Home /News /career /GANDHINAGAR: યુવાનો માટે સરકારી નોકરીની સ્વર્ણિમ તક ,GPSC દ્વારા 260 પદો પર ભરતીની જાહેરાત કરાઈ

GANDHINAGAR: યુવાનો માટે સરકારી નોકરીની સ્વર્ણિમ તક ,GPSC દ્વારા 260 પદો પર ભરતીની જાહેરાત કરાઈ

યુવાનો માટે સરકારી નોકરીના મહત્વના સમાચાર

અભિષેક બારડ,ગાંધીનગર: રાજ્યના યુવાનો માટે સરકારી નોકરીને લઈને મહત્વની જાહેરાત થઈ છે. યુવાનો જેની લાંબા સમયથી રાહ જોઈ રહ્યા હતા તે ભરતીની ગુજરાત જાહેર સેવા આયોગ દ્વારા જાહેરાત કરવામાં આવી છે. GPSC ભરતી 2022 અંતર્ગત ગુજરાત જાહેર સેવા આયોગ DYSO, નાયબ મામલતદાર, અધિકારી, નિરીક્ષક અને અન્ય પોસ્ટ માટે વિવિધ વર્ગ II અને III ની જાહેરાત કરવામાં આવી છે.

રાજ્યમાં છેલ્લા  બે વર્ષથી રાજ્ય સરકાર દ્વારા ભરતીની જાહેરાત ન કરવામાં આવતા મોટા ભાગના યુવાનો હતાશ થયા હતા.ગત બે વર્ષમાં કોરોનાના કારણે ભરતીની તૈયારી કરતા યુવાને ઘણી મૂસ્કેલીઓનો સામનો કરવો પડ્યો હતો.ત્યારે હવે GPSC દ્વારા ભરતીની જાહેરાત કરાતા યુવાનો હવે ભરતી માટે ફોર્મ ભરી ને તનતોડ મહેનત કરી નોકરી લેવા સંભવ પ્રયત કરશે.આ સ્વર્ણિમ તક યુવનો નીચે આપેલ વિગતો મુજબ ફોર્મ ભરી શકે છે.

આગામી સમયમાં થનારી ભરીતીને લઈ તમામ વિગત નિચે મુજબ છે.

જે મુજબ જાહેરાત નંબર 10/2022-23 થી 14/2022-23 જગ્યાઓની કુલ સંખ્યા: 260 છે.

ભરતીમાં આપેલ પદોની માહિતી નીચે મુજબ છે.

DYSO અને નાયબ મામલતદાર (વર્ગ III): 80 જગ્યાઓ

(DYSO સચિવાલય)ચીફ ઓફિસર (વર્ગ III): 3  જગ્યાઓ

મદદનીશ વન સંરક્ષક (વર્ગ II): 38 જગ્યાઓ

વેટરનરી ઓફિસર (વર્ગ II): 130 જગ્યાઓ

મ્યુનિસિપલ એકાઉન્ટ ઓફિસર (વર્ગ II):4 જગ્યાઓ

અરજી કરવાની છેલ્લી તારીખ: 31/07/2022 છે.

શૈક્ષણીક લાયકાત માટે વેબસાઈટ પર આપેલ PDF ડાઉનલોડ કરીને ચકાસણી કરવાની રહેશે.

નોકરી માટે અરજી કરવા ઉમેદવારોની ઉંમર મર્યાદા,24 થી 35 વર્ષની હોવી જરૂરી છે.

ઉમેદવારોની પસંદગી પ્રક્રિયા: GPSC નિયમો અનુસાર કરવામાં આવશે.

રસ ધરાવતા ઉમેદવારોએ ઓનલાઈન અરજી ફોર્મ અરજી કરતા પહેલા સત્તાવાર સૂચના તપાસવી આવશ્યક છે. OJAS ગુજરાત ઑફિશિયલ તમને સંપૂર્ણ વિગતો પ્રદાન કરે છે. જેમ કે ફોર્મ, ફી, વય મર્યાદા, શિક્ષણ વગેરે નીચે આપેલ છે.

અહીં તમને વધુ માહિતી મળી રહેશે: GPSC ભરતી 2022 DYSO, Nayab Mamlatdar, અને અન્ય પોસ્ટ્સ

https://www.ojasgujarat.net/2022/07/gpsc-recruitment-2022-dyso-nayab-mamlatdar-other-posts/
First published:

ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

વધુ વાંચો વધુ વાંચો