Sarkari Job: કેન્દ્રીય સિલ્ક બોર્ડમાં છે કામ કરવાની તક, જાણો કયા ઉમેદવારો કરી શકશે અરજી

પ્રતીકાત્મક તસવીર

Government Job: કુલ 15 જગ્યાઓ માટે અરજીઓ મંગાવી છે. આ પોસ્ટ્સ માટે અરજી કરવા માટે, ઉમેદવારોએ સત્તાવાર વેબસાઇટ csb.gov.in ની મુલાકાત લેવી પડશે.

  • Share this:
    Sarkari Job: જે ઉમેદવારો નોકરી (seeking jobs) શોધી રહ્યા છે તેમના માટે સારા સમાચાર (Good news for job seker) છે. કેન્દ્રીય રેશમ બોર્ડ, જે કાપડ મંત્રાલય હેઠળ આવે છે, તેણે કોકૂન ક્ષેત્ર માટે અરજીઓ મંગાવીને સત્તાવાર સૂચના બહાર પાડી છે. જે પોસ્ટ્સ માટે અરજીઓ માંગવામાં આવી છે તે ટેક્સટાઇલ એન્જિનિયરિંગ અને ફાઇબર સાયન્સ સાથે સંબંધિત છે. તેમાં વૈજ્ઞાનિક-બીની પોસ્ટનો પણ સમાવેશ થાય છે.

    સેન્ટ્રલ સિલ્ક બોર્ડે કુલ 15 જગ્યાઓ માટે અરજીઓ મંગાવી છે. આ પોસ્ટ્સ માટે અરજી કરવા માટે, ઉમેદવારોએ સત્તાવાર વેબસાઇટ csb.gov.in ની મુલાકાત લેવી પડશે.

    પસંદગી પ્રક્રિયા:

    સેન્ટ્રલ સિલ્ક બોર્ડ આ પોસ્ટ્સ પર ભરતી માટે કોઈ પરીક્ષા લેશે નહીં, તેના બદલે ઉમેદવારો AICE- JRF/ SRF (PhD)- ICAR-NTA અને IIT GATE પરીક્ષાના સ્કોરના આધારે પસંદ કરવામાં આવશે. અરજી પ્રક્રિયા સત્તાવાર વેબસાઇટ csb.gov.in પર શરૂ થઈ છે. ઉમેદવારોએ શક્ય તેટલી વહેલી તકે અરજી ફોર્મ ભરવું હિતાવહ છે.

    આ પણ વાંચો - Sarkari Naukari: SBIમાં છે વેકેન્સી, આ રીતે કરી લો ફટાફટ અરજી

    લાયકાત:

    તે તમામ ઉમેદવારો આ પોસ્ટ્સ માટે અરજી કરી શકે છે, જેમણે કોઈપણ માન્ય સંસ્થા અથવા યુનિવર્સિટીમાંથી ટેક્સાઇટ ટેક્નોલોજીમાં BE અથવા B.Tech કર્યું છે. આ સાથે, પોસ્ટ્સ માટે અરજી કરવા માટે મહત્તમ વય મર્યાદા 35 વર્ષ છે.

    આ પણ વાંચો- Sarkari Naukri: રેલવેમાં સરકારી નોકરીની તક, પગાર 35,000 સુધી

    ઇસરોમાં પણ છે આ પદો માટે ભરતી

    ઈન્ડિયન સ્પેસ રિસર્ચ ઓર્ગેનાઇઝેશન (Indian Space Research Organization- ISRO) ધોરણ-10 પાસ માટે ડ્રાઇવર (Driver), કુક (Cook) અને ફાયરમેન (Fireman) જેવા પદો પર ભરતી પ્રક્રિયા હાથ ધરી રહ્યું છે. સરકારી નોકરી (Government Jobs) મેળવવાની ઈચ્છા ધરાવતા યુવાઓ માટે આ શાનદાર તક છે. આ ભરતી ઇસરોના લિક્વિડ પ્રોપલ્સન સિસ્ટમ્સ (Liquid Propulsion Systems) માટે બહાર પાડવામાં આવી છે. તેના માટે ઓનલાઇન અરજી (Online Application) કરવાની પ્રક્રિયા 24 ઓગસ્ટ, 2021થી શરૂ થઈ ગઈ છે. ઈચ્છુક ઉમેદવારોએ અરજી ઇસરોની ઓફિશિયલ વેબસાઇટ psc.gov.in પર જઈને કરવાની છે. અરજી 6 સપ્ટેમ્બર, 2021 સુધીમાં કરી શકાશે. આ ભરતી પ્રક્રિયા હેઠળ ડ્રાઇવર, કુક અને ફાયરમેનની સાથોસાથ કેટરિંગના પદ ઉપર પણ વેકન્સી છે. ઇસરો ભરતી 2021ના (ISRO-LPSC Recruitment 2021) નોટિફિકેશન મુજબ, હેવી મોટર વ્હીકલ ડ્રાઇવર, કુક, અટેન્ડન્ટ અને ફાયરમેનની કુલ 8 વેકન્સી છે.
    Published by:Kaushal Pancholi
    First published: