Jobs and Career: સરકારી નોકરી શોધનારાઓ માટે એક મોટી તક, ભાભા એટોમિક રિસર્ચ સેન્ટર સહિત વિવિધ સંસ્થાઓમાં સરકારી નોકરી મેળવવાની અંતિમ તક. આવતીકાલે 31જુલાઈ આ જગ્યાઓ પર ભરતી માટે અરજી કરવાનો છેલ્લો દિવસ છે. (SSC, Graduate Government Job) ધોરણ10 પાસથી લઈને ગ્રેજ્યુએટ સુધીના ઉમેદવારો માટે નોકરીની તકો છે. નોકરી માટે લાયકાત અને ખાલી જગ્યાની વિગત જાણી તરત જ અરજી કરો. આ તમામ જગ્યાઓ પર ભરતી માટે અરજીઓ ઓનલાઈન કરવાની રહેશે.
BARCમાં 10પાસ માટે નોકરી- ભાભા એટોમિક રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ એટલે કે BARC એ 10 પાસ માટે વર્ક આસિસ્ટન્ટ, સ્ટેનો, ડ્રાઇવરની જગ્યા માટે અરજીઓ કરી શકો છો. BARC ભરતી માટે અરજી કરવાની છેલ્લી તારીખ 31 જુલાઈ છે. અરજી BARCની વેબસાઈટ barc.gov.in પર જઈને કરવાની રહેશે.
પાવર ગ્રીડ કોર્પોરેશનમાં એપ્રેન્ટિસની તક પાવર ગ્રીડ કોર્પોરેશન ઓફ ઈન્ડિયા લિમિટેડ (PGCIL) એ એપ્રેન્ટિસની જગ્યાઓ માટે અરજીઓ મંગાવી છે. PGCILના ગુડગાંવ, ફરીદાબાદ, જમ્મુ, લખનૌ, પટના, કોલકાતા, શિલોંગ, ભુવનેશ્વર, નાગપુર, વડોદરા, હૈદરાબાદ અને બેંગ્લોર એકમોમાં એપ્રેન્ટિસની જગ્યાઓ પર ભરતી કરવામાં આવશે. આ પદો પર ભરતી માટે ઓનલાઈન અરજી કરવાની છેલ્લી તારીખ 31 જુલાઈ છે. PGCIL માં એપ્રેન્ટિસની કુલ 1166 જગ્યાઓ ખાલી છે.
SEBIમાં આસિસ્ટન્ટ મેનેજરની જગ્યા- સિક્યોરિટીઝ એન્ડ એક્સચેન્જ બોર્ડ ઓફ ઈન્ડિયા (SEBI) એ ઓફિસર ગ્રેડ A (આસિસ્ટન્ટ મેનેજર) ની ભરતીની જાહેરાત કરી છે. આ ભરતી માટે ઓનલાઈન અરજી કરવાની છેલ્લી તારીખ 31 જુલાઈ 2022 છે. સેબીમાં આસિસ્ટન્ટ મેનેજરની કુલ 24 જગ્યાઓ છે.
રેલવે એપ્રેન્ટિસ તક- રેલ ઈન્ડિયા ટેકનિકલ એન્ડ ઈકોનોમિક સર્વિસ (RITES), ભારતીય રેલવે મંત્રાલય હેઠળની કંપનીએ ગ્રેજ્યુએટ/ડિપ્લોમા/ટ્રેડ એપ્રેન્ટિસની પોસ્ટ માટે અરજીઓ જાહેર કરી છે. આ પદ માટે અરજી કરવાની છેલ્લી તારીખ 31મી જુલાઈ છે. અરજી સત્તાવાર વેબસાઇટ rites.com પર જઈ કરવાની રહેશે.
Published by:ankit patel
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર