નવી દિલ્હી. સરકારી નોકરી (Government Jobs)ની તલાશ કરી રહેલા ધોરણ-10 અને ધોરણ-12 પાસ યુવાઓ માટે સુવર્ણ તક છે. મૂળે, રક્ષા મંત્રાલય (Defence Ministry)એ કુલ 458 પદો પર ભરતી માટે અરજીઓ આમંત્રિત કરી છે. આ ભરતી હેઠળ 41 ફિલ્ડ દારૂગોળો ડેપોમાં 444 ખાલી પદો અને 255 (I) ABOUમાં 14 પદોને ભરવામાં આવશે.
સામગ્રી સહાયક માટે ઉમેદવારોની પાસે સ્નાતક ડિગ્રી કે સામગ્રી પ્રબંધનમાં ડિપ્લોમા હોવો જરૂરી છે. જ્યારે JOA પદ માટે ઉમેદવારને ધોરણ-12 પાસ હોવું જરૂરી છે. આ ઉપરાંત અન્ય તમામ પદો માટે ઉમેદવારને ધોરણ-10 પાસ હોવું જરૂરી છે. ઉમેદવારોની પસંદગી એન્ડુરન્સ અને લેખિત પરીક્ષાના આધાર પર કરવામાં આવશે.
અરજી કરવા માટે ઉમેદવારને સંબંધિત ડેપો પર પોતાની અરજી પોસ્ટ કરવાની રહેશે. તેના માટે રજિસ્ટ્રર, સામાન્ય પોસ્ટ કે સ્પીડ પોસ્ટ તમામ માન્ય છે. વધુ જાણકારી માટે ઉમેદવાર ઓફિશિયલ વેબસાઇટ indianarmy.nic.in અથવા તો ncs.gov.in પર વિઝિટ કરી શકે છે.
Published by:Mrunal Bhojak
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર