Home /News /career /GMC Recruitment 2021: GPSCએ આ ભરતીની પ્રાથમિક કસોટી કરી મોકૂફ, ટ્વીટર પર આપી જાણકારી

GMC Recruitment 2021: GPSCએ આ ભરતીની પ્રાથમિક કસોટી કરી મોકૂફ, ટ્વીટર પર આપી જાણકારી

GMC Recruitment : પેપરલીકની બબાલ વચ્ચે જીપીએસી દ્વારા લેવાનારી ગાંધીનગર મનપાની ભરતીની પ્રાથમિક કસોટી મોકૂફ

Gandhinagar Municipal Corporation Recruitment : ગુજરાત પબ્લિક સર્વિસ કમિશન (GPSC) દ્વારા લેવનારી ગાંધીનગર મનપાની (GMC Recruitment of Junior Town Planner Postpone) ભરતીની પ્રાથમિક કસોટી મોકૂફ રાખવામાં આવી છે.

GMC Recruitment 2021: ગુજરાત પબ્લિક સર્વિસ કમિશન (GPSC) દ્વારા લેવનારી ગાંધીનગર મનપાની (GMC Recruitment of Junior Town Planner Postpone) ભરતીની પ્રાથમિક કસોટી મોકૂફ રાખવામાં આવી છે. જીપીએસસી દ્વારા ટ્વીટર પર આ અંગે માહિતી આપવામાં આવી છે. આગામી 2 જાન્યુઆરી અને 9 જાન્યુઆરીના રોજ યોજાનારી વર્ગ 2 અને વર્ગ-3ની આ ભરતીની પ્રાથમિક કસોટી (GMC Junior Town Planner Planning Assitant Recruitment Exam Postpone) મોકૂફ રાખવાની જાહેરાત કરવામાં આવી છે. આ અંગે જીપીએસસી દ્વારા ગાંધીનગર મનપા વતી જાહેરાત કરવામાં આવી છે.

આ અંગે જીપીએસસીના ચેરમેન દિનેશ દાસાએ ટ્વીટમાં લખ્યું કે 'JTP તથા પ્લાનીગ આસીસ્ટન્ટના ભરતી નિયમોમાં ફેરફાર થવાની શક્યતા હોઈ, પરીક્ષા હાલ પુરતી સ્થગિત રાખવામાં આવી છે. તે જ રીતે અન્ય જાહેરાતોમાં જગ્યાની સંખ્યામાં ફેરફાર થવાની GMC તરફથી આયોગને જાણ કરવામાં આવી હોય PTના પરિણામ જાહેર કરવામાં આવ્યા નથી.'

જુનિયર ટાઉન પ્લાનર અને પ્લાનિંગ આસિસ્ટન્ટની ભરતી હતી

જીપીએસસી દ્વારા આપવામા આવેલી માહિતી મુજબ જુનિયર ટાઉન પ્લાનર વર્ગ -2 અનેપ્લાનિંગ આસિસ્ટન્ટ વર્ગ -3ની પ્રાથમિક કસોટી મોકૂફ રાખવામાં આવી છે. આ કસોટીઓએ માં જગ્યાની સંખ્યા વધારવાની હોવાથી કસોટીઓ મોકૂફ રાખવામાં આવી છે અને તેનો આગામી નિર્ણય ગાંધીનગર મનપા દ્વારા કરવામાં આવશે.

આ પણ વાંચો :  SBI Recruitment : SBI CBOની 1226 પોસ્ટ પર આવી બંપર ભરતી, 36,000 પગારથી થશે શરૂઆત

જીપીએસસી દ્વારા આપાવમાં આવી હતી તારીખ

જુનિયર ટાઉન પ્લાનર અને પ્લાનિંગ આસિસ્ટન્ટની કસોટી અનુક્રમ 2 જાન્યુઆરી 2021 અને 9 જાન્યુઆરી 2021ના રોજ યોજવાની હતી. ભરતીના નિયમોમાં અને જગ્યાની સંખ્યામાં ફેરફાર થવાનો હોવાથી આ ભરતીની કસોટી મોકૂફ રાખવામાં આવી છે.

હેડ ક્લાર્કની ભરતી થઈ છે રદ

ઉલ્લેખનીય છે કે રાજ્યમાં તાજેતરમાં જ લેવાયેલી ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળની હેડ ક્લાર્કની પરીક્ષા રદ કરવામાં આવી હતી. આ ભરતીનું પેપર ફૂટ્યું હતું અને તે લાખો રૂપિયામાં વેચાઈ ગયું હતું. સબંધિત ઘટના અંગે પુરાવાઓના આધારે યુવરાજસિંહ જાડેજાએ હોબાળો મચાવ્યો હતો.



સરકારે આ પેપરલીકની તપાસ કરતા 14 જેટલા શખ્સોની સંડોવણી બહાર આવી હતી અને સાણંદના પ્રિન્ટિંગ પ્રેસમાંથી પેપર ફૂટ્યું હોવાનું સામે આવ્યું હતું. આ ઘટના બાદ રાજ્ય સરકારે આ ભરતી રદ જાહેર કરી છે અને આગામી માર્ચમાં આ પરીક્ષા લેવાની જાહેરાત કરી છે.

આ પણ વાંચો : CISF Head Constable Recruitment 2022: CISFમાં 12 પાસ માટે ભરતી, 25,500 પગારથી થશે શરૂઆત

દાખલોરૂપ કાર્યવાહી કરવાની સરકારે ખાત્રી આપી છે : સીઆર પાટિલ

ગઈકાલે આ પેપર લીક અને આગામી ભરતીઓમાં વિદ્યાર્થીઓ સાથે અન્યાય ન થાય તે મામલે રાજ્યના ભાજપા પ્રમુખ ચંદ્રકાંત રઘુનાથ પાટિલે એક પત્રકાર પરિષદ સંબોધી હતી. આ પત્રકાર પરિષદમાં પાટિલે જણાવ્યું હતું કે મુખ્યમંત્રીએ ભાજપા સાથે થયેલી વાતચીતમાં ખાત્રી આપી છે કે દાખલારૂપ કાર્યવાહી કરીશું. રાજ્યમાં આગામી એકપણ ભરતીમાં પેપર ન ફૂટે તેવી વ્યવસ્થા ગોઠવવાની સરકારે ખાતરી આપી છે.
First published:

Tags: GPSC, Recruitment, Sarkari Naukri 2021

विज्ञापन

ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

વધુ વાંચો વધુ વાંચો