Home /News /career /GATE 2022 Result: ગેટ 2022નું રિઝલ્ટ જાહેર, 18.82% વિદ્યાર્થીઓ પાસ, અહીંથી જાણો વિગતો

GATE 2022 Result: ગેટ 2022નું રિઝલ્ટ જાહેર, 18.82% વિદ્યાર્થીઓ પાસ, અહીંથી જાણો વિગતો

GATE Result 2022 : ગેટ 2022નું પરિણામ જાહેર

GATE 2022: ગ્રેજ્યુએટ એપ્ટીટ્યૂડ ટેસ્ટ ઈન એન્જિનિયરીંગ (GATE)ની આન્સર કી ટૂંક સમયમાં આઈઆઈટી ખડગપુરની વેબસાઇટ પર મૂકવામાં આવશે.

    GATE 2022: ઈન્ડિયન ઈન્સ્ટિટ્યૂટ ઓફ ટેકનોલોજી ખડગપુર (IITKG) દ્વારા ગેટ-2022નું (GATE 2022 Result) રિઝલ્ટ જાહેર થયું છે. વર્ષ 2022માં ગેટ માટે કુલ 7,11,542 વિદ્યાર્થીઓએ ગેટની પરીક્ષા આપી હતી. આ પૈકીના કુલ 1,26,813 વિદ્યાર્થીઓ ગેટ 2022માં પાસ થયા છે. આ પૈકીના 98732 છાત્ર છે જ્યારે 28801 છાત્રાઓ છો. GATE 2022નું ઓવર ઓલ 17.82 ટકા પરિણામ જાહેર થયું છે. ઼

    GATEના પરિણામની સાથે દરેક વિષયના કટ ઓફ પણ જાહેર કરવામાં આવશે. GATE 2022 29 વિષયો માટે લેવામાં આવી હતી. ફેબ્રુઆરી મહિનાની 5,6,12,13 તારીખના લેવાયેલી GATEની પરીક્ષાના પરિણામો જાહેર થયા છે.

    GATE 2022ના સ્કોરકાર્ડ ક્યાંથી ડાઉનલોડ કરશો

    GATE 2022નું રિઝલ્ટ જાહેર થયું હોવા છતા વિદ્યાર્થીઓ તેમના સ્કોરકાર્ડ 21મી માર્ચથી ડાઉનલોડકરી શકશે. સ્કોરકાર્ડ ડાઉનલોડ કરવા માટે iitkgp.ac.in પરથી ડાઉનલોડ કરી શકાશે.

    આ પણ વાંચો : GPSC Calendar: GPSC 2022નું કેલેન્ડર, આશરે 1024 જગ્યાઓ ભરાશે,અહીંથી ચેક કરો વિગતો

    GATE 2022ના સ્કોર પર ક્યાં નોકરી મળે છે?

    GATEના સ્કોર પર દેશની વિવિધ પબ્લિક સેક્ટર યુનિટ કંપનીઓમાં નોકરી મળે છે જેમાં નીચેની કંપનીઓ શામેલ છે

    ભારત હેવી ઈલેક્ટ્રિકલ્સ લિમીટેડ (BHEL)
    ગેસ ઓથોરિટી ઓફ ઈન્ડિયા લિમીટેડ (GAIL)
    હિન્દુસ્તાન એરોનોટિક્સ લિમીટેડ (HAL)
    ઈન્ડિયન ઓઇલ કોર્પોરેશન લિમીટેડ (IOCL)
    નેશનલ થર્મલ પાવર કોર્પોરેશન (NTPC)
    ન્યુક્લિયર પાવર કોર્પોરેશન ઓફ ઈન્ડિયા લિમીટેડ (NPICL)
    ઓઇલ એન્ડ નેચરલ ગેસ કોર્પોરેશન લિમીટેડ (ONGC)
    પાવર ગ્રીડ કોર્પોરેશન ઓફ ઈન્ડિયા (PGCI)

    એડમિશન માટે GATE

    GATE 2022 ફેબ્રુઆરી મહિનાની 5 અને 13મી તારીખે કોમ્યુટર બેઝ્ડ ટેસ્ટ (CBDT) દ્વારા લેવામાં આવી હતી. દેશી ખ્યાતનામ સંસ્થાઓ આઈઆઈટી, એનઆઈટીમાં પ્પવેશ મેળવવા માટે ગેટ 2022ના સ્કોર દ્વારા પ્રવેશ આપવામાં આવશે. આ સાથે જ એન્જિનિયરીંગ ગ્રેજ્યુએટને ગેટ 2022ના સ્કોર દ્વારા દેશની પબ્લિક સેક્ટર યુનિટમાં નોકરી પણ મળે છે.

    આ પણ વાંચો : JEE Main: જેઈઈ મેઈન 2022ના એપ્રિલે સેશનની તારીખો બદલાઈ, ફટાફટા ચેક કરો નવું ટાઇમટેબલ

    GATE 2022ની ફાઈલ આન્સર કી કેવી રીતે ડાઉનલોડ કરવી?


    સ્ટેપ 1. ગેટ 2022ની વેબસાઈટ માટે અહીંયા ક્લિક કરો

    સ્ટેપ 2. તમારા એનરોલમેન્ટ આઈડી/ ઈમેલ એડ્રેસ અને પાસવર્ડ દ્વારા લોગીન કરો

    સ્ટેપ 3. ગેટ 2022ના કવેશ્ચન પેપર્સ અને ફાઇનલ આન્સર કીની લિંક પર ક્લિક કરો

    સ્ટેપ 4. ગેટ 2022ની ફાઇનલ આન્સર કી તમારી સ્ક્રિન પર જોવા મળશે.

    સ્ટેપ 5. તમારા સબ્જેક્ટને સિલેક્ટ કરી અને ક્વેશ્નન પેપર અને આન્સર કી ડાઉનલોડ કરો

    સ્ટેપ 6. ફાઈનલ આન્સર કીની PDF ફાઈલ તમારી સ્ક્રિન પર જોવા મળશે.

    સ્ટેપ 7. આ PDF ફાઇનલને ડાઉનલોડ કરો.

    Published by:Jay Mishra
    First published:

    Tags: GATE, Jobs and Career, કેરિયર

    विज्ञापन

    ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

    વધુ વાંચો
    विज्ञापन
    विज्ञापन
    विज्ञापन