Jobs and Career: દેશમાં ઘણા લોકો સરકારી નોકરી (Sarkari nokri)ની શોધમાં છે. લાખો લોકો દર મહિને કોઈને કોઈ સરકારી નોકરી (government job) માટે પરીક્ષા આપે છે. યુવાનોને નોકરી (Job0 શોધવામાં અનુકૂળતા રહે તે માટે અહી એસબીઆઈ, ઈન્ડિયન બેંક અને જેએસએસસી સહિતની સંસ્થાઓની સરકારી નોકરીઓની યાદી (List of government jobs) આપવામાં આવી છે. આ નોકરીઓ પર તમે ચાલુ અઠવાડિયે અરજી કરી શકો છો.
ઇન્ડિયન બેંકમાં SOની ભરતી ઈન્ડિયન બેંકે SO (સ્પેશિયાલિસ્ટ ઓફિસર્સ)ની 312 ખાલી જગ્યાઓ ભરવા માટે અરજીઓને મંગાવી છે. અરજી કરવા માટે ઉમેદવારો પાસે સ્નાતકની ડિગ્રી અથવા સીએની લાયકાત અથવા સંબંધિત ક્ષેત્રની અનુસ્નાતકની ડિગ્રી હોવી આવશ્યક છે. આ ભરતી ઝુંબેશ સિનિયર મેનેજર્સ, ચીફ મેનેજર્સ, મેનેજર્સ અને આસિસ્ટન્ટ મેનેજર્સની ભરતી માટે છે અને ઉમેદવારો આગામી તા. 14 જૂન સુધીમાં ઈન્ડિયન બેંકની સત્તાવાર વેબસાઇટ દ્વારા ઓનલાઇન અરજી કરી શકે છે. આ પોસ્ટ્સ પર દર મહિને 36,000 રૂપિયાથી 89,000 રૂપિયા સુધીનો પગાર આપવામાં આવશે.
સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયામાં ભરતી સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયાએ કરારના આધારે 641 જગ્યાઓ ભરવા માટે એસબીઆઇના નિવૃત્ત કર્મચારીઓ પાસેથી અરજીઓ મંગાવી છે. ઉમેદવારો એસબીઆઈની સત્તાવાર વેબસાઇટ દ્વારા ઓનલાઇન અરજી કરી શકે છે. અરજીઓ સબમિટ કરવાની છેલ્લી તારીખ 7 જૂન છે. આ પોસ્ટ્સમાં ચેનલ મેનેજર ફેસિલિટેટર - એનિટાઇમ ચેનલ્સ (CMF-AC)ની 503 પોસ્ટ્સ, ચેનલ મેનેજર સુપરવાઈઝર - એનિટાઇમ ચેનલ્સ (CMS-AC)ની 130 પોસ્ટ્સ અને સપોર્ટ ઓફિસર - એનિટાઇમ ચેનલ્સ (SO-AC)ની 8 પોસ્ટ્સનો સમાવેશ થાય છે.
આ પોસ્ટસ પર અરજી કરવા માટે ઉમેદવારોની ઉંમર 60 થી 63 વર્ષની વચ્ચે હોવી આવશ્યક છે. ઉમેદવારોનું શોર્ટલિસ્ટિંગ એસબીઆઈની શોર્ટલિસ્ટિંગ કમિટી દ્વારા નક્કી કરવામાં આવેલા માપદંડોના આધારે કરવામાં આવશે. શોર્ટલિસ્ટ થયેલા ઉમેદવારોએ 100 માર્કના ઇન્ટરવ્યૂ માટે હાજર રહેવાનું રહેશે અને ઇન્ટરવ્યૂમાં માર્ક્સ સ્કોરના આધારે ફાઇનલ મેરિટ લિસ્ટ તૈયાર કરવામાં આવશે. પસંદ થયેલાને દર મહિને 36,000 રૂપિયાથી લઈને 41,000 રૂપિયા સુધીનો પગાર આપવામાં આવશે.
ઝારખંડ સ્ટાફ સિલેક્શન કમિશનની ભરતી ઝારખંડ સ્ટાફ સિલેક્શન કમિશન (JSSC)એ રાજ્ય સરકારના વિવિધ વિભાગોમાં ક્લાર્ક અને સ્ટેનોગ્રાફરની 991 જગ્યાઓ ભરવા માટે અરજીઓ મંગાવી છે. આ જગ્યાઓ પર નોકરી માટે ઉમેદવારો JSSCની સત્તાવાર વેબસાઇટ દ્વારા ઓનલાઇન અરજી કરી શકે છે. અરજીઓ સબમિટ કરવાની છેલ્લી તારીખ 19 જૂન છે. અરજી કરવા માટે ઉમેદવારોની ઉંમર 18 થી 35 વર્ષની વચ્ચે હોવી જોઈએ. ઉમેદવારો પાસે જરૂરી શૈક્ષણિક લાયકાત મુજબ સંબંધિત ક્ષેત્રમાં ધોરણ 10 અને ધોરણ 12 પાસિંગ પ્રમાણપત્રો પણ હોવા આવશ્યક છે.
અહી નોંધનીય છે કે, પસંદગી પ્રક્રિયામાં લેખિત કસોટીનો સમાવેશ થાય છે, ત્યારબાદ ટાઇપિંગ ટેસ્ટ અથવા કમ્પ્યુટર નોલેજ ટેસ્ટ લેવામાં આવી શકે છે. સ્ટેનોગ્રાફરની પોસ્ટ માટે આપવામાં આવતો પગાર 25,500 રૂપિયાથી 81,100 રૂપિયાની વચ્ચે હોય છે, જ્યારે ક્લાર્કની પોસ્ટ માટે 19,000 રૂપિયાથી 63,200 રૂપિયાની વચ્ચેનો પગાર હોય છે.
સ્ટાફ સિલેક્શન કમિશન (SSC) ભરતી સ્ટાફ સિલેક્શન કમિશન (SSC) સિલેક્શન પોસ્ટ ફેઝ 10/2022 માટે અરજીઓ મંગાવી રહ્યું છે. આ માટે ઉમેદવારો SSCની સત્તાવાર વેબસાઇટ દ્વારા ઓનલાઇન અરજી કરી શકે છે. અરજીઓ સબમિટ કરવાની છેલ્લી તારીખ 13 જૂન છે. આ ભરતી અભિયાનના મધ્યમથી દેશભરમાં કુલ 2065 ખાલી જગ્યાઓ ભરવામાં આવશે.
આ ઝુંબેશ હેઠળ ખાલી જગ્યાઓ માટે ઉમેદવારની પસંદગી કમ્પ્યુટર આધારિત પરીક્ષાના આધારે કરવામાં આવશે અને આ પરીક્ષા ઓગસ્ટ મહિનામાં લેવામાં આવશે. ઉમેદવારે આ પદ માટે અરજી કરવા માટે માન્યતા પ્રાપ્ત બોર્ડમાંથી ધો. 10નો અભ્યાસ કર્યો હોવો આવશ્યક છે. આ ઉપરાંત ઉમેદવારોએ પણ 10+2 પાસ હોવું જરૂરી છે અને તેમનું ગ્રેજ્યુએશન કોઈપણ પ્રવાહમાં હોવું જોઈએ.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર