Google Recruitment : ગૂગલમાં ફ્રેશર્સની વધુ એક ભરતી, અહીંથી સીધા કરો અરજી
Google Recruitment : ગૂગલમાં ફ્રેશર્સની વધુ એક ભરતી, અહીંથી સીધા કરો અરજી
google Recruitment 2022 : ગૂગલમાં ફ્રેશર્સ માટે તક, અહીંથી કરો અરજી
Google Recruitment 2022 : ગૂગલ દ્વારા (Google) દ્વારા સોફ્ટવેર એન્જિનિયર (Software Engineer)ની પોસ્ટ માટે ભરતી બહાર પાડવામાં આવી છે. ઉમેદવારો અહીંયા આપવામાં આવેલી લિંક દ્વારા ઓનલાઇન અરજી કરી શકે છે.
Google Recruitment : ગૂગલ દ્વારા સોફ્ટવેર એન્જિનિયર (Google recruitment for software engineers)ની જગ્યા માટે ભરતી કરવામાં આવી રહી છે. આ નોકરી માટે યુનિવર્સિટી સ્નાતકો (University graduates) અરજી કરી શકે છે. આ પદ માટે ઉમેદવારોને બેંગલુરુ, કર્ણાટક અથવા હૈદરાબાદ, તેલંગાણાથી તેમના પસંદગીના વર્કિંગ લોકેશન પસંદ કરવાની તક આપવામાં આવશે.
ગૂગલ (Google requirements) અત્યારે ઇન્ફોર્મેશન રીટ્રાઈવલ, ડિસ્ટ્રિબ્યુટેડ કમ્પ્યુટિંગ, લાર્જ સ્કેલ સિસ્ટમ ડિઝાઇન, નેટવર્કિંગ અને ડેટા સ્ટોરેજ, સિક્યોરિટી, આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ, નેચરલ લેંગ્વેજ પ્રોસેસિંગ, યુઆઇ ડિઝાઇન અને મોબાઇલ સહિતના તમામ ક્ષેત્રોમાંથી નવા વિચારો અમલમાં મૂકી શકે તેવા એન્જિનિયર્સની શોધ કરી રહ્યું છે.
ગૂગલે જોબ પોસ્ટમાં કહ્યું છે કે, સોફ્ટવેર એન્જિનિયર તરીકે તમે ટીમો અને પ્રોજેક્ટ્સને સ્વિચ કરવાની તકો સાથે ગૂગલની જરૂરિયાતો માટે નિર્ણાયક એવા ચોક્કસ પ્રોજેક્ટ પર કામ કરશો. અમારા એન્જિનિયરો બહુમુખી હોવા જોઈએ, નેતૃત્વના ગુણો બતાવે અને અમે ટેક્નૉલૉજીને આગળ ધપાવવાનું ચાલુ રાખીએ તેમ સંપૂર્ણ રીતે નવી સમસ્યાઓનો સામનો કરવા માટે ઉત્સાહી હોવા જોઈએ.
ગૂગલના એન્જિનિયરોએ ગૂગલ એડ્સથી ક્રોમ, એન્ડ્રોઇડથી યુટ્યુબ અને સામાજિકથી સ્થાનિક સમસ્યાઓ પર કામ કરશે.
Google Recruitment : કોણ કરી શકે છે અરજી?
નીચે આપેલી લાયકાત ધરાવતા ઉમેદવારો કરી શકે છે અરજી
- સ્નાતકની ડિગ્રી અથવા સમકક્ષ અનુભવ.
- યુનિક્સ, લિનક્સ, વિન્ડોઝ અથવા મેક એનવાયરમેન્ટ, ડિસ્ટ્રીબ્યુટેડ સિસ્ટમ્સ, મશીન લર્નિંગ, ઇન્ફોર્મેશન રીટ્રાઈવલ અને TCP અથવા IP સાથે કામ કરવાનો અનુભવ ધરાવતા ઉમેદવારો.