Jobs and career: અત્યારે રાજ્ય અને દેશમાં સરકારી નોકરીઓની ઢગલાબંધ જગ્યાઓ બહાર પડી છે. ત્યારે ગુજરાત જાહેર સેવા આયોગ 2022-23 (GPSC Recruitment 2022) દ્વારા ગુજરાત સરકારના વન અને પર્યાવરણ વિભાગ હસ્તક મદદનીશ વન સંરક્ષક વર્ગ-2માં ભરતી (GPSC Recruitment) માટે લાયક, ઈરછુક ઉમેદવાર પાસેથી 15-07-2022 થી 30-07-2022 દરમ્યાન ઓનલાઇન અરજીઓ મંગાવામાં આવી છે. (Government job) ઉમેદરવાર ફક્ત https://gpsc-ojas.gujarat.gov.in પર જઇ ઓનલાઇન અરજી જ કરી શકે છે.
ઉમેદવાર પસંદગી સ્પર્ધાત્મક પરીક્ષા દ્વારા કરવામાં આવશે, જેમાં રજીસ્ટ્રેશન બાદ પ્રાથમિક લેખિત કસોટી 25-09-2022 દરમ્યાન યોજાશે, પ્રાથમિક (Preliminary) કસોટીના પરિણામ જાહેર થયા બાદ, મુખ્ય લેખિત કસોટી, રૂબરૂ મુલાકાત બાદ ઉમેદવારની આખરી પસંદગી થશે, મુખ્ય પરીક્ષા આયોજન સંભવત ફેબ્રુઆરી 2023માં થશે.
સંસ્થા
ગુજરાત જાહેર સેવા આયોગ
પદનું નામ
મદદનીશ વન સંરક્ષક, વર્ગ-2
કુલ જગ્યા
38
વય મર્યાદા
20 વર્ષથી 35 વર્ષ
શૈક્ષણિક લાયકાત
સ્નાતક
પગાર ધોરણ
રૂ.53,100થી રૂ.1,67,800/- મળવાપાત્ર અન્ય ભથ્થાઓ, પે મેટ્રીક્ષ લેવલ-7
વય મર્યાદા- 20 વર્ષ થી 35 વર્ષ (અરજી ની છેલ્લી તારીખ સુધીમાં 20 વર્ષ પુરા કરેલા હોવા જરૂરી છે, 36વર્ષ પૂર્ણ થવા પેહલા અરજી કરી શકો છો, વયમર્યાદામાં અનામત વર્ગને છૂટછાટ મળવા પાત્ર છે)
પગાર ધોરણ- 53,100 થી 1,67,800/- મળવાપાત્ર અન્ય ભથ્થાઓ, પે મેટ્રીક્ષ લેવલ-9
અરજી કરવાની રીત - પદ માટે https://gpsc-ojas.gujarat.gov.in પર ઓનલાઇન અરજી જ સ્વીકારવામાં આવશે. અરજી કરવાની તારીખ 15-07-2022 થી 30-07-2022 13:00 વગ્યા સુધી અરજી કરી શકશો .
અરજી ફી- બિનઅનામત ઉમેદવારો 100 અરજી ફી ઓનલાઇન અથવા પોસ્ટ ઓફિસમાં જમા કરાવી શકે છે. અન્ય અનામત, વિકલાંગ, માજી સૈનિક ઉમેદવારો માટે અરજી ફી માફ કરવામાં આવેલ છે.