Home /News /career /

GPSC Class1-2 પ્રિલિમ્સ પરીક્ષાનું પરિણામ જાહેર, 5315 ઉમેદવારો ક્વોલિફાઈ, અહીંથી કરો ચેક

GPSC Class1-2 પ્રિલિમ્સ પરીક્ષાનું પરિણામ જાહેર, 5315 ઉમેદવારો ક્વોલિફાઈ, અહીંથી કરો ચેક

GPSC Class 1-2 Prelims Result : જીપીએસસીનું ક્લાસ 1-2 પ્રિલિમ્સનું પરિણામ જાહેર, અહીંથી કરો ચેક

GPSC Class 1-2 Exam Result: રાજ્યમાં આગામી 19મી નવેમ્બર યોજાનારા ગુજરાત વહીવટી સેવા વર્ગ-1 ગુજરાત મુલ્કી સેવા વર્ગ 1/2 તથા ગુજરાત નગરપાલિકા મુખ્ય અધિકારી સેવા વર્ગ 2ની પ્રાથમિક કસોટીઓના પરિણામ જાહેર કરવામાં આવ્યું છે

    GPSC Class 1-2 Exam Result: રાજ્યમાં આગામી 19મી નવેમ્બર યોજાનારા ગુજરાત વહીવટી સેવા વર્ગ-1 ગુજરાત મુલ્કી સેવા વર્ગ 1/2 તથા ગુજરાત નગરપાલિકા મુખ્ય અધિકારી સેવા વર્ગ 2ની પ્રાથમિક કસોટીઓના પરિણામ જાહેર કરવામાં આવ્યું છે (GPSC Class 1-2 Exam Result). આ રિઝલ્ટ અહીંયા આપવામાં આવેલી લિંક પરથી નિહાળી શકાશે. GPSC દ્વારા Class I & II ની કુલ - 183 જગ્યાઓ માટેની પ્રિલિમિનરી પરીક્ષાનું પરિણામ જાહેર થયું છે જેમાં 5315 ઉમેદવારો મુખ્ય લેખીત પરીક્ષા માટે ઉત્તીર્ણ થયા છે. કૂશળ વહિવટના કારણે આ પ્રિલિમિનરી પરીક્ષાના માત્ર 30 દિવસમાં પરિણામ જાહેર થયું છે.

     183 જગ્યા માટે પરીક્ષા લેવાઈ હતી :  ગુજરાત જાહેર સેવા આયોગ (GPSC) દ્વારા નાયબ કલેક્ટર/નાયબ જિલ્લા વિકાસ અધિકારીની કુલ 15, નાયબ પોલીસ અધિક્ષકની (Dy.S.P.) કુલ 08, જિલ્લા/નાયબ રજીસ્ટ્રારની કુલ ૦1, સહાયક રાજ્ય વેરા કમિશ્નરની કુલ 48, નાયબ નિયામક (અનુ. જાતિ કલ્યાણ) ની કુલ 01; એમ સંયુક્ત રીતે વર્ગ-1 ની કુલ 73 જગ્યાઓ તથા મામલતદારની કુલ 12

    આ પણ વાંચો : DRDO recruitment 2022 : DRDOમાં એન્જીનીયરોની ભરતી, મળશે રૂ. 31,000 સ્ટાઈપેન્ડ

    તાલુકા વિકાસ અધિકારીની 10, મદદનીશ જિલ્લા રજીસ્ટ્રારની 10, સમાજ કલ્યાણ અધિકારી (અનુ. જાતિ કલ્યાણ)ની 01, સરકારી શ્રમ અધિકારીની 02, રાજ્યવેરા અધિકારીની 75 એમ સંયુક્ત રીતે વર્ગ-2 ની કુલ 110 જગ્યાઓ એમ કલાસ 1 & 2 ની સંકલિત કુલ 183 જગ્યાઓ માટે તા. 28/09/2021 ના રોજ જાહેરાત પ્રસિદ્ધ કરવામાં આવી હતી, આ નોકરી માટે જેમાં કુલ-1,99,669 ઉમેદવારોએ અરજી કરી હતી.

    પરિણામ ચેક કરવાની સીધી લીંક

    200 માર્ક્સના કુલ બે પ્રશ્નપત્રો

    આ જાહેરાતની પ્રિલિમિનરી પરીક્ષામાં 200 માર્ક્સના કુલ બે પ્રશ્નપત્રો, સમય ૩ કલાક) તા.26/12/2021 ના રોજ રાજયના 32 જિલ્લાના કુલ – 758 પેટાકેન્દ્રો ખાતે યોજાયેલ, જેમાં કુલ – 86,537 ઉમેદવારો ઉપસ્થિત રહેલ. જેનું પરિણામ આજ રોજ તા.25/01/2022 ના રોજ પ્રસિધ્ધ કરવામાં આવી છે., 4315 ઉમેદવારો મુખ્ય લેખીત પરીક્ષા માટે ક્વોલિફાઈ કરવામાં આવ્યા છે.

    આ પણ વાંચો : Bank of Baroda Recruitment 2022 : BOBમાં 220 જગ્યા માટે ભરતી, અહીંથી સીધા કરો અરજી


    સતત પાંચમાં વર્ષે બહાર પડી હતી ભરતી

    ઉલ્લેખનીય છે કે જીપીએસસીની વર્ગ 1-2ની આ ભરતી સતત પાંચમાં વર્ષે નિયત સમયે બહાર પડી હતી. આ સાથે જ જીપીએસસીમાં એક યુગનો અંત આવ્યો છે. જીપીએસસીના ચેરમેન દિનેશ દાસાનો કાર્યકાળ સમાપ્ત થયો છે અને તેમના સ્થાને નવા ચેરમેન આવશે ત્યારે આ ભરતીઓને પારદર્શક બનાવવામાં તેમનો મોટો ફાળો હતો. અનેક ઉમેદવારો તેમને આદર્શ માને છે ત્યારે દાસા હવે યુપીએસસીમાં નિમણૂક પામે તેવી શક્યતા સેવાઈ રહી છે.
    Published by:Jay Mishra
    First published:

    આગામી સમાચાર