GMDC Recruitment 2022 : ગુજરાત મિનરલ ડેવલપમેન્ટ લિમિટેડ (GMDC Recruitment 2022) દ્વારા એપ્રેન્ટિસ પોસ્ટ્સ 2022 માટે ખાલી જગ્યાઓ જાહેર (GMDC Apprentice Recruitment 2022) કરી. લાયક ઉમેદવારોને સત્તાવાર જાહેરાત માટે સંદર્ભ લેવાની સલાહ આપવામાં આવે છે. અરજી કરતા પહેલા સૌ પ્રથમ નોકરીના તમામ માપદંડો જેમ કે શૈક્ષણિક લાયકાત, નોકરીનું સ્થાન, અરજી કરવાની છેલ્લી તારીખો, પસંદગી પ્રક્રિયા, અરજી કરવાની પ્રક્રિયા, પોસ્ટનું નામ, પોસ્ટની કુલ સંખ્યા અને સૌથી મહત્વપૂર્ણ GMDC સત્તાવાર જાહેરાત ચકાસી અને યોગ્યતાના માપદંડ મેચ થતા હોય તો અરજી કરવાની રહેશે. આ ભરતી પ્રક્રિયા માટે ઓફલાઇન અરજી કરવાની રહેશે જેમાં ટપાલના મારફતથી 10-1-2022માં (GMDC Recruitment 2022 Last Date of Online Application) સુધી અરજી પહોંચાડવાની રહેશે.
જગ્યા : જીએમડીસી લીસીબી પ્રોજેક્ટ ગઢશીશા માંડવી કચ્છ માટેની ભરતીમાં આ ટ્રેડમાં ભરતી છે. જેમાં માઈનિંગ એન્જિનિયર, માઈનિંગ એન્જિનિયર ડિપ્લોમાં 1, એન્વાયરમેન્ટ એન્જિનિયર 1,, સર્વેયર, 11, ઇલેક્ટ્રિશિયન 2, કોમ્યુટર ઓપરેટર, ડીઝલ મિકેનિકની ભરતી બહાર પાડવામાં આવી છે. આમ કુલ 9 જગ્યા માટે ભરતી બહાર પાડવાાં આવી છે.
શૈક્ષણિક લાયકાત
માઈનિંગ એન્જિનિયરની 2 જગ્યા માટે બીઈ/બીટેક માઈનિંગ, માઈનિંગ એન્જિનિયર ડિપ્લોમાની જગ્યા માટે ડિપ્લોમા માઈનિંગ, એન્વાયરમેન્ટ એન્જિનિયરની જગ્યા માટે બીઈ એન્વાયરમેન્ટ, એમએસસી એન્વાયરમેન્ટ, સર્વેયર માટે ડિપ્લોમાં આઈટીઆઈ ટ્રેડ પાસ, ઈલેક્ટ્રિશિયન માટે આઈટીઆઈ ટ્રેડ પાસ, કોમ્યુટર ઓપરેટર માટે આઈટીઆઈ કોમ્પ્યુટર ટ્રેડ પાસ, ડીઝલ મિકેનિક માટે આટીઆઈટી ટ્રેડ પાસની શૈક્ષણિક લાયકાત માંગવામાં આવી છે.
ઉંમર મર્યાદા : આ નોકરી માટે 18-30 વર્ષની ઉંમરના એપ્રેન્ટિસ માટે પસંદ કરવામાં આવશે. એપ્રેન્ટિસનો સમયગાળો એક વર્ષનો રહેશે. પસંદ થનારા ઉમેદવારોને એપ્રેન્ટિસના નિયમો મુજબ સ્ટાઈપેન્ડ ચુતવવામાં આવશે.
નોકરીની ટૂંકી વિગતો
જગ્યા
09
શૈક્ષણિક લાયકાત
આઈટીઆઈ, ડિપ્લોમાંથી લઈને ડિગ્રી એન્જિનિયરીંગ સુધી દરેક પોસ્ટ માટે અલગ અલગ
અરજી કરવા માટે : આ ભરતીમાં રસ ધરાવતા ઉમેદવારોએ શૈક્ષણિક લાયકાતના પ્રમાણપત્રો, ફાઇનલ વર્ષની માર્કશીટ, આધારકાર્ડની કોપી, ફોટા-2 સાથે અહીંયા આપવામાં આવેલા સરનામના પર ટપાલ દ્વારા કવર પર ટ્રેડનું નામ લખી અને અરજી કરવાની રહેશે.