Home /News /career /

NALCO Job 2022: શું તમે ગેઇટની પરીક્ષા આપી છે? NALCOમાં સરકારી નોકરીની તક, અહીં જાણો વધુ વિગત

NALCO Job 2022: શું તમે ગેઇટની પરીક્ષા આપી છે? NALCOમાં સરકારી નોકરીની તક, અહીં જાણો વધુ વિગત

સરકારી નોકરી

Sarkari job 2022 : બીટેક અને એમએસસી કરનારાઓ માટે NALCOમાં સરકારી નોકરીની તક છે. આ ભરતી માટે અરજી 11 ઓગસ્ટથી શરૂ થશે. ઓઇલન અરજી માટે સત્તાવાર વેબસાઈટ nalcoindia.com. વધુ માહિતી માટે નીચે આપેલ લેખ જુઓ

    Government job NALCO 2022 : નવરત્ન સેન્ટ્રલ PSU અને સૌથી મોટી ઇન્ટિગ્રેટેડ એલ્યુમિનિયમ નેશનલ એલ્યુમિનિયમ કંપની લિમિટેડ (NALCO) પાસે ગ્રેજ્યુએટ એન્જિનિયર ટ્રેનીની જગ્યાઓ માટે ખાલી જગ્યાઓ છે. નોટિસ અનુસાર, નાલ્કોમાં (NALCO) ગ્રેજ્યુએટ એન્જિનિયર ટ્રેઇની કુલ 189 જગ્યાઓ ખાલી છે. આ ભરતી મિકેનિકલ, ઇલેક્ટ્રિકલ, ઇન્સ્ટ્રુમેન્ટેશન, મેટલર્જી, કેમિકલ, માઇનિંગ, સિવિલ અને કેમિસ્ટ્રી ટ્રેડ માટે કરવામાં આવી રહી છે. આ ભરતી માટેની ઓનલાઇન અરજી કરવા માટે સત્તાવાર વેબસાઈટ nalcoindia.com.

    ખાસ નોંધ : જેઓ GATE 2022 માં હાજર થયા છે તેઓ જ ગ્રેજ્યુએટ એન્જિનિયર ટ્રેનીની પોસ્ટ માટે અરજી કરી શકે છે.


    ભરતી સંબંધિત જરૂરી માહિતી(NALCO job 2022) :
    અરજી કરવાની તારીખ : 11 ઓગસ્ટ 2022 થી 11 સપ્ટેમ્બર 2022
    મહત્તમ વય મર્યાદા : 30 વર્ષ (11/09/1992 પહેલા જન્મેલા અરજી કરી શકશે નહિ.)
    અરજી ફી : રૂ.500 (છૂટછાટ નિયમો અનુસાર)

    નાલ્કો ગેટ 2022 ખાલી જગ્યાની વિગતો :


    મિકેનિકલ – 58
    ઇલેક્ટ્રિકલ- 41
    ઇન્સ્ટ્રુમેન્ટેશન – 32
    ધાતુશાસ્ત્ર (મેટલરજી) – 14
    કેમિકલ – 14
    ખાણકામ (માઇનિંગ) – 10
    સિવિલ – 7
    રસાયણશાસ્ત્ર (CY) – 13

    શૈક્ષણિક લાયકાત-


    - એન્જિનિયરિંગ અથવા ટેકનોલોજીમાં પૂર્ણ સમયની સ્નાતકની ડિગ્રી. જનરલ કેટેગરી, EWS, OBC કેટેગરીના ઉમેદવારોને ઓછામાં ઓછા 65 ટકા ગુણ હોવા જોઈએ. જ્યારે SC, ST અને દિવ્યાંગ ઉમેદવારોના માર્ક્સ ઓછામાં ઓછા 55 ટકા હોવા જોઈએ.

    આ પણ વાંચોઃ-NHM Recruitment: NHM પાટણમાં CHO 56ની જગ્યાઓ ઉપર ભરતી, વાંચો સંપૂર્ણ માહિતી

    - રસાયણશાસ્ત્ર ઉમેદવારોએ જનરલ કેટેગરી, EWS, OBC શ્રેણીના ઉમેદવારો માટે MSc રસાયણશાસ્ત્રમાં ઓછામાં ઓછા 65 ટકા ગુણ હોવા જોઈએ. જ્યારે SC, ST અને દિવ્યાંગ ઉમેદવારોના માર્ક્સ ઓછામાં ઓછા 55 ટકા હોવા જોઈએ.

    પરીક્ષા પ્રક્રિયા :


    ગેઇટ સ્કોરના આધારે શોર્ટલિસ્ટેડ ઉમેદવારને પર્શનલ ઇન્ટરવ્યૂ માટે બોલાવવામાં આવશે.

    આ પણ વાંચોઃ-GSRTC Recruitment: મહેસાણા GSRTC માં ભરતી, ધો.10, 12 અને ITI પાસ માટે નોકરીની સુવર્ણ તક

    અરજી કરવાની રીત :


    - nalcoindia.com પર જઈ કેરિયર પર ક્લિક કરવું.
    - ભરતી સંબંધિત જરૂરી માહિતી વાંચવી અને પછી જ અપ્લાય નાઉ પર ક્લિક કરવું.
    - જરૂરી તમામ માહિતી ભરવી અને અંતમાં ઓનલાઇન ફી ભરવાની રહેશે.
    ખાસ નોંધ : ઉમેદવારે અરજી કરતા પહેલા અત્તાવાર વેબસાઈટ પર જઈને મહત્વની સૂચનાઓ જરૂરથી વાંચી લેવી.
    Published by:ankit patel
    First published:

    Tags: Career News, Government jobs, Jobs and Career, Sarkari Naukri

    विज्ञापन

    विज्ञापन

    આગામી સમાચાર

    विज्ञापन
    विज्ञापन