Home /News /career /UPSC Sarkari Naukari 2022: UPSCમાં પરીક્ષા વગર સીધી ભરતી, 10 નવેમ્બર સુધી અરજી કરી શકાશે
UPSC Sarkari Naukari 2022: UPSCમાં પરીક્ષા વગર સીધી ભરતી, 10 નવેમ્બર સુધી અરજી કરી શકાશે
UPSC આ પોસ્ટ પર પરીક્ષા વગર સીધી જ ભરતી
UPSC Recruitment 2022: અરજી કરતા પહેલા ઉમેદવાર આપવામાં આવેલી તમાત બાબતોને ધ્યાનથી વાંચે. સાથે જ આ ભરતી પ્રક્રિયા હેઠળ ઉમેદવાર UPSC માં નોકરી મેળવી શકે છે.
નવી દિલ્હીઃ યૂનિયન પબ્લિક સર્વિસ કમિશને ઈન્વેસ્ટીગેટર ગ્રેડ 1 અને અન્ય જગ્યાઓ પર ભરતી માટે અરજીઓ મંગાવી છે. ઈચ્છુક તેમજ યોગ્ય ઉમેદવાર જે આ જગ્યાઓ માટે અરજી કરવા માંગે છે, તે UPSC ની સત્તાવાર વેબસાઈટ upsc.gov.in પર જઈને અરજી કરી શકે છે. આ જગ્યાઓ માટે અરજી પ્રક્રિયા શરૂ થઈ ગઈ છે.
કુલ 15 જગ્યાઓ પર ઉમેદવારોની ભરતી કરવામાં આવશે
આ ઉપરાંત ઉમેદવાર સીધા જ આ લિંક https://www.upsc.gov.in/ પર કિલક કરીને પણ આ જગ્યાઓ માટે અરજી કરી શકે છે. સાથે જ આ લિંક UPSC Recruitment 2022 Notification PDF દ્વારા સત્તાવાર સૂચનાઓ મેળવી શકે છે. આ ભરતી પ્રક્રિયા હેઠળ કુલ 15 જગ્યાઓ પર ઉમેદવારોની ભરતી કરવામાં આવશે.