Home /News /career /SBI PO Sarkari Naukari 2022: એસબીઆઈમાં અધિકારી બનવા માટે સુવર્ણ તક, રૂપિયા 63,000 સુધી મળશે પગાર

SBI PO Sarkari Naukari 2022: એસબીઆઈમાં અધિકારી બનવા માટે સુવર્ણ તક, રૂપિયા 63,000 સુધી મળશે પગાર

SBI માં 1673 પોસ્ટ માટે ભરતીની જાહેરાત

Sarkari Naukari 2022: ઉમેદવાર અરજી કરતા પહેલા આપવામાં આવેલી તમામ ખાસ બાબતોને ધ્યાનથી વાંચે. સાથે ઈચ્છુક તેમજ યોગ્ય ઉમેદવારો આ ભરતી પ્રક્રિયા હેઠળ ઉમેદવારો SBI માં સરકારી નોકરી મેળવી શકે છે.

    નવી દિલ્હીઃ ભારતીય સ્ટેટ બેંક દ્વારા પ્રોબેશનરી અધિકારીના હોદ્દાઓને ભરવા માટે અરજી મંગાવવામાં આવી છે. ઈચ્છુક તેમજ યોગ્ય ઉમેદવાર જે આ જગ્યાઓ માટે અરજી કરવા માંગે છે તે SBIની સત્તાવાર વેબસાઈટ sbi.co.in પર જઈને અરજી કરી શકે છે. આ જગ્યાઓ માટે અરજી પ્રક્રિયા શરૂ કરૂ દેવામાં આવી છે.

    કુલ 1673 પોસ્ટ પર ભરતી કરવામાં આવશે


    આ ઉપરાંત ઉમેદવાર સીધા જ આ લિંક https://ibpsonline.ibps.in/sbiposep22/ પર ક્લિક કરીને આ પદો માટે અરજી કરી શકે છે. સાથે જ આ લિંક SBI PO Recruitment 2022 Notification PDF દ્વારા સત્તાવાર સૂચનાઓ મેળવી શકે છે. આ ભરતી પ્રક્રિયા હેઠળ કુલ 1673 પોસ્ટ પર ઉમેદવારોની ભરતી કરવામાં આવશે.

    આ પણ વાંચોઃ પંજાબ નેશનલ બેંકમાં અધિકારી બનવા માટે સુવર્ણ તક, 67000થી વધારે મળશે પગાર

    SBI PO Recruitment 2022 માટે મહત્વપૂર્ણ તારીખ

    ઓનલાઈન અરજી કરવા માટે શરૂઆતની તારીખ- 22 સપ્ટેમ્બર
    ઓનલાઈન અરજી કરવા માટે છેલ્લી તારીખ- 12 ઓક્ટોબર

    SBI PO Recruitment 2022 માટે ખાલી જગ્યાની વિગતો

    કુલ પોસ્ટની સંખ્યા- 1673

    SBI PO Recruitment 2022 માટે યોગ્યતાના માપદંડ

    ઉમેદવારો પાસે સ્નાતકની ડિગ્રી હોવી જરૂરી છે. સાથે જ છેલ્લા વર્ષના વિદ્યાર્થીઓ પણ અરજી કરી શકે છે.

    SBI PO Recruitment 2022 માટે વય મર્યાદા

    ઉમેદવારોની ઉંમર 21થી 30 વર્ષની વચ્ચે હોવી જોઈએ

    આ પણ વાંચોઃ  ભારતીય ટપાલ વિભાગમાં જોડાવવા માંગતા યુવાનો માટે સુવર્ણ તક; આ તારીખે છે વોક ઇન ઇન્ટરવ્યૂ

    SBI PO Recruitment 2022 માટે પગાર

    રૂપિયા. 36000-1490/7-46430-1740/2-49910-1990/7-63840ના પગાર ધોરણમાં 41,960 રૂપિયા ( 4 એડવાન્સ પગાર વધારા સાથે)

    SBI PO Recruitment 2022 માટે પસંદગી પ્રક્રિયા

    પસંદગી માટે ત્રણ તબક્કા હશે

    તબક્કો 1: પ્રિલિમ પરીક્ષા
    તબક્કો 2: મુખ્ય પરીક્ષા
    તબક્કો 3: સાઈકોમેટ્રિક ટેસ્ટ
    Published by:Sahil Vaniya
    First published:

    Tags: Bank Jobs, Recruitment 2022, SBI bank

    विज्ञापन
    विज्ञापन