Home /News /career /

GATE 2022 Exam:ગેટ 2022નું શિડ્યુલ જાહેર, જાણો ક્યારે બહાર પડશે એડમિટ કાર્ડ

GATE 2022 Exam:ગેટ 2022નું શિડ્યુલ જાહેર, જાણો ક્યારે બહાર પડશે એડમિટ કાર્ડ

Gate 2022 Exam Schedule : ગેટ 2022નુ શિડ્યુલ બહાર પાડવામાં આવ્યું છે. ચેક કરો લિંક

GATE 2022 Exam Schedule: ગ્રેજ્યુએટ એપ્ટીટ્યૂડ ટેસ્ટ ઈન એન્જિનિયરીંગ (GATE) 2022ની પરીક્ષાઓ 5 ફેબ્રુઆરીથી યોજાશે

    GATE 2022 Exam Schedule:ઈન્ડિયન ઈન્સ્ટિટ્યૂટ ઓફ ટેકનોલોજી ખડગપુર દ્વારા GATE 2022નું એક્ઝામ શિડ્યુલ બહાર પાડ્યું છે. ગ્રેજ્યુએટ એપ્ટીટ્યૂડ ટેસ્ટ ઈન એન્જિનિયરીંગ (GATE)ની 2022 પરીક્ષાઓ 5થી 13 ફેબ્રુઆરી સુધી આયોજીત થશે.ઉમેદવાર અધિકારીક વેબસાઇટ gate.iitkgp.ac.in પર જઈને જીટીઈએ 2022 એક્ઝામનું સંપૂર્ણ શિડ્યુલ ચેક કરી શકો છો.

    ફેબ્રુઆરી 2022માં યોજાશે ગેટ  : આઈઆઈટી ખડગરપુર દ્વારા એક્ઝામ શિડ્યુઅલ અનુસાર ગેટ 2022 બે શિફ્ટમાં આયોજિત થશે. પ્રથમ શિફ્ટ સવારે 9.00 વાગ્યાથી બપોરે 12.00 વાગ્યા સુધી ચાલશે. જ્યારે બીજી શિફ્ટ બપોરે 2.30 વાગ્યાથી સાંજે 5.30 વાગ્યા સુધી યોજાશે. કોમ્યુટર આધારિટી

    ક્યારે બહાર પડશે ગેડ 2022નું એડમિટ કાર્ડ

    IIT ખડગપુરે જણાવ્યું છે કે ગેટ 2022નું એડમિટ કાર્ડ 3 જાન્યુઆરી 2022ના રોજ બહાર પાડવામાં આવશે. ઉમેદવારોને સલાહ આપવામાં આવે છે. આ પરીક્ષાના એડમિટ કાર્ડની જાણકારી માટે સત્તાવાર વેબસાઇટ પર ચેક કરતા રહે.

    આ પરીક્ષા કોમ્પ્યુટર મોડ (CBT) પર લેવામાં આવશે. આ વખતે GATE પરીક્ષામાં બે નવા વિષયો- જીઓમેટિક્સ એન્જિનિયરિંગ અને નેવલ આર્કિટેક્ચર અને મરીન એન્જિનિયરિંગ ઉમેરવામાં આવ્યા છે

    . નોંધનીય છે કે MTech એડમિશન સિવાય, GATE સ્કોરના આધારે ઘણી સારી સરકારી નોકરીઓની ભરતી થાય છે. ભારત સરકારના વિભાગોમાં ગ્રુપ A સ્તરની જગ્યાઓ જેમ કે વરિષ્ઠ ક્ષેત્ર અધિકારી, વરિષ્ઠ સંશોધન અધિકારી વગેરેની સીધી ભરતી GATE સ્કોરના આધારે આપવામાં આવે છે.

    આ પણ વાંચો : BMRCL Recruitment 2022: એન્જિનિયરો માટે ભરતી, રૂ. 1.65 લાખ મળશે પગાર

    મિસેલિનિયસ એક્ટિવિટીમાં શું થશે

    - સ્ક્રાઈબ એટલે ઉમેદવારને બદલે જવાબ લખનાર ઉમેદવારની પસંદગી (જો જરૂર હોય તો)
    - પરીક્ષા કેન્દ્રોને સેનિટાઇઝ કરવા, બેઠક વ્યવસ્થા, પોસ્ટર અને સાઇનબોર્ડ ડિસ્પ્લેની પ્રક્રિયા પૂર્ણ કરવામાં આવશે.
    ઉમેદવારો પરીક્ષા કેન્દ્રની મુલાકાત લઈને તપાસ કરી શકે છે.

    GATE 2022 Exam Schedule:

    4 ફેબ્રુઆરી 2022 : મિસેલિનિયસ એક્ટિવિટી (બપોરે 2થી5 સુધી)

    5 ફેબ્રુઆરી 2022  : સીએસ એન્ડ બીએમ, ઈઈ અને એમએ (સવારે 9થી બપોરે 12) બપોરે 2.30 વાગ્યાથી સાંજે 5.30 વાગ્યા સુધી

    6 ફેબ્રુઆરી 2022 : ઈસી, ઈએસ, એસટી, એનએમ, એમટી, અને એમએઓન, સીવઆઈ, સીએચ, પીઆઈ, એક્સએચ, આઈએન, એજી, સીજી, એટીએફ (સવારે 9.00 અને બપોરે 12.00 વાગ્યા સુધી અને 2.30 વાગ્યે અને સાંજે 5.30 વાગ્યે)

    આ પણ વાંચો :  ONGC Recruitment 2021:HR એક્ઝિક્યૂટીવ અને PROની ભરતી, અહીંથી સીધા કરો અરજી

    11 ફેબ્રુઆરી 2022 : મિસલેનિયસ એક્ટિવિટીઝ (બપોરે 2થી 5 સુધી)

    12 ફેબ્રુઆરી 2022 : સીઈ-1, બીટી, પીએચ, ઈઆઈ, સીઈ-2, એક્સઈ, અને એકસએએલ ( સવારે 9.00થી 12.00 અને બપોરે 2.30 વાગ્યાથી 5.30 વાગ્યા સુધી)

    13 ફેબ્રુઆરી 2022 : એમઈ-1, પીઈ અને એઆર, એમઈ-2, જીઈ અને એઈ (સવારે 9.00થી 12.00) અને બપોરે 2.30થી સાંજે 5.30 વાગ્યા સુધી

    પરીક્ષાનું શિડ્યુલ જોવા અહીંયા ક્લિક કરો
    Published by:Jay Mishra
    First published:

    Tags: Education News in Gujarati, Exam, GATE

    આગામી સમાચાર