Home /News /career /SSB GD Sarkari Naukri 2022: એસએસબીમાં પરીક્ષા વગર સીધી ભરતી, 15મી ઓક્ટોબર સુધી કરો અરજી

SSB GD Sarkari Naukri 2022: એસએસબીમાં પરીક્ષા વગર સીધી ભરતી, 15મી ઓક્ટોબર સુધી કરો અરજી

SSB એ GD કોન્સ્ટેબલની કુલ 399 પોસ્ટ પર ભરતી માટે જાહેરાત કરી(ફાઈલ તસવીર)

SSB Recruitment 2022: ઉમેદવાર આપવામાં આવેલી તમામ ખાસ બાબતોને ધ્યાનથી વાંચે. સાથે જ જે પણ ઉમેદવાર SSBમાં સરકારી નોકરી માટે અરજી કરવા માંગે છે, તે આ ભરતી પ્રક્રિયા હેઠળ અરજી કરી શકે છે.

    નવી દિલ્હીઃ સશસ્ત્ર સરહદ દળમાં નોકરી મેળવવા માંગતા યુવાનો માટે સુવર્ણ તક છે. આ માટે SSB એ કોન્સ્ટેબલની પોસ્ટ પર ભરતી માટે અરજીઓ મંગાવી છે. ઈચ્છુક તેમજ યોગ્ય ઉમેદવાર જે આ પોસ્ટ માટે અરજી કરવા માંગે છે, તે SSB ની સત્તાવાર વેબસાઈટ ssbrectt.gov.in પર જઈને અરજી કરી શકે છે. આ જગ્યાઓ માટે અરજી કરવાની છેલ્લી તારીખ 15મી ઓક્ટોબર છે.

    કુલ 399 પોસ્ટ પર ઉમેદવારોની ભરતી કરવામાં આવશે.


    આ ઉપરાંત ઉમેદવાર સીધા જ  આ લિંક http://www.ssbrectt.gov.in/recruitments.aspx દ્વારા પણ આ જગ્યાઓ માટે અરજી કરી શકે છે. સાથે જ આ લિંક SSB GD Constable Recruitment 2022 Notification PDF પર ક્લિક કરીને સત્તાવાર સૂચનાઓ મેળવી શકે છે. આ ભરતી સ્પોર્ટસ ક્વોટા હેઠળ કરવામાં આવશે. આ ભરતી પ્રક્રિયા હેઠળ કુલ 399 પોસ્ટ પર ઉમેદવારોની ભરતી કરવામાં આવશે.

    SSB GD Constable Recruitment 2022 માટે મહત્વપૂર્ણ તારીખ

    અરજી કરવા માટે છેલ્લી તારીખ - 15 ઓક્ટોબર

    આ પણ વાંચોઃ  ફૂડ કોર્પોરેશન ઓફ ઈન્ડિયામાં બમ્પર ભરતી, રૂ. 88,100 સુધી મળશે પગાર

    SSB GD Constable Recruitment 2022 માટે ખાલી જગ્યાની વિગતો

    કુલ પોસ્ટની સંખ્યા - 399

    SSB GD Constable Recruitment 2022 માટે યોગ્યતાના માપદંડ

    ઉમેદવારો પાસે કોઈ પણ માન્ય બોર્ડમાંથી 10મું ધોરણ પાસની ડિગ્રી હોવી જોઈએ.

    SSB GD Constable Recruitment 2022 માટે વય મર્યાદા

    ઉમેદવારોની ઉંમર 18થી 23 ની વચ્ચે હોવી જોઈએ.

    આ પણ વાંચોઃ  આર્મી સ્કૂલોમાં 8000થી વધુ શિક્ષકોની ભરતી, જલ્દી કરો અરજી

    SSB GD Constable Recruitment 2022 માટે અરજી ફી

    ઉમેદવારોએ અરજી ફીના રૂપમાં 100 રૂપિયાની ચૂકવણી કરવી પડશે.

    SSB GD Constable Recruitment 2022 માટે પગાર

    ઉમેદવારોને પગારના રૂપમાં 7માં સીપીસી અનુસાર પગાર ધોરણ ત્રણ હેઠળ રૂ.21,700થી રૂ.69,100 અને અન્ય ભથ્થા આપવામાં આવશે.
    Published by:Sahil Vaniya
    First published:

    Tags: Career and Jobs, Recruitment 2022, Sarkari Naukari

    विज्ञापन
    विज्ञापन