GPSC Calendar 2022: ગુજરાત પબ્લિક સર્વિસ કમિશન (GPSC) દ્વારા સરકારી નોકરીની તૈયારી કરી રહેલા ઉમેદવારો જેની આતુરતા પૂર્વક રાહ જોઈ રહ્યા હતા તે વર્ષ 2022-23નું નોકરીની ભરતીનું કેલેન્ડર (GPSC Calender 2022) બહાર પાડવામાં આવ્યું છે. આ કેલેન્ડરમાં કુલ જુદી જુદી 58 નોકરીઓમાં 1024 જેટલી અંદાજિત જગ્યાઓ બહાર પાડવામાં આવી છે જે આ વર્ષમાં સ્પર્ધાત્મક પરીક્ષાઓ દ્વારા ભરવામાં આવશે. ઉમેદવારો માટે વર્ગ-1 વર્ગ-2 અને વર્ગ-3ની જગ્યાઓ માટે આ કેલેન્ડરના આધારે તૈયારી કરવાનો સમય મળશે.
GPSC Calendar 2022: જૂન 2022
જીપીએસસીના કેલેન્ડરમાં જૂનમાં કુલ 14 નોકરી માટે ભરતી બહાર પડી શકે છે. આ ભરતીમાં સૌથી વધુ જગ્યા મદદનીશ સિવિલ ઈજનેર વર્ગ-2ની છે. આ નોકરી માટે 100 જગ્યા ભરાશે. ત્યારબાદ સૌથી વધુ જગ્યા બાળ વિકાસ અધિકારી વર્ગ-2ની છે જેની કુલ 69 જગ્યા ભરાશે.
જુલાઈમાં જીપીએસસીની 15 નોકરી માટે ભરતી બહાર પડી શકે છે. આ નોકરીઓમાં સૌથી વધુ ખાલી જગ્યા પશુ ચિકિત્સક અધિકારી વર્ગ-2ની છે. આ નોકરીની 130 ખાલી જગ્યા બહાર પડશે. ત્યારબાદ નાયબ સેક્શન અધિકારીની 80, મદદનીશ ઈજનેર સિવિલ વર્ગ-2ની 77, મદદનીસ વન સંરક્ષક વર્ગ-3ની 38 મદદનીશ વાહન વ્યવહાર નિરીક્ષકની 25 જગ્યાઓ છે.
જીપીએસસીની સૌથી વધુ ભરતી ઓગસ્ટ 2022માં બહાર પડશે. ઓગસ્ટમાં કુલ 29 નોકરીઓ માટે ભરતી બહાર પડશે. આ નોકરીમાં સૌથી વધુ ખાલી જગ્યા જીપીએસસી ક્લાસ-1 અને ક્લાસ-2ની છે. આ સંવર્ગની આશરે 100 જગ્યા ભરાશે. ત્યારબાદ ઔષધ નિરીક્ષકની 32, હિસાબી અધિકારી વર્ગ-1ની 18, ગુજરાત ઈજનેરી સેવા સિવિલ વર્ગ1-2ની 43 જગ્યાઓ ભરાશે. આ ઓગસ્ટની સૌથી મોટી ભરતીઓ હશે.
જીપીએસસી દ્વારા સપ્ટેમ્બરમાં 8 નોકરીઓની ભરતી બહાર પડી શકે છે. આ નોકરીમાં સૌથી વધુ ખાલી જગ્યા ઔધોગિક સલામતી અને સ્વાસ્થ્ય અધિકારી વર્ગ 2ની છે. આ વર્ગની સૌથી વધુ 29 ખાલી જગ્યા છે.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર