Home /News /career /

Google Recruitment 2022: ગુગલમાં ગ્રેજ્યુએટ્સ માટે ભરતી, અહીંથી કરો અરજી

Google Recruitment 2022: ગુગલમાં ગ્રેજ્યુએટ્સ માટે ભરતી, અહીંથી કરો અરજી

ગુગલમાં આઈટી સપોર્ટ એન્જિનિરની ભરતી

Google Recruitment 2022: વિશ્વની અગ્રગણ્ય આઈટી કંપની ગુગલમાં વધુ એક ભરતીની જાહેરાત, જાણો લાયકાત અને કેવી રીતે કરવી અરજી, અરજી કરવાની સીધી લિંક

    Google Recruitment 2022:વિશ્વની સૌથી મોટી આઈટી કંપની પૈકીની એક ગુગલ દ્વારા હૈદરાબાદમાં તેની ઓફિસ માટે ભરતી બહાર પાડી છે. ગુગલની ભરતી આઈટી (Google Recruitment IT Support Engineer) સપોર્ટ એન્જિનિયર માટે છે. આ ભરતીમાં ગ્રેજ્યુએટ્સ પણ આવેદન કરી શકે છે. ગુગલ દ્વારા આ અંગે પોતાની વેબસાઇટ પર નોટિફિકેશન અને અરજી કરવાની લિંક આપી છે. આ નોકરી માટે પસંદ થનારા ઉમદવારોએ 2022 એપ્રિલની શરૂઆતથી નોકરી શરૂ કરવાની રહેશે.

    Google Recruitment 2022 કોણ કરી શકે છે અરજી

    ગુગલની જાહેરાત મુજબ આ નોકરી માટે ઇન્ફોર્મેશન સિસ્ટમ ટેકનોલોજી, એપ્લાઇડ નેટવર્કિંગ એન્ડ સિસ્ટમ એડમિનિસ્ટ્રેશનનો અભ્યાસ કરેલા ઉમેદવારો માટે ભરતી બહાર પાડવામાં આવી છે.

    આ ભરતીમાં ડિપ્લોમાં અથવા તેને સંલગ્ન અનુભવ ધરાવતા ઉમેદવારો પણ અરજી કરી શકે છે. અરજી કરનારા ઉમેદવારોને લિનક્સ, મેક, ઓએસ, વિન્ડોઝ નેટવર્ક એનવાયર્નમેન્ટમાં ટ્રબલશૂટિંગનો આવડતું હોવું અનિવાર્ય છે.

    આ પણ વાંચો : Microsoft Recruitment 2022: માઇક્રોસોફ્ટમાં ફ્રેશર્સની ભરતી, જાણો લાયકાત અને અરજી પ્રક્રિયા

    Google Recruitment 2022 જવાદારી

    ગુગલની જાહેરાત મુજબ આ નોકરી માટે પસંદ થનારા ઉમેદવારોએ ચેટ, ઇમેલ, વીડિયો, ઇન પર્સન અથવા અન્ય માધ્યમથી કામ કરવાનું રહેશે. ગુગલના તમામ પ્લેટફોર્મ માટે ટ્રબલશૂટની કામગીરી રહેશે. ગુગલર્સને સોફ્ટવેર, હાર્ડવેર સંબંધિત સમસ્યામાં આસિસ્ટન્ટ આપવાની કામગીરી રરહેશે. વીડિયો કોન્ફરન્સ, રિમોટ એક્સેસ, નવી ઇન્ટર્નલ પ્રોડક્ટ અને મોબાઇલ ટેકનોલોજીમાં સપોર્ટ આપવાની જવાબદારી રહેશે.

    નોકરીની ટૂંકી વિગતો































    કંપનીનું નામગુગલ
    લોકેશનહૈદરાબાદ
    લાયકાતઇન્ફોર્મેશન સિસ્ટમ ટેકનોલોજી, એપ્લાઇડ નેટવર્કિંગ એન્ડ સિસ્ટમ એડમિનિસ્ટ્રેશનનો અભ્યાસ ડિગ્રી અથવા ડિપ્લોમાં
    પસંદગી પ્રક્રિયાસ્પષ્ટ ઉલ્લેખ નથી
    અરજી કરવાની ફીનિશુલ્ક
    ભરતીની જાહેરાત જોવા માટેઅહીંયા ક્લિક કરો
    ઓનલાઇન અરજી કરવા માટેઅહીંયા ક્લિક કરો



    Google Recruitment 2022 પસંદગી પ્રક્રિયા

    ગુગલની જાહેરાત મુજબ આ નોકરી માટે પસંદગી પ્રક્રિયા કેવી રીતે થશે તેની માહિતી આપવામાં આવી નથી પરંતુ જાહેરાત સાથે ઓનલાઇન અરજી કરવાની માહિતી આપવામાં આવી છે. આ સાથે જ આ પેજ પર ગુગલની અન્ય નોકરીઓની જાહેરાત પણ આપવામાં આવી છે. ગુગલના કેરિયર્સ પેજ પરથી આ માહિતી મળી શકે છે.

    આ પણ વાંચો : TCS Recruitment 2022: ટીસીએસમાં ફ્રેશર્સની ભરતી, 60,000 સુધી મળી રહ્યો છે પગાર

    Google Recruitment 2022 અરજી ફી

    ગુગલની આ નોકરી માટે કોઈ પણ પ્રકારની અરજી ફી નથી. અહીંયા આપવામાં આવેલી લિંક દ્વારા ઉમેદવારો સીધા અરજી કરી શકે છે. આ પ્રકારની ખાનગી સંસ્થાઓમાં નોકરીના બહાને છેતરપિંડી ખૂબ થતી રહે છે તેથી ઉમેદવારોએ તેનાથી પણ ચેતવું જોઈએ.
    Published by:Jay Mishra
    First published:

    Tags: Jobs and Career, Sarkari Naukri, કેરિયર

    આગામી સમાચાર