GPSC Class 1-2 Exam Dates: રાજ્યમાં આગામી 19મી નવેમ્બર યોજાનારા ગુજરાત વીહરવટી સેવા વર્ગ-1 ગુજરાત મુલ્કી સેવા વર્ગ 1/2 તથા ગુજરાત નગરપાલિકા મુખ્ય અધિકારી સેવા વર્ગ 2ની પ્રાથમિક કસોટીઓની (GPSC Exam Dates Rescheduled) તારીખમાં ફેરફાર કરવામાં આવ્યો છે. આ પરીક્ષા અગાઉ 19-12-2021ના રોજ યોજાવાની પતી પરંતુ રાજ્યમાં ગ્રામ પંચાયતની ચૂંટણીના કારણે આ પરીક્ષાની તારીખોમાં ફેરાફર કરવામાં આવ્યો છે. હવે નવી પરીક્ષા 26-12-2021ના રોજ યોજાશે.
પરીક્ષાની નવી તારીખો : અગાઉ ગુજરાત વહીવટી સેવા વર્ગ-1 અને મુલ્કી સેવા વર્ગ 1-2ની તથા ગુજરાત નગરપાલિકા મુખ્ય અધિકારી સેવા વર્ગ 2ની પરીક્ષા 19-12-2021ના રોજ યોજાવાની હતી. જોકે, હવે આ પરીક્ષા 26-12-2021ના રોજા યોજાશે.
મદદનીશ વ્યવસ્થાબપક અને મદદનીશ નિયામક વર્ગ-2ની પરીક્ષા અગાઉ તારીખ 26-12-2021ના રોજ યોજાવાની હતી તેના બદલે હવે 2-01-2022ના રોજ યોજાશે. જ્યારે નાયબ નિયામક, ગુજરાત આંકડાકીય સેવા વર્ગ-1ની પરીક્ષા 26-12-2021ના રોજ યોજાવાની હતી તેના બદલે 2-1-2022ના રોજ યોજાશે.
ગુજરાત વહીવટી સેવા વર્ગ-1 તાથ મુલકી સેવા વર્ગ 1-2ની કુલ 183 જગ્યા માટે ઉમેદવારોએ ફોર્મ ભર્યા હતા. જ્યારે મદદનીશ વ્યવસ્થાપક/મદદનીશ નિયામક વર્ગ -2ની 6 જગ્યા માટે પરીક્ષાઓ યોજાવાની છે. જ્યારે નાયબ નિયામક, ગુજરાત આંકડાકીય સેવા વર્ગ 1ની 13 જગ્યા માટે પરીક્ષા યોજાવાની છે જ્યારે જુનિયર ટાઉન પ્લાનર, વર્ગ-2 (GMC)ની 01 જગ્યા મળી અને 203 જગ્યા માટે આ પરીક્ષાઓ યોજાવાની છે.
રાજ્યની 10,879 ગ્રામ પંચાયતની ચૂંટણીની તારીખો જાહેર કરી દેવામાં આવી છે. રાજ્ય ચૂંટણીપંચે જાહેરાત કરી હતી કે 10,879 ગામોમાં ચૂંટણીમાટે 19 ડિસેમ્બરે બેલેટ પેપરથી મતદાન (Voting from ballot paper)થશે અને 21 ડિસેમ્બરના મતગણતરી કરવામાં આવશે. આ ચૂંટણી માટે 29 નવેમ્બરે જાહેરનામું પ્રસિદ્ધ થશે અને 4 ડિસેમ્બરથી ઉમેદવારી પત્ર ભરવાની શરૂઆત થશે.
Published by:Jay Mishra
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર