ય અભ્યાસના તથા 200 ગુણના 200 પ્રશ્નો સંબંધિત વિષયના રહેશે.

    SSC JE Recruitment 2022: SSC JEની ભરતી થઈ જાહેર, મળશે 1 લાખથી વધુ પગાર


    ઉલ્લેખનીય છે કે સ્ટાફ સિલેક્શન કમિશને (Staff Selection Commission, SSC) આજે અનેક સરકારી વિભાગ અને મંત્રાલય માટે જૂનિયર એન્જિનિયરની પોસ્ટ પર ભરતી કરવા માટે નોટિફિકેશન બહાર પાડ્યું છે. ઈચ્છુક અને પાત્રતા ધરાવનાર ઉમેદવાર આ પોસ્ટ માટે SSCની અધિકૃત વેબસાઈટ ssc.nic.in. પરથી ઓનલાઈન અરજી કરી શકે છે. ઉમેદવારોએ 2 સપ્ટેમ્બર 2022 સુધીમાં આ પોસ્ટ માટે અરજી કરવાની રહેશે.
    Published by:ankit patel
    First published:

    Tags: Career News, GPSC, GPSC Recruitment, Jobs and Career, Sarkari Naukri

    विज्ञापन

    विज्ञापन

    આગામી સમાચાર

    विज्ञापन
    विज्ञापन