Home /News /career /GAIL Recruitment 2022: ગેલમાં 48 એક્ઝિક્યુટીવ ટ્રેઇનીની ભરતી, 60,000 સુધી મળશે પગાર

GAIL Recruitment 2022: ગેલમાં 48 એક્ઝિક્યુટીવ ટ્રેઇનીની ભરતી, 60,000 સુધી મળશે પગાર

Gail Recruitment 2022 : ગેલમાં 48 એક્ઝિક્યુટીવ ટ્રેઇનીની ભરતી, અહીંથી કરો અરજી

GAIL Recruitment 2022 through GATE: GAIL (India) Limited મહારત્ન PSU અને ભારતની મુખ્ય નેચરલ ગેસ કંપની દ્વારા GATE-2022 માર્ક્સના આધાર પર એક્ઝિક્યુટિવ ટ્રેનીની ખાલી જગ્યાઓ પર ભરતી કરવા માટે ગ્રેજ્યુએટ એન્જિનિયર્સ પાસેથી (GAIL Recruitment 2022 online application) અરજીઓ મંગાવવામાં આવી રહી છે. ઉમેદવારો આજથી અહીંયા આપવામાં આવેલી લિંક દ્વારા અરજી કરી શકે છે.

વધુ જુઓ ...
    GAIL Recruitment 2022: GAIL (India) Limited મહારત્ન PSU અને ભારતની મુખ્ય નેચરલ ગેસ કંપની દ્વારા GATE-2022 માર્ક્સના આધાર પર એક્ઝિક્યુટિવ ટ્રેનીની ખાલી જગ્યાઓ પર ભરતી કરવા માટે ગ્રેજ્યુએટ એન્જિનિયર્સ પાસેથી (GAIL Recruitment 2022 online application) અરજીઓ મંગાવવામાં આવી રહી છે. અરજી કરવા માટે GAIL ET ઓનલાઈન એપ્લિકેશન લિંક 15 ફેબ્રુઆરીથી 16 માર્ચ 2022 સુધી ઉપલબ્ધ રહેશે. ઇન્સ્ટ્રુમેન્ટેશન, મિકેનિકલ અને ઇલેક્ટ્રિકલ એન્જિનિયર્સના ખાલી પદો પર હાલ ભરતી કરવા માટે આવી રહી છે. આજથી આ નોકરી માટે ઓનલાઇન એપ્લિકેશન કરવાની શરૂઆત થઈ છે. ગેલની નોકરી કરવા માંગતા ટ્રેઇની માટે કુલ 48 જગ્યા માટે ઓનલાઇન એપ્લિકેશનની શરૂઆત થઈ ગઈ છે. ઉમેદવારો અહીંયા આપવામાં આવેલી લિંક દ્વારા ઓનલાઇન અરજી કરી શકે છે

    નોંધનીય છે કે આ ભરતી પ્રક્રિયા માટે માત્ર GATE-2022 માર્કસ જ માન્ય ગણવામાં આવશે છે. 2021 અથવા તેના પહેલાના આપવામાં આવેલી GATE પરીક્ષાના માર્કસ માન્ય ગણવામાં આવશે નથી. ગેઇલ ગેટ 2022 (GAIL GATE 2022) માટે વધુ વિગતો આ આર્ટિકલમાં તમે જાણી શકો છો.

    GAIL Recruitment 2022 :મહત્વની તારીખ

    • અરજી કરવાની પ્રારંભિક તારીખ– 15 ફેબ્રુઆરી 2022 સવારે 11 વાગ્યાથી

    • અરજી કરવાની અંતિમ તારીખ - 16 માર્ચ 2022 સાંજે 5 વાગ્યા સુધી


    GAIL Recruitment 2022 :ખાલી પડેલા પદો વિશે વિગતો

    • એક્ઝીક્યુટીવ ટ્રેઈની (ઈન્સ્ટ્રુમેન્ટેશન)

    • એક્ઝીક્યુટીવ ટ્રેઈની (મિકેનિકલ)

    • એક્ઝીક્યુટીવ ટ્રેઈની (ઈલેક્ટ્રિકલ


    આ પણ વાંચો : સરકારી નોકરી : RBIમાં આસિસ્ટન્ટની 950 જગ્યાઓ પર થશે ભરતી, જાણો કેવી રીતે થશે અરજી

    લાયકાતના ધારાધોરણ

    GAIL Recruitment 2022 :શૈક્ષણિક લાયકાત:

    • એક્ઝીક્યુટીવ ટ્રેઈની (ઈન્સ્ટ્રુમેન્ટેશન)


    ઇન્સ્ટ્રુમેન્ટેશન / ઇન્સ્ટ્રુમેન્ટેશન એન્ડ કંટ્રોલ / ઇલેક્ટ્રોનિક્સ અને ઇન્સ્ટ્રુમેન્ટેશન / ઇલેક્ટ્રિકલ એન્ડ ઇન્સ્ટ્રુમેન્ટેશન / ઇલેક્ટ્રોનિક્સ / ઇલેક્ટ્રિકલ અને ઇલેક્ટ્રોનિક્સમાં ઓછામાં ઓછા 65% માર્ક્સ સાથે એન્જિનિયરિંગમાં ગ્રેજ્યુએશન જરૂરી છે.

    GAIL Recruitment 2022 નોકરીની ટૂંકી વિગતો
    જગ્યા48
    શૈક્ષણિક લાયકાતઇન્સ્ટ્રુમેન્ટેશન / ઇન્સ્ટ્રુમેન્ટેશન એન્ડ કંટ્રોલ / ઇલેક્ટ્રોનિક્સ અને ઇન્સ્ટ્રુમેન્ટેશન / ઇલેક્ટ્રિકલ એન્ડ ઇન્સ્ટ્રુમેન્ટેશન / ઇલેક્ટ્રોનિક્સ / ઇલેક્ટ્રિકલ અને ઇલેક્ટ્રોનિક્સમાં ઓછામાં ઓછા 65% માર્ક્સ સાથે એન્જિનિયરિંગમાં ગ્રેજ્યુએશન જરૂરી છે.મિકેનિકલ / પ્રોડક્શન / પ્રોડક્શન અને ઈન્ડસ્ટ્રીઆલિસ્ટ / મેન્યુફેક્ચરિંગ / મિકેનિકલ અને ઓટોમોબાઈલમાં ઓછામાં ઓછા 65% માર્ક્સ સાથે એન્જિનિયરિંગ / ટેક્નોલોજીમાં ગ્રેજ્યુએશન આવશ્યક છે.
    • એક્ઝીક્યુટીવ ટ્રેઈની (ઈલેક્ટ્રિકલ) - ઓછામાં ઓછા 65% ગુણ સાથે ઇલેક્ટ્રિકલ / ઇલેક્ટ્રિકલ અને ઇલેક્ટ્રોનિક્સમાં એન્જિનિયરિંગમાં બેચલર ડિગ્રી જરૂરી છે.
    પસંદગી પ્રક્રિયાGATE-2022ના માર્ક અને આવશ્યકતાઓના આધારે ઉમેદવારોને ઉપર જણાવવામાં આવેલા ડિસિપ્લિનઓમાં એક્ઝિક્યુટિવ ટ્રેઇની પદ માટે ગ્રુપ ડિસકશન અને પર્સનલ ઇન્ટરવ્યૂ માટે શોર્ટલિસ્ટ કરવામાં આવશે.
    અરજી ફીનિશુલ્ક
    અરજી કરવાની અંતિમ તારીખ16-3-2022
    ભરતીની જાહેરાત જોવા માટેઅહીંયા ક્લિક કરો
    ઓનલાઇન અરજી કરવા માટેઅહીંયા ક્લિક કરો



    GAIL Recruitment 2022 :એક્ઝીક્યુટીવ ટ્રેઈની (મિકેનિકલ)

    મિકેનિકલ / પ્રોડક્શન / પ્રોડક્શન અને ઈન્ડસ્ટ્રીઆલિસ્ટ / મેન્યુફેક્ચરિંગ / મિકેનિકલ અને ઓટોમોબાઈલમાં ઓછામાં ઓછા 65% માર્ક્સ સાથે એન્જિનિયરિંગ / ટેક્નોલોજીમાં ગ્રેજ્યુએશન આવશ્યક છે.

    • એક્ઝીક્યુટીવ ટ્રેઈની (ઈલેક્ટ્રિકલ) - ઓછામાં ઓછા 65% ગુણ સાથે ઇલેક્ટ્રિકલ / ઇલેક્ટ્રિકલ અને ઇલેક્ટ્રોનિક્સમાં એન્જિનિયરિંગમાં બેચલર ડિગ્રી જરૂરી છે.


    GAIL Recruitment 2022 :વય મર્યાદા:

    ઉમેદવારની મહત્તમ વયમર્યાદા 26 વર્ષ હોવી જોઈએ.

    આ પણ વાંચો : NRL Recruitment 2022: એનઆરએલમાં 80 ટ્રેઇનીની ભરતી, 17,000 સુધી મળશે સ્ટાઇપેન્ડ

    પસંદગી પ્રક્રિયા

    GATE-2022ના માર્ક અને આવશ્યકતાઓના આધારે ઉમેદવારોને ઉપર જણાવવામાં આવેલા ડિસિપ્લિનઓમાં એક્ઝિક્યુટિવ ટ્રેઇની પદ માટે ગ્રુપ ડિસકશન અને પર્સનલ ઇન્ટરવ્યૂ માટે શોર્ટલિસ્ટ કરવામાં આવશે.

    આ રીતે કરો અરજી

    • GAILની ઓફિશિયલ વેબસાઈટ gailonline.com પર વિઝિટ કરો.

    • ‘Career Section’ પર જાઓ.

    • એપ્લિકેશન લિંક પર ક્લિક કરો. GATE 2022 Registration પર રજીસ્ટ્રેશન કરાવો.

    • ઓનલાઈન એપ્લિકેશન સફળતાપૂર્વક સબમિટ કર્યા પછી, સિસ્ટમ દ્વારા એક યૂનિક રજીસ્ટ્રેશન કોડ જનરેટ કરવામાં આવશે અને સિસ્ટમમાં એક મેસેજ ફ્લેશ થશે કે ઓનલાઈન અરજી સફળતાપૂર્વક સબમિટ કરવામાં આવી છે અને યૂનિક રજીસ્ટ્રેશન કોડ ઓટોમેટેડ મેઈલમાં જનરેટ થશે.

    • તમારા એપ્લિકેશન ફોર્મની પ્રિન્ટ આઉટ લો. આ ફોર્મમાં પાસપોર્ટ સાઈઝ ફોટોગ્રાફ લગાવી અને એપ્લિકેશન ફોર્મ પર સિગ્નેચર કરી તમારી પાસે રાખો.


    એપ્લિકેશન ફી:

    ઉમેદવારોએ કોઈ ફી ચૂકવવાની રહેશે નહી.
    Published by:Jay Mishra
    First published:

    Tags: Jobs and Career, Sarkari Naukri, કેરિયર

    विज्ञापन

    ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

    વધુ વાંચો
    विज्ञापन
    विज्ञापन
    विज्ञापन