Home /News /career /

Govt Exams: રેલ્વે, બેન્કિંગ, SSC અને ડિફેન્સ સહિતની સરકારી પરીક્ષાઓ આ તારીખોએ લેવાશે, જુઓ આ લિસ્ટ

Govt Exams: રેલ્વે, બેન્કિંગ, SSC અને ડિફેન્સ સહિતની સરકારી પરીક્ષાઓ આ તારીખોએ લેવાશે, જુઓ આ લિસ્ટ

સરકારી નોકરીઓ માટે પરીક્ષાની યાદી

Govt Exam Calendar August 2022: અલગ અલગ ઓથોરિટીઝ દ્વારા આ પરીક્ષાઓ લેવામાં આવશે. ત્યારે ઉમેદવાર સરળતાથી આ પરીક્ષાઓ વિશે જાણી શકે તે માટે ઓગસ્ટમાં યોજાનાર પરીક્ષાઓનું લિસ્ટ અહીંયા રજૂ કરવામાં આવ્યું છે.

    Govt Exams Calendar for August 2022: ઓગસ્ટ 2022માં SSC, રેલ્વે, UPSC, સ્ટેટ PCS, બેન્કિંગ, ટીચિંગ, ડિફેન્સ તથા અન્ય સરકારી પરીક્ષાઓનું આયોજન કરવામાં આવશે. અલગ અલગ ઓથોરિટીઝ દ્વારા આ પરીક્ષાઓ લેવામાં આવશે. ત્યારે ઉમેદવાર સરળતાથી આ પરીક્ષાઓ વિશે જાણી શકે તે માટે ઓગસ્ટમાં યોજાનાર પરીક્ષાઓનું લિસ્ટ અહીંયા રજૂ કરવામાં આવ્યું છે.



































































































    સરકારી પરીક્ષાનું નામપરીક્ષાની તારીખ
    SSC સિલેક્શન પોસ્ટ ફેઝ-101 થી 5 ઓગસ્ટ
    SSC સિલેક્શન પોસ્ટ લદ્દાખ1 થી 5 ઓગસ્ટ
    RBI ગ્રેડ B DEPR/DSIM ફેઝ II6 ઓગસ્ટ
    AP TET 20226 થી 21 ઓગસ્ટ
    તેલંગાણા SI પ્રિલિમ પરીક્ષા7 ઓગસ્ટ
    UPSC CAPF લેખિત પરીક્ષા7 ઓગસ્ટ
    IBPS RRBઓફિસ આસિસ્ટન્ટ (ક્લર્ક)7, 13 અને 14 ઓગસ્ટ
    SSC CGL ટિયર-2 (CBE)8 થી 10 ઓગસ્ટ
    SSC લિમિટેડ ડિપાર્ટમેન્ટલ કોમ્પેટીટીવ પરીક્ષા13 ઓગસ્ટ
    UGC NET જૂન 2022 & ડિસેમ્બર 2021 પરીક્ષા12, 13, 14 ઓગસ્ટ
    RRB NTPC કમ્પ્યુટર બેઝ્ડ ટાઈપિંગ સ્કિલ ટેસ્ટ 2022 (CBTST)12 ઓગસ્ટ
    DDA JE પરીક્ષા16 ઓગસ્ટ
    RRB ગૃપ D17 ઓગસ્ટ
    તેલંગાણા પોલીસ કોન્સ્ટેબલ પ્રિલિમ પરીક્ષા21 ઓગસ્ટ
    IBPS RRBઓફિસર20 અને 21 ઓગસ્ટ
    TN TET 202225 થી 31 ઓગસ્ટ
    AFCAT (2) પરીક્ષા26, 27 અને 28 ઓગસ્ટ
    DDAપ્રોગ્રામર પરીક્ષા27 ઓગસ્ટ
    IBPSક્લર્ક પ્રિલિમ પરીક્ષા28 ઓગસ્ટ અને 3-4 સપ્ટેમ્બર
    DSSSB વેલફેર ઓફિસર1 થી 30 ઓગસ્ટ
    DSSSB કાઉન્સિલર1 થી 30 ઓગસ્ટ
    DSSSB આસિસ્ટન્ટ સેનેટરી ઈન્સ્પેક્ટર1 થી 30 ઓગસ્ટ
    DSSSB હેડ ક્લર્ક, આસિસ્ટન્ટ સેક્શન1 થી 30 ઓગસ્ટ

    AFCAT પરીક્ષા (AFCAT 2022 Exam)

    26, 27 અને 28 ઓગસ્ટના રોજ ફ્લાઈંગ એન્ડ ગ્રાઉન્ડ ડ્યુટી (ટેકનિકલ અને નોન ટેકનિકલ) બ્રાન્ચમાં ગૃપ એ ગેઝેટ ઓફિસરની 283 પોસ્ટ પર ભરતી માટે AFCAT પરીક્ષા લેવામાં આવશે. ફ્લાઈંગ બ્રાન્ચમાં શોર્ટ સર્વિસ કમિશન (SSC)ની ગ્રાન્ટ માટે જુલાઈ 2023માં શરૂ થનાર કોર્સિસ હેઠળ પુરુષો અને મહિલાઓ માટે પરીક્ષાનું આયોજન કરવામાં આવશે. જેમાં ગ્રાઉન્ડ ડ્યુટી (ટેકનિકલ અને નોન-ટેકનિકલ) શાખાઓમાં પરમેનન્ટ કમિશન (પીસી) અને શોર્ટ સર્વિસ કમિશન (એસએસસી) અને એનસીસી સ્પેશ્યલ એન્ટ્રી સ્કીમ (ફ્લાઇંગ બ્રાન્ચ માટે) માટે પીસી/એસએસસીનો સમાવેશ થાય છે.

    NTA UGC NET જૂન 2022 & ડિસેમ્બર 2021 પરીક્ષા

    નેશનલ ટેસ્ટીંગ એજન્સી દ્વારા સમગ્ર દેશમાં બાકી રહેલ વિષયો માટે 12, 13 અને 14 ઓગસ્ટના રોજ પરીક્ષા (UGC NET 2022) લેવામાં આવશે. UGC દ્વારા માન્યતા પ્રાપ્ત વિભિન્ન ભારતીય યુનિવર્સિટી, કોલેજ, ઈન્સ્ટીટ્યુશનમાં પરીક્ષા કેન્દ્રો પર આસિસ્ટન્ટ પ્રોફેસર અને જૂનિયર રિસર્ચ ફેલોશીપ (JRF)ની પાત્રતા નિર્ધારિત કરવા માટે આ પરીક્ષા લેવામાં આવશે.

    આ પણ વાંચોઃ-NHM Recruitment: NHM પાટણમાં CHO 56ની જગ્યાઓ ઉપર ભરતી, વાંચો સંપૂર્ણ માહિતી


    RRB NTPC કમ્પ્યુટર બેઝ્ડ ટાઈપિંગ સ્કિલ ટેસ્ટ 2022

    રેલ્વે ભરતી બોર્ડ CBT-2 એ શોર્ટલિસ્ટ કરેલા ઉમેદવાર માટે કમ્પ્યુટર બેઝ્ડ ટાઈપિંગ સ્કિલ ટેસ્ટ (CBTST) માટે આયોજન કર્યું છે. હાલની પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને 12 ઓગસ્ટના રોજ આ પરીક્ષા લેવામાં આવશે.

    SSC સિલેક્શન પોસ્ટ ફેઝ-10

    SSC સિલેક્શન પોસ્ટ ફેઝ-10 ની પરીક્ષા ત્રણ અલગ અલગ કમ્પ્યુટર બેઝ્ડ તબક્કામાં લેવામાંઆવશે. આ પરીક્ષામાં MCQ ટાઈપના પ્રશ્નો પૂછવામાં આવશે.

    SSC સિલેક્શન પોસ્ટ લદ્દાખ

    આ પરીક્ષામાં મેટ્રીક, હાયર સેકન્ડરી અને ગ્રેજ્યુએશન એમ આ ત્રણ કેટેગરીમાં ત્રણ અલગ અલગ કમ્પ્યુટર બેઝ્ડ પરીક્ષાનું આયોજન કરવામાં આવશે. આ પરીક્ષામાં MCQ ટાઈપના પ્રશ્નો પૂછવામાં આવશે.

    આ પણ વાંચોઃ-India post recruitment: ભારતીય પોસ્ટમાં ટેકનિકલ સુપરવાઈઝર માટે ભરતી, રૂ.1.12 લાખ સુધી પગાર


    RRB ગૃપ D

    રેલ્વે ભરતી બોર્ડ 17 ઓગસ્ટ અલગ અલગ ચરણોમાં ગૃપ D પરીક્ષાનું આયોજન કરવા જઈ રહ્યું છે. આ પરીક્ષા માટે 1.15 કરોડથી વધુ ઉમેદવારોએ અરજી કરી હતી.

    IBPS RRB PO & Clerk પ્રિલિમ પરીક્ષા

    IBPSએ 22 જુલાઈના રોજ PO અને ક્લર્કની પરીક્ષા માટે એડમિટ કાર્ડ જાહેર કર્યા હતા. 7, 13 અને 14 ઓગસ્ટના રોજ IBPS RRB ક્લર્કની પ્રિલિમ પરીક્ષા અને 20-21 ઓગસ્ટના રોજ IBPS RRB POની પરીક્ષા લેવામાં આવશે.

    UPSC CAPF 2022 પરીક્ષા

    યૂનિયન પબ્લિક સર્વિસ કમિશને (UPSC) 253 આસિસ્ટન્ટ કમાન્ડન્ટ્સ (Group A) માટે 7 ઓગસ્ટના રોજ પરીક્ષાનું આયોજન કર્યું છે.

    IBPS ક્લર્ક પરીક્ષા (IBPS Clerk Prelims Exam)

    IBPS ક્લર્ક પરીક્ષા બે સ્તર પર આયોજિત કરવામાં આવે છે- પ્રિલિમ અને મેઈન્સ પરીક્ષા. આ બંને પરીક્ષામાં ઉતીર્ણ થયેલ વિદ્યાર્થીઓની પસંદગી કરવામાં આવે છે. IBPS ક્લર્ક પ્રિલિમ પરીક્ષા 28 ઓગસ્ટ, 3-4 સપ્ટેમ્બરના રોજ લેવામાં આવશે.

    DSSSB વેલફેર ઓફિસર, કાઉન્સિલર, આસિસ્ટન્ટ સેનેટરી ઈન્સ્પેક્ટર, હેડ ક્લર્ક, આસિસ્ટન્ટ સેક્શન ઓફિસર પરીક્ષા

    DSSSB વેલફેર ઓફિસર, કાઉન્સિલર, આસિસ્ટન્ટ સેનેટરી ઈન્સ્પેક્ટર, હેડ ક્લર્ક, આસિસ્ટન્ટ સેક્શન ઓફિસર પરીક્ષા DASS Gr-II ની પરીક્ષા 1 થી 31 ઓગસ્ટની વચ્ચે લેવામાં આવશે. ટૂંક સમયમાં https://dsssb.delhi.gov.in/ પર પરીક્ષાની ફાઈનલ તારીખ જાહેર કરવામાં આવશે.
    Published by:ankit patel
    First published:

    Tags: Career tips, Exams, Government jobs, Jobs and Career, Sarkari Naukri

    विज्ञापन

    विज्ञापन

    આગામી સમાચાર

    विज्ञापन
    विज्ञापन