Google Scholarship: કમ્યુટર સાયન્સનો અભ્યાસ કરવા માંગતી છોકરીઓ (Google Scholarship for Computer Science Aspiran Girls) માટે ગુગલ દ્વારા સ્કોલરશીપની જાહેરાત કરવામાં આવી છે. ગુગલ દ્વારા એશિયા, પેસિફિક પ્રાંતમાં આ સ્કોલરશીપ આપવામાં આવે છે જેથી ભારતીય વિદ્યાર્થિનીઓ પણ તેમાં આવેદન કરી શકે છે. આ સ્કોલરશીપ લેવા માટે ઓનલાઇન અરજી (Online Application for Google Scholarship) કરવાની રહે છે. આ અરજી કરવા માટેની અંતિમ તારીખ 10મી ડિસેમ્બર છે. ગુગલની આ સ્કોલરશીપ માટે આજે જ ફટાફટ આવેદન કરી શકો છો.
કોને મળી શકે છે આ સ્કોલરશીપ : વર્ષ 2021-2022માં ફૂલટાઇમ ડિગ્રી પ્રોગ્રામમાં એડમિશન લેનાર વિદ્યાર્થિનીઓ આ સ્કોલરશીપ માટે આવેદન કરી શકે છે. આ ઉપરાંત વિદ્યાર્થિનીઓ બીજા વર્ષમાં અભ્યાસ કરતી હોવાની અનિવાર્ય છે. તેમનો અભ્યાસક્રમ એન્જિનિયરીંગ કે તેને સમકક્ષ ટેકનિકલ કોર્સ હોવો અનિવાર્ય છે
આ ડોક્યુમેન્ટ જરૂરી છે
આ સ્કોલરશીપ લેવા માટે રિઝ્યુમ અને ટેકનિકલ પ્રોજેક્ટની હાઇલાઇટ દર્શાવતું એક પ્રગતિપત્રક જોડવાનું રહેશે. વર્તમાન અને પહેલાની શૈક્ષણિક સંસ્થાની ટ્રાન્સક્રિપ્ટ આ ઉપરાંત અંગ્રેજીમાં 400 શબ્દોનો એક નિબંધ લખવાનો રહેશે.
ગુગલની આ સ્કોલરશીપ મેળવવા માટે ઉમેદવારોએ આ તારીખે ઓનલાઇન અરજી કરવાની રહેશે. ઉમેદવારોએ 10મી ડિસેમ્બર સુધીમાં અહીંયા ક્લિક કરી અને સ્કોલરશીપ માટે ફોર્મ ભરવાનું રહેશે. સ્કોલરશીપમાંથી અભ્યાસનો ખર્ચ, ટ્યૂશન ફી વગેરે ચુકવી શકાશે.
કમ્પ્યુટર સાયન્સનો અભ્યાસ કરી રહેલી મહિલાઓ માટે જનરેશન ગૂગલ શિષ્યવૃત્તિ આપવામાં આવે છે. પસંદ કરેલા વિદ્યાર્થિનીઓને 2022-2023 વર્ષ માટે $1000 (રૂ. 74191.35) ની શિષ્યવૃત્તિ પ્રાપ્ત થશે. આ સ્કોલરશીપ માટે અત્યારથી જ અરજી કરવાની રહેશે.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર