Home /News /career /UPSC Sarkari Naukri 2022: UPSC માં પરીક્ષા વગર સીધી ભરતી, 13 ઓક્ટોબર સુધી અરજી કરી શકાશે

UPSC Sarkari Naukri 2022: UPSC માં પરીક્ષા વગર સીધી ભરતી, 13 ઓક્ટોબર સુધી અરજી કરી શકાશે

UPSCએ સહાયક પ્રોફેસર, નિષ્ણાત ગ્રેડ- 3 સહિત અન્ય કેટલાક હોદ્દાઓ માટે અરજીઓ મંગાવી(ફાઈલ તસવીર)

UPSC Recruitment 2022: અરજી કરતા પહેલા ઉમેદવાર આપવામાં આવેલી તમાત બાબતોને ધ્યાનથી વાંચે. સાથે જ આ ભરતી પ્રક્રિયા હેઠળ ઉમેદવાર UPSC માં નોકરી મેળવી શકે છે.

    નવી દિલ્હીઃ યુનિયન પબ્લિક સર્વિસ કમિશનમાં નોકરી મેળવવા માંગતા યુવાનો માટે સારા સમાચાર છે. આ માટે UPSCએ સહાયક પ્રોફેસર, નિષ્ણાત ગ્રેડ- 3 સહિત અન્ય કેટલાક હોદ્દાઓ માટે અરજીઓ મંગાવી છે. ઈચ્છુક તેમજ યોગ્ય ઉમેદવાર જે આ જગ્યાઓ માટે અરજી કરવા માંગે છે, તે UPSC ની સત્તાવાર વેબસાઈટ upsc.gov.in પર જઈને અરજી કરી શકે છે. આ જગ્યાઓ માટે અરજી કરવાની છેલ્લી તારીખ 13 ઓક્ટોબર છે.

    કુલ 43 જગ્યાઓ પર ઉમેદવારોની ભરતી કરવામાં આવશે.


    આ ઉપરાંત ઉમેદવાર સીધા જ આ લિંક https://www.upsc.gov.in/ દ્વારા પણ આ જગ્યાઓ માટે અરજી કરી શકે છે. સાથે જ આ લિંક UPSC Recruitment 2022 Notification PDF પર ક્લિક કરીને સત્તાવર સૂચનાઓ પણ મેળવી શકે છે. આ ભરતી પ્રક્રિયા હેઠળ કુલ 43 જગ્યાઓ પર ઉમેદવારોની ભરતી કરવામાં આવશે.

    આ પણ વાંચોઃ 'તમારા વિશે કહો' ઇન્ટરવ્યૂમાં આ સવાલનો જવાબ કઈ રીતે આપવો? 

    UPSC Recruitment 2022 માટે મહત્વપૂર્ણ તારીખ

    અરજી કરવા માટે છેલ્લી તારીખઃ 13 ઓક્ટોબર

    UPSC Recruitment 2022 માટે ખાલી જગ્યાની વિગતો

    ગંભીર છેતરપિંડી તપાસ કાર્યાલય ખાતે પ્રોસિક્યૂટર (SFIO)- 12
    નિષ્ણાત ગ્રેડ III (સામાન્ય સ્વાસ્થ્ય)- 28
    સહાયક પ્રોફેસર (આયૂર્વેદ)- 01
    સહાયક પ્રોફેસર (ગ્રીક)- 01
    વેટેનરી ઓફિસર - 10

    આ પણ વાંચોઃ JEE Advancedના 2021ના ઉમેદવારો દ્વારા વધુ એક પ્રયાસની માંગ, ટ્વિટર પર #FairAttemptJeeAdv2023 હેશટેગ ફરી વળ્યું 

    UPSC Recruitment 2022 માટે યોગ્યતાના માપદંડ

    ઉમેદવારો પાસે સત્તાવાર સૂચાનામાં જણાવેલ યોગ્યતા હોવી અનિવાર્ય છે.

    UPSC Recruitment 2022 અરજી ફી

    ઉમેદવારોએ અરજી ફીના રૂપમાં 25 રૂપિયા ચૂકવવા પડશે
    Published by:Sahil Vaniya
    First published:

    Tags: Career News, Sarkari Naukari, UPSC Recruitment

    विज्ञापन

    ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

    વધુ વાંચો
    विज्ञापन
    विज्ञापन
    विज्ञापन