Home /News /career /NABI Recruitment 2022: નેશનલ એગ્રી-ફૂડ બાયોટેકનોલોજીમાં ભરતી, પગાર રૂ.1,77,500 સુધી
NABI Recruitment 2022: નેશનલ એગ્રી-ફૂડ બાયોટેકનોલોજીમાં ભરતી, પગાર રૂ.1,77,500 સુધી
નેશનલ એગ્રી ફૂડ બાયોટેકનોલોજી ઇન્સ્ટિટ્યૂટ(NABI) એ સરકારી નોકરીઓ માટે ભરતીની જાહેરાત કરી છે.
NABI Recruitment 2022: સ્નાતક અને MBA ડિગ્રી ધરાવતા યુવાનો માટે નેશનલ એગ્રી ફૂડ બાયોટેકનોલોજી ઇન્સ્ટિટ્યૂટ (NABI) માં સરકારી નોકરીઓ આવી છે. ઓનલાઇન અરજી માટેની અંતિમ તારીખ 26 સપ્ટેમ્બર છે. ઇચ્છુક લાયક ઉમેદવાર અરજી કરતા પહેલા સંબંધિત જરૂરી માહિતી જાણીલે.
NABI Recruitment 2022: નેશનલ એગ્રી ફૂડ બાયોટેકનોલોજી ઇન્સ્ટિટ્યૂટ(NABI) એ સરકારી નોકરીઓ માટે ભરતીની જાહેરાત કરી છે. NABI વહીવટી અને તકનીકી જગ્યાઓ માટે ભરતી કરશે. આ ભરતી માટે ઓનલાઈન અરજી 26 સપ્ટેમ્બર સુધીમાં કરવાની રહેશે. જેના માટેની સત્તાવાર વેબસાઈટ https://nabi.res.inનો ઉપયોગ કરવાનો રહેશે.
ભરતી સંબંધિત માહિતી
કુલ ખાલી પદ: 9
પગાર ધોરણ: રૂ.35400 - રૂ.177500
ક્યાં પદો પર ભરતી થશે
સિનિયર પ્રાઈવેટ સેક્રેટરી, મેનેજમેન્ટ આસિસ્ટન્ટ, સિસ્ટમ એનાલિસ્ટ, સિનિયર ટેકનિકલ ઓફિસર, આસિસ્ટન્ટ એન્જિનિયર, ટેકનિકલ ઓફિસર અને સિનિયર ટેકનિકલ આસિસ્ટન્ટની જગ્યાઓ માટે ભરતી કરવામાં આવશે.
અરજી કરવાનો પ્રકાર: ઓનલાઇન
અરજી માટેની અંતિમ તારીખ: 26 સપ્ટેમ્બર(સાંજે 5 સુધીમાં)