Home /News /career /ઓક્ટોબર મહિનામાં પરીક્ષાઓની ભરમાર, RRB,IBPS અને કોન્સ્ટેબલની જેવી ઘણી મહત્વની સરકારી ભરતીઓ માટે લેવાશે કસોટી

ઓક્ટોબર મહિનામાં પરીક્ષાઓની ભરમાર, RRB,IBPS અને કોન્સ્ટેબલની જેવી ઘણી મહત્વની સરકારી ભરતીઓ માટે લેવાશે કસોટી

ઓક્ટોબર મહિનામાં પરીક્ષાઓની ભરમાર, જાણો સરકારી ભરતીઓની તારીખ

Govt Exam Calendar for October 2022: આ મહિને યોજાનારી કેટલીક મહત્વની પરીક્ષાઓમાં SSC, બેંકિંગ, રેલવે અને સિવિલ સર્વિસનો સમાવેશ થાય છે. ઉપરોક્ત કોઈપણ પરીક્ષા માટે અરજી કરનાર ઉમેદવારો અહીં આપેલા પરીક્ષા કેલેન્ડરમાંથી  પોતાની પરીક્ષાની તારીખ નોંધી શકે છે.

વધુ જુઓ ...
    Govt Exam Calendar for October 2022: ગવર્નમેન્ટ પરીક્ષાના કેલેન્ડર મુજબ ઓક્ટોબર 2022માં વિવિધ પરીક્ષાઓ યોજવાનું નક્કી કરવાના આવ્યું છે. આ મહિને યોજાનારી કેટલીક મહત્વની પરીક્ષાઓમાં SSC, બેંકિંગ, રેલવે અને સિવિલ સર્વિસનો સમાવેશ થાય છે. ઉપરોક્ત કોઈપણ પરીક્ષા માટે અરજી કરનાર ઉમેદવારો અહીં આપેલા પરીક્ષા કેલેન્ડરમાંથી  પોતાની પરીક્ષાની તારીખ નોંધી શકે છે.
    સરકારી પરીક્ષાનું નામમહત્વપૂર્ણ તારીખો
    SSC JHT 2022 પેપર-1લી  ઓક્ટોબર 2022
    IBPS RRB PO 2022 મુખ્ય (સ્કેલ-1)લી  ઓક્ટોબર 2022
    RRB ગ્રુપ ડી 2022 ની પરીક્ષાતબક્કો-4: 7 મી  ઓક્ટોબર 2022 સુધીતબક્કો-5: 6 થી  11  ઓક્ટોબર (છેલ્લો તબક્કો )
    UGC NET 2022 પરીક્ષાતબક્કો-3: 29 મી  સપ્ટેમ્બરથી 14 મી  ઓક્ટોબર 2022
    IBPS ક્લાર્ક મેઇન્સ 2022મી  ઓક્ટોબર 2022
    દિલ્હી પોલીસ પરીક્ષા-2022 માં SSC હેડ કોન્સ્ટેબલ (મંત્રાલય).10  થી  20 ઓક્ટોબર 2022
    મધ્યપ્રદેશ વ્યાપમ ગ્રુપ 1 ની પરીક્ષા12 મી  અને 13 મી  ઓક્ટોબર 2022
    TNTET 2022 પરીક્ષા14 મી  ઓક્ટોબર 2022
    IBPS PO પ્રારંભિક પરીક્ષા15 મી , 16 મી , 22 મી  ઓક્ટોબર 2022
    OPSC OAS16 મી  ઓક્ટોબર 2022
    પંજાબ ADA 16 મી  ઓક્ટોબર 2022
    HPSC વહીવટી પ્રિલિમ્સ16 મી  ઓક્ટોબર 2022
    OSSC નર્સ16મી ઓક્ટોબર 2022
    દિલ્હી પોલીસ પરીક્ષા-2022 માં SSC કોન્સ્ટેબલ (ડ્રાઈવર).21 મી  ઓક્ટોબર 2022
    BPSC પ્રોજેક્ટ મેનેજર22 મી  અને 28 મી  ઓક્ટોબર 2022
    એપી પીજીટી23  ઓક્ટોબર 2022
    દિલ્હી પોલીસ પરીક્ષા-2022 માં SSC હેડ કોન્સ્ટેબલ (AWO/TPO).27 મી  અને 28 મી  ઓક્ટોબર 2022
    RSMSSB ફોરેસ્ટ ગાર્ડઓક્ટોબર 2022 (કામચલાઉ)


    ઓક્ટોબર 2022 મા યોજાનારી કેટલીક સરકારી પરીક્ષાઓની વિગતો અહીં તપાસો


    SSC JHT 2022 પેપર -1


    SSC JHT 2022ની પરીક્ષા 1 ઓક્ટોબર 2022ના રોજ યોજાશે. સ્ટાફ સિલેકશન કમિશન ભારત સરકારમાં મંત્રાલયો/વિભાગો/સંસ્થાઓમાં જુનિયર/સિનિયર હિન્દી ટ્રાન્સલેટરની ગ્રુપ  'બી' નોન-ગેઝેટેડ જગ્યાઓની ભરતી માટે સ્પર્ધાત્મક પરીક્ષા યોજશે.

    આ પણ વાંચો:  કઈ રીતે કરશો SBI ક્લાર્ક 2022 ભરતીની તૈયારી? અહી જાણો પ્રિલિમ્સ - મેઇન્સની નવી એક્ઝામ પેટર્ન અને સિલેબસ

    RRB ગ્રુપ D 2022 (CBT Phase-4 & 5)


    રેલ્વે રિક્રુટમેન્ટ બોર્ડ ઓક્ટોબરમાં RRB ગ્રુપ D 2022 CBT (કમ્પ્યુટર આધારિત) પરીક્ષા લેવા જઈ રહ્યું છે. પરીક્ષાનો Phase-4 19મી સપ્ટેમ્બરથી 7મી ઓક્ટોબર 2022 દરમિયાન અને Phase-5 એ  6ઠ્ઠીથી 11મી ઑક્ટોબર 2022 દરમિયાન યોજાવા જઈ રહ્યો છે. વર્ષ 2019માં RRB ગ્રુપ D 2022ની પરીક્ષા માટે 1.15 કરોડથી વધુ ઉમેદવારોએ અરજી કરી હતી.

    NTA UGC NET જૂન  2022 & ડિસેમ્બર 2022


    ઓફિશિયલ શેડ્યૂલ મુજબ UGC NET Phase 29 સપ્ટેમ્બરથી 14 ઓક્ટોબર, 2022ના રોજ બે શિફ્ટમાં લેવાની શરૂઆત થશે. પ્રથમ શિફ્ટ સવારે 9 થી 12 વાગ્યા સુધી જ્યારે બીજી શિફ્ટ બપોરે 3 થી 6 દરમિયાન યોજાનાર છે.

    IBPS ક્લર્ક મેઇન્સ 2022


    ઇન્સ્ટિટ્યૂટ ઑફ બેંકિંગ પર્સનલ સિલેક્શન (IBPS) એ IBPS ક્લર્ક મેઇન્સ 2022ની પરીક્ષા 08 ઑક્ટોબર 2022ના રોજ લેવાનું નક્કી કરેલ છે. પરીક્ષાનો સમય સવારે 9 વાગ્યાથી બપોરે 12.30 વાગ્યાનો રહશે.

    દિલ્હી પોલીસ પરીક્ષા 2022 - SSC હેડ કોન્સ્ટેબલ (મિનિસ્ટ્રી)


    દિલ્હી પોલીસ અને સ્ટાફ સિલેકશન કમિશન વચ્ચે થયેલા સમજૂતી કરાર મુજબ SSC દિલ્હી પોલીસમાં હેડ કોન્સ્ટેબલ (મિનિસ્ટ્રિયલ)ની ભરતી માટે ઑક્ટોબર 2022માં કમ્પ્યુટર આધારિત પરીક્ષા (CBE) આયોજિત કરશે.

    મધ્ય પ્રદેશ વ્યાપમ ગ્રુપ 1- 2022


    મધ્ય પ્રદેશ પ્રોફેશનલ એજ્યુકેશનલ બોર્ડે 12 અને 13 ઓક્ટોબર, 2022 ના રોજ MP વ્યાપમ ગ્રુપ 1 ની પરીક્ષા લેવાની જાહેરાત કરી છે. લેખિત પરીક્ષામાં 100 માર્કના બે પેપર - સામાન્ય જ્ઞાન અને સંબંધિત વિષયોના હશે.

    IBPS PO પ્રિલિમિનરી 2022


    ઇન્સ્ટિટ્યૂટ ઑફ બેન્કિંગ પર્સનલ સિલેક્શન (IBPS) એ IBPS PO પ્રારંભિક પરીક્ષા ઑક્ટોબર 15, 16, અને 22, 2022 ના રોજ લેશે. પ્રોબેશનરી ઑફિસર પ્રોફાઇલ માટેની પ્રારંભિક પરીક્ષા ઘણી શિફ્ટમાં યોજવામાં આવશે. અગાઉ તેમેણે 11 પાર્ટનર PSBs માં મળીને કુલ 6932 PO ખાલીપોસ્ટની જાહેરાત કરી હતી.

    OPSC OAS 2022


    ઓડિશા પબ્લિક સર્વિસ કમિશને 16 ઓક્ટોબર, 2022 ના રોજ ગ્રુપ A અને B પોસ્ટ્સ માટે ઓડિશા સિવિલ સર્વિસ પરીક્ષાનું આયોજન કર્યું છે. કમિશન સવારે (10 થી 12 વાગ્યા સુધી) જનરલ સ્ટડીઝ પેપર 1 અને બપોરે (1.30 થી 03. 30 વાગ્યા સુધી) જનરલ સ્ટડીઝ પેપર 2 યોજશે.

    PUNJAB ADA 2022


    પંજાબ પબ્લિક સર્વિસ કમિશને 16 ઓક્ટોબર, 2022 ના રોજ આસિસ્ટન્ટ ડિસ્ટ્રિક્ટ એટર્નીની પરીક્ષાનું આયોજન કર્યું છે. કમિશને અગાઉ વિવિધ કેટેગરીઓ માટે 119 ખાલી પોસ્ટ્સની જાહેરાત કરી છે. લેખિત પરીક્ષામાં જનરલ એપ્ટિટ્યુડ અને કાયદાના વિષયોના પ્રશ્નો હશે. આ પરીક્ષાનો સમયગાળો 2 કલાક હશે.

    HPSC એડમિનિસ્ટ્રેટિવ પ્રિલિમ્સ 2022


    HPSC 16 ઑક્ટોબર, 2022 ના રોજ HP વહીવટી સેવા વગેરેની સંયુક્ત સ્પર્ધાત્મક પરીક્ષા લેવા જઈ રહી છે. પ્રિલિમિનરી પરીક્ષામાં બે પેપર - જનરલ સ્ટડીઝ અને એપ્ટિટ્યુડ ટેસ્ટ લેવાશે.

    દિલ્હી પોલીસ પરીક્ષા 2022 - SSC કોન્સ્ટેબલ (ડ્રાઈવર)


    દિલ્હી પોલીસ ડ્રાઈવર (કોન્સ્ટેબલ) પરીક્ષા 21 ઓક્ટોબર, 2022 ના રોજ યોજાવા જઈ રહી છે. વિભાગે આ પ્રોફાઇલ માટે 1411 ખાલી પોસ્ટસની જાહેરાત કરી છે. જનરલ અવેરનેસ, જનરલ ઇન્ટેલિજન્સ, ન્યુમેરિકલ એબિલિટી અને મૂળભૂત ડ્રાઇવિંગ અને ટ્રાફિક નિયમો જેવા વિષયો પરના પ્રશ્નોની  લેખિત પરિક્ષા ઑનલાઇન લેવાશે.

    BPSC પ્રોજેક્ટ મેનેજર 2022


    BPSC પ્રોજેક્ટ મેનેજરની પરીક્ષા 22 અને 28 ઓક્ટોબર, 2022 ના રોજ લેવાશે. પરીક્ષા બે શિફ્ટમાં હશે  જેમાં સવારની શિફ્ટમાં સામાન્ય હિન્દીનું પેપર 10 થી બપોરે 1 વાગ્યા સુધી અને બપોરની શિફ્ટમાં અંગ્રેજીનું બપોરે 1.30 થી 4.30 સુધી લેવામાં આવશે. જ્યારે સામાન્ય જ્ઞાન અને વૈકલ્પિક વિષયોના પેપર 28 ઓક્ટોબર, 2022ના રોજ લેવાશે.

    AP PGT 2022


    આંધ્રપ્રદેશ PGT (પોસ્ટ ગ્રેજ્યુએટ ટીચર) પરીક્ષા 23 ઓક્ટોબર, 2022 ના રોજ યોજાશે. આ પરીક્ષા અગાઉ 8 સપ્ટેમ્બરના રોજ યોજાવાની હતી.  આ પરીક્ષા દ્વારા 176 PG શિક્ષકની ખાલી જગ્યાઓની ભરતી થશે. પરીક્ષામાં બે પેપર હશે- પેપર 1 અંગ્રેજીના પ્રશ્નો અને પેપર 2માં  જનરલ નોલેજ અને ટીચિંગ એપ્ટિટ્યુડના પ્રશ્નો હશે.
    દિલ્હી પોલીસ પરીક્ષા 2022 - SSC હેડ કોન્સ્ટેબલ (AWO/TPO)
    સ્ટાફ સિલેકશન કમિશને 27 અને 28 ઓક્ટોબર, 2022ના રોજ દિલ્હી પોલીસ હેડ કોન્સ્ટેબલની પરીક્ષાનું આયોજન કર્યું છે. પસંદ કરાયેલા ઉમેદવારો મદદનીશ વાયરલેસ ઓપરેટર (AWO)/ટેલિ-પ્રિંટર ઓપરેટર (TPO) કેડર હેઠળ દિલ્હી પોલીસમાં લેવામાં આવશે. આયોગે અગાઉ ઉપરોક્ત પ્રોફાઇલ માટે 256 ખાલી પોસ્ટ્સની જાહેરાત કરી છે. પ્રવેશ પરીક્ષા CBE (કોમ્પ્યુટર-આધારિત પરીક્ષા) મોડમાં લેવામાં આવશે.

    OSSC Nurse exam 2022


    OSSC નર્સિંગ પરીક્ષા ઓડિશા સબ-ઓર્ડિનેટ સ્ટાફ સિલેક્શન કમિશન દ્વારા 16 ઓક્ટોબર, 2022ના રોજ લેવામાં આવશે. કમિશને વિવિધ કેટેગરીઓ માટે 4070 ખાલી પોસ્ટ્સની જાહેરાત કરી છે. પરીક્ષા ઑફલાઇન મોડમાં લેવામાં આવશે અને નર્સિંગ અભ્યાસક્રમમાંથી પ્રશ્નો પૂછવામાં આવશે.

    આ પણ વાંચો:  વગર પરીક્ષાએ ઓફિસર બનવાનો ગોલ્ડન ચાન્સ, 1 લાખ સુધીનો પગાર, જલ્દી કરો અરજી

    RSMSSB ફોરેસ્ટ ગાર્ડ 2022


    રાજસ્થાન સબઓર્ડિનેટ એન્ડ મિનિસ્ટરિયલ સર્વિસિસ સિલેક્શન બોર્ડ (RSMSSB) ઓક્ટોબર 2022માં ફોરેસ્ટર અને ફોરેસ્ટ ગાર્ડ માટે પ્રારંભિક પરીક્ષા લેવા જઈ રહ્યું છે. 1128 ખાલી જગ્યાઓ માટે પરીક્ષા લેવામાં આવશે. લેખિત પરીક્ષા ઓફલાઈન મોડમાં લેવામાં આવશે.
    Published by:Rahul Vegda
    First published:

    Tags: Career and Jobs, કેરિયર

    विज्ञापन

    ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

    વધુ વાંચો
    विज्ञापन
    विज्ञापन
    विज्ञापन