Google Recruitment 2022: ગૂગલમાં વધુ એક નોકરીની તક, અહીંથી સીધા કરો અરજી
Google Recruitment 2022: ગૂગલમાં વધુ એક નોકરીની તક, અહીંથી સીધા કરો અરજી
Google Recruitment 2022 : ગુગલ દ્વારા નેટવર્ક એન્જિનિયરની ભરતી કરવામા આવી રહી છે.
Google Recruitment 2022: ગૂગલ દ્વારા યુનિવર્સિટી ગ્રેજ્યુએટ્સ માટે વધુ એક નોકરીની જાહેરાત બહાર પાડવામાં આવી છે. ઉમેદવારો અહીંયા આપવામાં આવેલી લિંક પરથી અરજી કરી શકે છે.
Google Recruitment 2022: વિશ્વની સૌથી મોટી આઈટી કંપની પૈકીની એક ગૂગલ (google) દ્વારા બેંગ્લુરૂ ઓફિસ માટે ભરતી બહાર પાડવામાં આવી છે. ગુગલની આ ભરતી ગ્રેજ્યુએટ્સ માટે છે (google Graduates Vacancy). ગૂગલ દ્વારા કર્ણાટકના બેંગ્લુરું લોકેશન માટે નેટવર્ક એન્જિનિયર (Google Network Engineer)ની ભરતી બહાર પાડવામાં આવી છે. ઉમેદવારો અહીંયા આપવામાં આવેલી લિંક દ્વારા સીધા અરજી કરી શકે છે.
વિશ્વભરના લાખો ઈન્ટરનેટ વપરાશકર્તાઓને સેવા પૂરી પાડનાર ગૂગલ નેટવર્કની એન્જીનિયરીંગ ટીમ નેટવર્કને વિશ્વસનીય રીતે અને સ્કેલ પર ચલાવવા માટે જવાબદાર છે. ટીમના સભ્ય તરીકે ગૂગલની સિસ્ટમને સરળતાથી ચાલતી રાખવા માટે ઉમેદવારોની ડિઝાઇન અને ફીચર એન્હાન્સમેન્ટ પર સીધી અસર પડશે.
Google Recruitment 2022: લાયકાત
ગૂગલના નેટવર્ક એન્જિનિયરની ભરતી માટે ઉમેદવારો પાસે ટેકનિકલ અથવા તો તેને સંલગ્ન શિક્ષણમાં માસ્ટર્સ ડિગ્રી હોવી અનિવાર્ય છે. એન્ટરપ્રાઇઝ ક્લાસ રાઉટર્સ અને સ્વિચિસ પર કામ કરવાનો અનુભવ હોવો જોઈએ. નેટવર્ક હાર્ડવેર, આર્કિટેક્ચર, બેક પ્લેન એએસઆઈસી ફન્કશનાલિટી એન્ડ ડિસ્ટ્રીબ્યુટેડ આર્કિટેક્ટર્સમાં કામ કરવાનો અનુભવ હોવો જોઈએ.
આ ઉપરાંક પાયથન અથવા તો અન્ય સ્ક્રિપ્ટીંગ ભાષામાં કામ કરવાનો અનુભવ હોવો જોઈએ. એપ્લિકેશન પ્રોટોકોલ્સ ઈથરનેટ, વાઇફાઇ, ટીસીપી/આઈપી અને એચટીટીપી પર કામ કરતા આવડવું હોવું જોઈએ.
પસંદ થનારા ઉમેદવારોએ ટીમ વર્ક કરવાનું રહેશે. જેમાં મલ્ટી વેન્ડર, ઓપન ફ્લો એસડીએન બેઝ્ડ આઈપીવી4/વી6 નેટવર્ક, વાયર્ડ અને વાયરલેસ કનેક્ટિવિટીમાં કામ કરવાનું રહેશે. એન્જિનિયર, આર્કિટેક્ચર અને ડેવલપર્સ સાથે કોલાબ્રેશન કરવાનું રહેશે. આ ઉપરાંતના અન્ય ટેકનિકલ કામ કરવાના રહેશે.
Google Recruitment 2022: અરજી કરવાની પ્રક્રિયા
ઉમેદવારોએ આ નોકરી માટે અહીંયા ટેબલમાં આપવામાં આવેલી લિંક દ્વારા અરજી કરવાની રહેશે. અરજી કરવા માટે ઉમેદવારોએ 31 માર્ચ 2022 સુધીમાં પ્રક્રિયા કરવાની રહેશે.
જાહેરાતમાં પસંદગી પ્રક્રિયા અંગે ઉલ્લેખ કરવામાં આવ્યો નથી પરંતુ સંભવત: ઈન્ટરવ્યૂ અને સ્કિલ ટેસ્ટના માધ્યમથી જ પસંદગી થઈ શકે છે. વધુ વિગતો ઉમેદવાર અરજી કરે બાદમાં જાણવા મળી શકે છે.
Published by:Jay Mishra
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર