GPCB Recruitment 2022 : ગુજરાત પોલ્યુશન કંટ્રોલ બોર્ડ દ્વારા 42 એપ્રેન્ટિસની ભરતીનું નોટિફીકેશન બહાર પાડવામાં આવ્યું છે, આ ભરતી માટે ઓનલાઈન અરજી કરવાની અંતિમ તારીખ નજીક છે. ઉમેદવારો અહીંયા આપવામાં આવેલી લિંક પરથી અરજી કરી શકે છે.
GPCB Recruitment 2022: રાજ્ય સરકારના વધુ એક વિભાગમાં એપ્રેન્ટિસની તક બહાર પડી છે. ગુજરાત પોલ્યુશન કંટ્રોલ બોર્ડ (GPCB Recruitment) દ્વારા 42 ખાલી જગ્યાઓ માટે ભરતીની જાહેરાત બહાર પાડવામાં આવી છે. ગુજરાત પોલ્યુશન કંટ્રોલ બોર્ડના નોટિફીકેશન (GPCB Recruitment Notification) મુજબ આ મુખ્યમંત્રી એપ્રેન્ટિસ યોજના હેઠળની (Mukhyamantri Apprentice Scheme) સ્કિમ છે જેના માટે ઓનલાઇન અરજી કરવાની (GPCB Recruitment Last Date of Online Application) અંતિમ તારીખ 30મી એપ્રિલ છે. રસ ધરાવતા ઉમેદવારો પોતાની લાયકાત ચકાસી અને અરજી કરી શકે છે. ઉમેદવારો માટે નીચે ટેબલમાં ઓનલાઇન એપ્લિકેશન કરવાની અને જાહેરાતની લિંક આપવામાં આવી છે. ઉમેદવારો આ લિંક દ્વારા સીધી અરજી કરી શકે છે. આ નોકરી માટે અરજી કરવાની અંતિમ તારીખ નજીક છે ત્યારે જે ઉમેદવારોને આ એપ્રેન્ટિસશીપમાં રસ હોય તે લિંક દ્વારા સીધી અરજી કરી શકે છે.
GPCB Recruitment 2022: ખાલી જગ્યા - આ ભરતીમાં કુલ 42 જગ્યાઓ ખાલી છે. આ પૈકીની ગ્રેજ્યુએટ એપ્રેન્ટિસની 21 અને ડિપ્લોમા એપ્રેન્ટિસની 21 ખાલી જગ્યાઓ છે. જેમાં ગ્રેજ્યએટ એપ્રેન્ટિસની બાયો ટેકનોલોજીની 03, કેમિકલ એન્જિનિયરીંગની 05, સિવિલ એન્જિનિયરીંગની 04, એનવાયર્નમેન્ટલ પોલ્યુશન એન્ડ કંટ્રોલ એન્જિનિયરીંગની 03, ઈન્સ્ટ્રુમેન્શન એન્ડ કંટ્રોલ એન્જિનિયરીંગની 04, મરીન એન્જિનિયરીંગની 03, અધર્સમાં માસ્ટર્સ ઈન એનાવયરમેન્ટલ એન્ડ એલાઈડ ડિસિપ્લીન્સની 01 જગ્યા છે. ડિપ્લોમાં એન્જિનિયરીંગમાં પણ સરખી જગ્યાઓ છે.
GPCB Recruitment 2022: શૈક્ષણિક લાયકાત
આ નોકરી માટે ગ્રેજ્યુએટ એપ્રેન્ટિસ માટે બીટેક અને બીઈની ડિગ્રી સંબંધિત વિષયમાં પાસ કરેલી હોવી અનિવાર્ય છે. જ્યારે ડિપ્લોમાં એપ્રેન્ટિસ માટે સંબંધિત વિષયોમાં ડિપ્લોમાં કરેલું હોવું અનિવાર્ય છે. શૈક્ષણિકની લાયકાતની વધુ માહિતી અહીંયા આપવામાં આવેલી જાહેરાત દ્વારા જાણી શકાશે.
ઉમેદવારોની પસંદગી એપ્રેન્ટિસ સ્કિમ માટે શૈક્ષણિક રેકોર્ડના આધારે કરવામાં આવે છે. જીપીસીબી દ્વારા પણ નેશનલ એપ્રેન્ટિસ ટ્રેનિંગ સ્કિમ હેઠળ પસંદગી કરવામાં આવશે. પસંદગી માટે ગુજરાત પોલ્યુશન કંટ્રોલ બોર્ડના નિયમો અંતિમ રહેશે.
GPCB Recruitment 2022: એપ્રેન્ટિસનો સમયગાળો અને સ્ટાઈપેન્ડ
આ એપ્રેન્ટિસ સ્કિમ હેઠળ પસંદ થનારા ઉમેદવારોનો તાલિમનો સમયગાળો એરક વર્ષનો રહેશે. આ એક વર્ષ દરમિયાન ગ્રેજ્યુએટ અને ટેકનિશિયન એપ્રેન્ટિસને રૂપિયા 9,000 સ્ટાઈપેન્ડ આપવામાં આવશે.
ઉમેદવારોએ અહીંયા ટેબલમાં આપવામાં આવેલી લિંક ઓપન કરી અને જાહેરાત નંબર JV 2200050માં અરજી ફોર્મ ભરવાનું રહેશે. અરજી ફોર્મ સાથે જરૂરી તમામ દસ્તાવેજો જોડવાના રહેશે. આ અરજી અંતિમ તારીખ પહેલા કરવાની રહેશે.
Published by:Jay Mishra
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર