Home /News /career /

Govt Jobs 2022 : નાણા મંત્રાલયમાં યંગ પ્રોફેશનલ્સની ખાલી જગ્યા પર ભરતી, 40 હજાર જેટલો મળશે પગાર

Govt Jobs 2022 : નાણા મંત્રાલયમાં યંગ પ્રોફેશનલ્સની ખાલી જગ્યા પર ભરતી, 40 હજાર જેટલો મળશે પગાર

સરકારી નોકરી

Government jobs recruitment 2022: કેન્દ્રીય નાણાં મંત્રાલયના આર્થિક બાબતોના વિભાગને વર્ષ 2023 માટે આંતરરાષ્ટ્રીય આર્થિક વિભાગ (Department of Economic Affairs of the Union Ministry of Finance)માં જી-20 પ્રેસિડેન્સીને લઈને વિવિધ પોસ્ટ માટે ભરતી કરવામાં આવશે.

વધુ જુઓ ...
    Jobs and Career: સરકારી નોકરી (Government jobs) શોધી રહેલા ઉમેદવારો માટે કેન્દ્રીય નાણાં વિભાગ (Central Finance Department)ની મહત્વપૂર્ણ અપડેટ છે. કેન્દ્રીય નાણાં મંત્રાલયના આર્થિક બાબતોના વિભાગને વર્ષ 2023 માટે આંતરરાષ્ટ્રીય આર્થિક વિભાગ (Department of Economic Affairs of the Union Ministry of Finance)માં જી-20 પ્રેસિડેન્સીને લઈને વિવિધ પોસ્ટ માટે ભરતી કરવામાં આવશે. આ માટે સત્તાવાર વેબસાઇટ પર નોટિફિકેશન બહાર પાડવામાં આવ્યું છે અને આ પોસ્ટ માટે શૈક્ષણિક લાયકાત, ઉંમર, અનુભવ, અરજીની છેલ્લી તારીખની જાણકારી આપવામાં આવી છે.

    કેન્દ્રીય નાણાં મંત્રાલયના ડિપાર્ટમેન્ટ ઓફ ઇકોનીમિક અફેર્સ, ઇન્ટરનેશનલ ઇકોનોમિક ડિવિઝન દ્વારા જી-20 પ્રેસિડેન્સી 2023 માટે યંગ પ્રોફેશનલ્સ (એક્ઝિક્યુટિવ આસિસ્ટન્ટ્સ)ની ભરતીની જાહેર કરાઈ છે. આ નોકરી અંગેની નોટિસ મુજબ યંગ પ્રોફેશનલ્સની કુલ 10 જગ્યાઓ ખાલી છે. જી -20 પ્રેસિડેન્સીનું આયોજન ભારતમાં થવાનું છે, જેથી આ ભરતી મર્યાદિત સમય માટે હશે. રસ ધરાવતા ઉમેદવારો આ ભરતી માટે ઓફિશિયલ વેબસાઈટ https://mofapp.nic.in/cadre/ પર જઈને ઓનલાઈન અરજી કરી શકે છે. એટલે કે આ અરજીઓ ઓનલાઈન મોડના માધ્યમથી સ્વીકારવામાં આવશે.

    કેટલી જગ્યાઓ પર થશે ભરતી?
    આ ભરતી ઝુંબેશ હેઠળ યંગ પ્રોફેશનલની 10 જગ્યાઓ પર ભરતી કરવામાં આવશે.























    ભરતી ઝુંબેશમાં જગ્યા10 જગ્યાઓ
    પગારરૂ.40,000
    વય મર્યાદામહત્તમ 35 વર્ષ
    નોટિસ જોવા માટેhttps://dea.gov.in/sites/default/files/advertisement
    અરજી કરવા અહીં ક્લિક કરોhttps://mofapp.nic.in/cadre/

    યોગ્યતાના માપદંડ
    શૈક્ષણિક લાયકાત- ઉમેદવાર પાસે અર્થશાસ્ત્ર/નાણાં/વ્યવસ્થાપન/વાણિજ્યમાં સ્નાતકની ડિગ્રી હોવી જોઈએ. આ ઉપરાંત ઓછામાં ઓછા એક વર્ષ માટે સચિવાલય સર્વિસ/પ્રેક્ટિસનો અનુભવ હોવો પણ જરૂરી છે..

    વય મર્યાદા : આ પોસ્ટ માટે ઉમેદવારોની મહત્તમ વયમર્યાદા 35 વર્ષ નક્કી કરવામાં આવી છે. આ પોસ્ટ માટે અનામત વર્ગના ઉમેદવારોને ભરતી અને વયમર્યાદામાં સરકારી નિયમો અનુસાર છૂટ આપવામાં આવશે. આની વિગતો સત્તાવાર નોટિફિકેશનમાં આપવામાં આવી છે.

    આ પણ વાંચોઃ-BSF Recruitment 2022: બીએસએફમાં નોકરીની ભરતી, કેટલી જગ્યા અને ક્યાં અરજી કરવી?

    પગાર કેટલો મળશે?
    આ નોકરીમાં યંગ પ્રોફેશનલ્સને દર મહિને 40,000 રૂપિયા પગાર મળશે.

    નોટિસ જોવા માટે અહીં ક્લિક કરો
    https://dea.gov.in/sites/default/files/advertisement

    ક્યાં ડોક્યુમેન્ટ સાથે રાખવા?
    આ પોસ્ટ માટે અરજી કરતી વખતે ઉમેદવારોએ રેઝ્યૂમ, ધોરણ 10, ધોરણ 12 અને શૈક્ષણિક પ્રમાણપત્રો, શાળા રજાના રેકોર્ડ્સ, જાતિના રેકોર્ડ્સ (પછાત વર્ગના ઉમેદવારો માટે), ઓળખકાર્ડ (આધાર કાર્ડ, લાઇસન્સ) અને પાસપોર્ટ સાઇઝના ફોટોગ્રાફ્સ જેવા ડોક્યુમેન્ટ જોડવાના રહેશે.

    આ પણ વાંચોઃ-SBI Recruitment: SBIએ વિવિધ પદો માટે બહાર પાડી બંપર વેકેન્સી, આ તારીખ પહેલા કરો અરજી

    અહીં ઉલ્લેખનીય છે કે, ઉમેદવારો સત્તાવાર વેબસાઇટની મુલાકાત લઈને પોતાની અરજી પ્રક્રિયા શકે છે. ઉમેદવારોએ અરજી કરતા પહેલા નોટિફિકેશનને કાળજીપૂર્વક વાંચી લે તે હિતાવહ છે.
    Published by:ankit patel
    First published:

    Tags: Career News, Government jobs, Gujarat Government, Jobs and Career, Jobs news, Sarkari Naukri, Sarkari Naukri 2022

    આગામી સમાચાર