Home /News /career /

Google Recruitment : ગૂગલમાં નેટવર્ક એન્જિનિયરની ભરતી, અરજી કરવાની અંતિમ તારીખ નજીક

Google Recruitment : ગૂગલમાં નેટવર્ક એન્જિનિયરની ભરતી, અરજી કરવાની અંતિમ તારીખ નજીક

google Recruitment 2022 : ગૂગલમાં ફ્રેશર્સ માટે તક, અહીંથી કરો અરજી

Google Recruitment 2022 : ગૂગલમાં નેટવર્ક એન્જિનિયરની જગ્યા માટે (Google Network Engineer Recruitment) માટે ઓનલાઇન અરજી મંગાવવામાં આવી છે. આ નોકરી માટે 31મી માર્ચ અરજી કરવાની અંતિમ તારીખ છે.

    Google Recruitment 2022: વિશ્વની સૌથી મોટી આઈટી કંપની પૈકીની એક ગૂગલ (google) દ્વારા બેંગ્લુરૂ ઓફિસ માટે ભરતી બહાર પાડવામાં આવી છે. ગુગલની આ ભરતી ગ્રેજ્યુએટ્સ માટે છે (google Graduates Vacancy). ગૂગલ દ્વારા કર્ણાટકના બેંગ્લુરું લોકેશન માટે નેટવર્ક એન્જિનિયર (Google Network Engineer)ની ભરતી બહાર પાડવામાં આવી છે. ઉમેદવારો અહીંયા આપવામાં આવેલી લિંક દ્વારા સીધા અરજી કરી શકે છે. આ નોકરી માટે ઓનલાઇન અરજી કરવાની અંતિમ તારીખ 31-3-2022 છે. રસ ધરાવતા ઉમેદવારો માટે 3 દિવસનો સમય બચ્યો છે.

    વિશ્વભરના લાખો ઈન્ટરનેટ વપરાશકર્તાઓને સેવા પૂરી પાડનાર ગૂગલ નેટવર્કની એન્જીનિયરીંગ ટીમ નેટવર્કને વિશ્વસનીય રીતે અને સ્કેલ પર ચલાવવા માટે જવાબદાર છે. ટીમના સભ્ય તરીકે ગૂગલની સિસ્ટમને સરળતાથી ચાલતી રાખવા માટે ઉમેદવારોની ડિઝાઇન અને ફીચર એન્હાન્સમેન્ટ પર સીધી અસર પડશે.

    Google Recruitment 2022: લાયકાત

    ગૂગલના નેટવર્ક એન્જિનિયરની ભરતી માટે ઉમેદવારો પાસે ટેકનિકલ અથવા તો તેને સંલગ્ન શિક્ષણમાં માસ્ટર્સ ડિગ્રી હોવી અનિવાર્ય છે. એન્ટરપ્રાઇઝ ક્લાસ રાઉટર્સ અને સ્વિચિસ પર કામ કરવાનો અનુભવ હોવો જોઈએ. નેટવર્ક હાર્ડવેર, આર્કિટેક્ચર, બેક પ્લેન એએસઆઈસી ફન્કશનાલિટી એન્ડ ડિસ્ટ્રીબ્યુટેડ આર્કિટેક્ટર્સમાં કામ કરવાનો અનુભવ હોવો જોઈએ.

    આ પણ વાંચો : AICTE Internship 2022 : AICTE દ્વારા CISCO સાથે 20,000 વિદ્યાર્થીઓને ઈન્ટર્નશીપની તક, અહીંથી કરો અરજી

    આ ઉપરાંક પાયથન અથવા તો અન્ય સ્ક્રિપ્ટીંગ ભાષામાં કામ કરવાનો અનુભવ હોવો જોઈએ. એપ્લિકેશન પ્રોટોકોલ્સ ઈથરનેટ, વાઇફાઇ, ટીસીપી/આઈપી અને એચટીટીપી પર કામ કરતા આવડવું હોવું જોઈએ.

    નોકરીની ટૂંકી વિગતો































    લોકેશનબેંગ્લુરૂ
    લાયકાતમાસ્ટર્સ અથવવા સંલગ્ન ટેકનિકલ શિક્ષણની ડિગ્રી
    પસંદગી પ્રક્રિયાઓનલાઇન એપ્લિકેશન દ્વારા
    અરજી કરવાની ફીનિશુલ્ક
    અરજી કરવાની અંતિમ તારીખ31-3-2022
    ભરતીની જાહેરાત જોવા માટેઅહીંયા ક્લિક કરો
    ઓનલાઇન અરજી કરવા માટેઅહીંયા ક્લિક કરો



    Google Recruitment 2022: જવાબદારી

    પસંદ થનારા ઉમેદવારોએ ટીમ વર્ક કરવાનું રહેશે. જેમાં મલ્ટી વેન્ડર, ઓપન ફ્લો એસડીએન બેઝ્ડ આઈપીવી4/વી6 નેટવર્ક, વાયર્ડ અને વાયરલેસ કનેક્ટિવિટીમાં કામ કરવાનું રહેશે. એન્જિનિયર, આર્કિટેક્ચર અને ડેવલપર્સ સાથે કોલાબ્રેશન કરવાનું રહેશે. આ ઉપરાંતના અન્ય ટેકનિકલ કામ કરવાના રહેશે.

    Google Recruitment 2022: અરજી કરવાની પ્રક્રિયા

    ઉમેદવારોએ આ નોકરી માટે અહીંયા ટેબલમાં આપવામાં આવેલી લિંક દ્વારા અરજી કરવાની રહેશે. અરજી કરવા માટે ઉમેદવારોએ 31 માર્ચ 2022 સુધીમાં પ્રક્રિયા કરવાની રહેશે.

    આ પણ વાંચો : TCS Recruitment 2022 : TCS દ્વારા વધુ એક ભરતીની જાહેરાત, અહીંયા આપવામાં આવેલી લિંકથી કરો અરજી

    Google Recruitment 2022: પસંદગી પ્રક્રિયા

    જાહેરાતમાં પસંદગી પ્રક્રિયા અંગે ઉલ્લેખ કરવામાં આવ્યો નથી પરંતુ સંભવત: ઈન્ટરવ્યૂ અને સ્કિલ ટેસ્ટના માધ્યમથી જ પસંદગી થઈ શકે છે. વધુ વિગતો ઉમેદવાર અરજી કરે બાદમાં જાણવા મળી શકે છે.
    Published by:Jay Mishra
    First published:

    Tags: Google News, Jobs and Career, Sarkari Naukri, કેરિયર

    આગામી સમાચાર