Home /News /career /GMRC RECRUITMENT 2023: ભરતી માટે જરુરી લાયકાત, પગાર સહિતની અન્ય વિગતો જાણો

GMRC RECRUITMENT 2023: ભરતી માટે જરુરી લાયકાત, પગાર સહિતની અન્ય વિગતો જાણો

ગુજરાત મેટ્રો રેલમાં ભરતીની જાહેરાત

Gujarat Metro Rail Recruitment: ગુજરાત મેટ્રો રેલ કોર્પોરેશન લિમિટેડ દ્વારા ભરતીની જાહેરાત બહાર પાડવામાં આવી છે. અધિકારી કક્ષાની આ ભરતી માટે અરજી કરવા માગતા ઉમેદવારો માટે અહીં લાયકાત, યોગ્યતા, પગાર સહિતની વિગતો આપવામાં આવી છે.

  • News18 Gujarati
  • Last Updated :
  • Ahmadabad (Ahmedabad) [Ahmedabad], India
અમદાવાદઃ ગુજરાત મેટ્રો રેલ કોર્પોરેશન (GMRC) દ્વારા ભરતીની જાહેરાત બહાર પાડવામાં આવી છે. મેટ્રો રેલવેમાં મહત્વની ગણાવી ચીફ વિજિલન્સ ઓફિસર (CHIEF VIGILANCE OFFICER)ની ભરતીની જાહેરાત બહાર પડાઈ છે. ભરતી માટે ઉમેદવારની લાયકાત, યોગ્યતા અને પગાર સહિતની જરૂરી વિગતો અહીં આપવામાં આવી છે. આ ભરતી કાયમી નથી પરંતુ ડેપ્યુટેશન પર નિમણૂક કરવામાં આવશે. આ અરજી કઈ રીતે કરવી તે અંગેની વિગતો પણ અહીં આપવામાં આવી છે.

ચીફ વિજિલન્સ ઓફિસરના એક પદ માટે ગુજરાત મેટ્રોમાં ત્રણ વર્ષના સમય માટે ભરતી કરવામાં આવી રહી છે. આ સમયને વધારીને 5 વર્ષ સુધી લંબાવવામાં પણ આવી શકે છે. આ પદ માટે અરજી કરવા માગતા અધિકારીની પોસ્ટ ગ્રુપ-Aની હોય તે જરુરી છે. રેલવેના ગ્રુપ-A એન્જિનિયરિંગમાં ટેક્નિકલ શાખાઓમાં કામ કરવાનો અનુભવ ધરાવતા અધિકારીઓને પ્રાધાન્ય આપવામાં આવશે. આ સાથે ઉમેદવાર લાયકાતની સાથે અનુભવ ધરાવતા હોય તે પણ જરુરી છે. જેની વિગતો મૂળ જાહેરાતમાં આપવામાં આવી છે.

ભરતી અંગેની સામાન્ય શરતો


1. કંપનીની પોલિસી પ્રમાણે પગાર સહિતના અન્ય લાભો પણ આપરવામાં આવશે.
2. પહેલાથી આ કંપની સાથે જોડાયેલા, જેઓ હાલ ડેપ્યુટેશન પર છે તેઓ આ ભરતીમાં ભાગ લઈ શકશે નહીં.
3. પાછલા ત્રણ વર્ષના ગાળામાં જેમણે GMRCL સંસ્થા/કચેરી કે કોઈ પણ રીતે સંકળાયેલા હોય તેઓને અરજી માન્ય રાખવામાં આવશે નહીં.
4. જેમની પસંદગી કરવામાં આવશે તેઓને અમદાવાદ/ ગાંધીનગર/ સુરત કે GMRCના ગુજરાતના અન્ય પ્રોજેક્ટ માટે ફરજ સોંપવામાં આવશે. સરકારી ધારાધોરણ પ્રમાણે HRAની ચૂકવણી કરવામાં આવશે.
5. સીધી કે આડકતરી રીતે રાજકારણ કે બહારી પ્રભાવ સાથે સંકાળાયેલા ઉમેદવારોને ગેરલાયક ઠેરવવામાં આવશે.

અરજી કઈ રીતે કરશો?


અરજી કરવા ઈચ્છતા ઉમેદવારો યોગ્ય દિશામાં જણાવ્યા પ્રમાણે અરજી કરી શકે છે. જેમાં અરજી પોસ્ટ કે કૂરિયર દ્વારા નીચે દર્શાવેલા સરનામા પર મોકલવાની રહેશે.

ડિરેક્ટર (ફાઈનાન્સ)
ગુજરાત મેટ્રો રેલ કોર્પોરેશન લિમિટેડ.
બ્લોક-1, પહેલો માળ, કર્મયોગી ભવન,
સેક્ટર-10/A, ગાંધીનગર- 382010

અરજી પર મારવાનું મથાળુંઃ “APPLICATION FOR THE POST OF CHIEF VIGILANCE OFFICER”

વ્યવસ્થિત અરજી પહોંચાડવાની અંતિમ સમય 29/04/2023નો બપોરના 3 વાગ્યા સુધીનો છે.


નોધઃ અરજી કરતા પહેલા લાયકાત સહિતની જરુરી વિગતો જાણવા માટે મૂળ જાહેરાતનો અભ્યાસ કરવો.
First published:

Tags: Career and Jobs, Metro Rail, Metro rail project