Home /News /career /

Sarkari Naukri: સરકારી નોકરીની તૈયારી કરતા ઉમેદવારો માટે સુવર્ણ અવસર, 13 હજારથી વધુ પદો પર ભરતી

Sarkari Naukri: સરકારી નોકરીની તૈયારી કરતા ઉમેદવારો માટે સુવર્ણ અવસર, 13 હજારથી વધુ પદો પર ભરતી

સરકારી નોકરીઓની ભરતી

Government jobs: તમે પણ સરકારી નોકરીના ઇચ્છુક છો તો તમારી પાસે ભારતીય નૌકાદળ, સ્ટીલ ઓથોરિટી ઓફ ઇન્ડિયા લિમિટેડ (SAIL), એઇમ્સ, બિહાર ટેક્નિકલ સર્વિસ કમિશન (BTSC), રાષ્ટ્રીય કેમિકલ્સ એન્ડ ફર્ટિલાઇઝર્સ લિમિટેડ (RCFL) અને અન્ય સહિત વિવિધ સંસ્થાઓમાં 13000+ વિવિધ નોકરીઓ (13000+ Various Jobs ) માટે અરજી કરવાની સુવર્ણ તક છે.

વધુ જુઓ ...
    ઘણા ઉમેદવારો વર્ષોથી સરકારી નોકરી (Government Jobs) મેળવવા માટે તડામાર તૈયારીઓ કરતા હોય છે. અને સરકાર પણ સમયાંતરે જે-તે ક્ષેત્રમાં ભરતી બહાર પાડતી રહે છે. ત્યારે જો તમે પણ સરકારી નોકરીના ઇચ્છુક છો તો તમારી પાસે ભારતીય નૌકાદળ, સ્ટીલ ઓથોરિટી ઓફ ઇન્ડિયા લિમિટેડ (SAIL), એઇમ્સ, બિહાર ટેક્નિકલ સર્વિસ કમિશન (BTSC), રાષ્ટ્રીય કેમિકલ્સ એન્ડ ફર્ટિલાઇઝર્સ લિમિટેડ (RCFL) અને અન્ય સહિત વિવિધ સંસ્થાઓમાં 13000+ વિવિધ નોકરીઓ (13000+ Various Jobs ) માટે અરજી કરવાની સુવર્ણ તક છે.

    આ સંસ્થાઓએ આજે એડિશનલ પ્રોફેસર, ટ્રેડ્સમેન, ટેક્નિશિયન, ફાર્માસિસ્ટ અને અન્ય સહિત વિવિધ પદો માટે નોટિફીકેશન જાહેર કરી છે. ભરતી વિશેની પોસ્ટ વાઇઝ વિગતો જાણવા માટે અહીં એક નજર નાખો અને આ પોસ્ટ પર અરજી કરતા પહેલા પાત્રતા અને અન્ય વિગતો જરૂરથી તપાસો.
    AIIMS ભરતી 2022

    ઓલ ઇન્ડિયા ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેડિકલ સાયન્સિસ (AIIMS), રાજકોટ, ગુજરાતે તેની સત્તાવાર વેબસાઇટ પર 82 ફેકલ્ટી પોસ્ટ્સ માટે અરજી મંગાવી છે. ફેકલ્ટીની કુલ 82 જગ્યાઓમાંથી પ્રોફેસર-18, એડિશનલ પ્રોફેસર-13, એસોસિએટ પ્રોફેસર-16 અને આસિસ્ટન્ટ પ્રોફેસર-35 જગ્યાઓ છે.

    આ પણ વાંચોઃ-GISFS Recruitment 2022 : ગુજરાત ઇન્ડસ્ટ્રીયલ સિક્યુરીટી ફોર્સમાં બંપર ભરતી નીકળી, કોણ કરી શકશે અરજી?
    ઇન્ડિયન નેવી ટ્રેડ્સમેન મેટ ભરતી 2022

    ભારતીય નૌકાદળે ૧૧૨ ટ્રેડ્સમેન મેટ પોસ્ટ્સ માટે જાહેરનામું બહાર પાડ્યું છે. ઇન્ડિયન નેવી ટ્રેડ્સમેન એપ્લિકેશન ફોર્મ્સ 06 ઓગસ્ટ, 2022ના રોજ ઉપલબ્ધ થવાની શક્યતા છે. આ જગ્યાઓ માટે આખરે પસંદ કરાયેલા ઉમેદવારોને સાતમા સીપીસી, લેવલ 1 - 18000-56900 મુજબ પે બેન્ડ મળશે.
    SAIL ભરતી 2022

    સ્ટીલ ઓથોરિટી ઓફ ઇન્ડિયા લિમિટેડ (SAIL)એ તેની સત્તાવાર વેબસાઇટ પર 200 ટેક્નિશિયન, ફાર્માસિસ્ટ અને અન્ય માટે ઓનલાઇન અરજી મંગાવી છે. ઉમેદવારો ઇસ્પાત જનરલ હોસ્પિટલ, રાઉરકેલા ખાતે એક વર્ષના સમયગાળાના આ ટ્રેનિંગ પ્રોગ્રામ્સ માટે ઓનલાઇન અરજી કરી શકે છે.
    RCFL ભરતી 2022

    રાષ્ટ્રીય કેમિકલ્સ એન્ડ ફર્ટિલાઇઝર્સ લિમિટેડ (RCFL)એ તેની સત્તાવાર વેબસાઇટ પર ટ્રેડ, ટેક્નિશિયન અને ગ્રેજ્યુએટ એપ્રેન્ટિસની 396 જગ્યાઓ માટે નોટિફિકેશન જાહેર કર્યું છે.

    આ પણ વાંચોઃ-Gujarat Metro Recruitment: ગુજરાત મેટ્રો રેલમાં અનેક પદો માટે ભરતી, પગાર મળશે તગડો
    BTSC બિહાર ભરતી 2022

    બિહાર ટેક્નિકલ સર્વિસ કમિશન (બીટીએસસી) એ તેની સત્તાવાર વેબસાઇટ પર ફિમેલ હેલ્થ વર્કર (ANM), ઇસીજી ટેક્નિશિયન, એક્સ રે ટેક્નિશિયન અને અન્ય સહિતની કુલ 12771 જગ્યાઓ માટે નોટિફિકેશન બહાર પાડ્યું છે. નોટિફીકેશન ઉલ્લેખ કર્યા મુજબ અમુક શૈક્ષણિક લાયકાત ધરાવતા ઉમેદવારો 1 સપ્ટેમ્બર 2022ના રોજ અથવા તે પહેલાં આ પોસ્ટ્સ માટે અરજી કરી શકે છે.
    First published:

    Tags: Government jobs, Jobs and Career, Sarkari Naukri, Sarkari Naukri 2022

    विज्ञापन

    विज्ञापन

    આગામી સમાચાર

    विज्ञापन
    विज्ञापन