Home /News /career /

GAIL Recruitment: ચીફ મેનેજર, સિનિયર ઓફિસરની પોસ્ટ્સ માટે ભરતી, 2,40,000 રૂપિયા સુધી પગાર મળશે

GAIL Recruitment: ચીફ મેનેજર, સિનિયર ઓફિસરની પોસ્ટ્સ માટે ભરતી, 2,40,000 રૂપિયા સુધી પગાર મળશે

GAIL Recruitment 2022 : ગેલમાં સીધી ભરતી, અહીંયા આપવામાં આવેલી લિંકથી કરો અરજી

GAIL Recruitment 2022 : ગેઇલ ઇન્ડિયા લિમિટેડે (GAIL) મેડિકલ સર્વિસિસમાં ચીફ મેનેજર અને સિનિયર ઓફિસરની જગ્યાઓ (GAIL Recruitment 2022) માટે અરજીઓ મંગાવી છે. ચીફ મેનેજરો માટે 2 પદ ઉપલબ્ધ છે, જ્યારે ચીફ મેનેજર માટે 7 જગ્યાઓ ખાલી છે.

વધુ જુઓ ...
    GAIL Recruitment 2022 : ગેઇલ ઇન્ડિયા લિમિટેડે (GAIL) મેડિકલ સર્વિસિસમાં ચીફ મેનેજર અને સિનિયર ઓફિસરની જગ્યાઓ (GAIL Recruitment 2022) માટે અરજીઓ મંગાવી છે. ચીફ મેનેજરો માટે 2 પદ ઉપલબ્ધ છે, જ્યારે ચીફ મેનેજર માટે 7 જગ્યાઓ ખાલી છે. ઇચ્છુક અને લાયક ઉમેદવારો ગેઇલ ઇન્ડિયાની સત્તાવાર વેબસાઇટ gailonline.com મારફતે ઓનલાઇન અરજી કરી શકે છે. પોસ્ટ્સ માટે અરજી કરવાની છેલ્લી તારીખ 20 જાન્યુઆરી છે.

    • લાયકાતના માપદંડ

    - શૈક્ષણિક લાયકાત

    ચીફ મેનેજર: ચીફ મેનેજર માટે અરજી કરવા ઉમેદવારે જનરલ મેડિસિનના એમડી/ડીએનબી સાથે MBBS પૂર્ણ કરેલું હોવું જોઈએ. આ ઉપરાંત તેમની પાસે મેડિકલ ઓફિસર/સ્પેશિયલિસ્ટ/ સલાહકાર/ લેક્ચરર/આસિસ્ટન્ટ પ્રોફેસર/ સરકારી મેડિકલ કોલેજ/હોસ્પિટલમાં અથવા ખાનગી મેડિકલ કોલેજ/હોસ્પિટલમાં અથવા રાજ્ય/કેન્દ્ર સરકાર વિભાગ/ જાહેર ક્ષેત્રના એન્ટરપ્રાઇઝ/ખાનગી ક્ષેત્રની સંસ્થામાં ઓછામાં ઓછો 9 વર્ષનો અનુભવ હોવો આવશ્યક છે.

    સિનિયર ઓફિસર: આ પોસ્ટ માટે અરજી કરનારાઓ પાસે રાજ્ય/કેન્દ્ર સરકારના વિભાગ/હોસ્પિટલમાં તબીબી અધિકારી/નિષ્ણાત તરીકે અથવા જાહેર ક્ષેત્રના એન્ટરપ્રાઇઝ/ખાનગી ક્ષેત્રની સંસ્થા/હોસ્પિટલમાં, તે સંસ્થા/હોસ્પિટલના કર્મચારી તરીકે ઓછામાં ઓછો 1 વર્ષનો અનુભવ (ઇન્ટર્નશિપ સિવાય) અને MBBSની ડિગ્રી હોવી આવશ્યક છે.

    આ પણ વાંચો : CDAC Recruitment 2022: CDACમાં 130 જગ્યાની ભરતી, 44,900 સુધી મળશે શરૂઆતનો પગાર

    - વય મર્યાદા

    વય મર્યાદા: ચીફ મેનેજર માટે અરજી કરનારા ઉમેદવારોની ઉંમર 40 વર્ષની અંદર હોવી જોઈએ, જ્યારે વરિષ્ઠ અધિકારી માટે અરજી કરનારાઓ 32 વર્ષ અથવા તેનાથી ઓછી ઉંમરના હોવા જોઈએ.

    નોકરીની ટૂંકી વિગતો































    જગ્યા09
    શૈક્ષણિક લાયકાતMBBS  અને અન્ય સંબંધિત ડિગ્રી અનુભવ
    પસંદગી પ્રક્રિયાપસંદગી પ્રક્રિયામાં ગેઇલ સિલેક્શન કમિટી સમક્ષ ગ્રુપ ડિસ્કશન અને ઇન્ટરવ્યુ શામેલ છે
    અરજી કરવાની અંતિમ તારીખ20-1-2022
    અરજી કરવાની ફીસામાન્ય, EWS અને ઓબીસી (એનસીએલ) કેટેગરીના ઉમેદવારોને 200 રૂપિયાની અરજી ફી ચૂકવવા પડશે જ્યારે એસસી, એસટી, પીડબ્લ્યુબીડી સંબંધિત ઉમેદવારોને અરજી ફી ચૂકવવી પડશે નહીં.
    ભરતીની જાહેરાત જોવા માટેઅહીંયા ક્લિક કરો
    ઓનલાઇન અરજી કરવા માટેઅહીંયા ક્લિક કરો



    - કેવી રીતે અરજી કરવી?

    Step 1. ગેઇલ ઇન્ડિયાની સત્તાવાર વેબસાઇટ પર જાઓ
    Step 2. હોમપેજ પર, સિનિયર ઓફિસર અને ચીફ મેનેજર ભરતી લિંક પર ક્લિક કરો
    Step 3. તમારી નોંધણી કરો
    Step 4. અરજી ફોર્મ ભરો
    Step 5. અરજી ફી ચૂકવો
    Step 6. ભવિષ્યના ઉપયોગ માટે એપ્લિકેશન ફોર્મમાંની પ્રિન્ટ કાઢી લો

    - અરજી કરવાની ફી

    સામાન્ય, EWS અને ઓબીસી (એનસીએલ) કેટેગરીના ઉમેદવારોને 200 રૂપિયાની અરજી ફી ચૂકવવા પડશે જ્યારે એસસી, એસટી, પીડબ્લ્યુબીડી સંબંધિત ઉમેદવારોને અરજી ફી ચૂકવવી પડશે નહીં.

    આ પણ વાંચો : Currency Note Press Recruitment 2022: સુપરવાઇઝર, જુનિયર ટેક્નિશિયનના 149 પદો માટે વેકેન્સી, 1.03 લાખ સુધી મળશે પગાર

    - પસંદગી પ્રક્રિયા

    પસંદગી પ્રક્રિયામાં ગેઇલ સિલેક્શન કમિટી સમક્ષ ગ્રુપ ડિસ્કશન અને ઇન્ટરવ્યુ શામેલ છે. જોકે કંપનીએ કહ્યું છે કે પસંદગી પ્રક્રિયા કામચલાઉ છે અને તે કંપનીની વહીવટી/વ્યવસાયિક જરૂરિયાતો પર નિર્ભર રહેશે.

    - પગારધોરણ

    ચીફ મેનેજરની જગ્યાઓ માટે પસંદ કરાયેલા ઉમેદવારોને રૂ.90,000થી રૂ.2,40,000 વચ્ચેનો પગાર ચૂકવવામાં આવશે, જ્યારે સિનિયર ઓફિસર માટે પસંદ કરાયેલા ઉમેદવારોને રૂ. 60000 થી રૂ. 180000 વચ્ચેનો પગાર મળશે.
    Published by:Jay Mishra
    First published:

    Tags: Jobs and Career, Recruitment 2022, નોકરી, ભરતી, સરકારી નોકરી

    આગામી સમાચાર